________________
સંગ્રહ છે, જો કે આજ પૂર્વે આ કુલકે ભિન્ન ભિન્ન પુસ્તકમાં છપાયાં છે તે પણ તેમાં મૂળ અને અર્થની અનેક ખામીઓ (ક્ષતિઓ) દષ્ટિગોચર થાય છે, એથી શક્ય પ્રયત્નો કરી એને પ્રાચીન હસ્તલિખિત પ્રતના આધારે શોધવા પ્રયત્ન કર્યો છે, અર્થની દષ્ટિએ પણ સુધારો કર્યો છે, તે પણ તે સર્વીશે શુદ્ધ થયાં છે એમ નથી. કારણ કે ઉત્તરોત્તર એમાં આજ પૂર્વે ઘણા શબ્દપાઠે બદલાતા ગયા છે, એ બધાને સુધારી મૂળ શબ્દ શેધવા એ દુ શક્ય છે. આ કુલકે ટુંકાણમાં પ્રત્યેક વિષયને સચેટ બોધ આપે છે, એના રચનારા સેંકડો વર્ષ પૂર્વે થઈ ગએલા મહાપુરુષો છે, તેઓએ પોતાના ચારિત્રની, જ્ઞાનની અને શ્રદ્ધાની વાનગી રૂપે ભવ્ય જીવોને ભેટ આપેલી આ કૃતિઓ છે, એને કઠે કરી પુનઃ પુનઃ સ્વાધ્યાય કરનારને ઘણું લાભ થઈ શકે એમ કહેવું અતિશક્તિ રૂપ નથી. પ્રત્યેકનાં નામે વિષયાનુક્રમમાં આપેલાં છે, તે જોતાં નામ ઉપરથી જ તેમાં વર્ણવેલા વિષયે સમજાય તેવા છે, એથી અહીં જુદે જુદે ઉલ્લેખ કર્યો નથી. વાચક સ્વયં તેને જોવાથી એનું મહત્ત્વ સમજશે.
૪–ધમરત્નપ્રકરણ–એના રચનાર શ્રીશાન્તિસૂરિજી એક પ્રૌઢ ગીતાર્થ છે, એમ તેઓની આ કૃતિ જ કહી આપે છે. એમાં ગૃહસ્થ અને સાધુ બનેના ધર્મની ભૂમિકારૂપે જરૂરી ગુણેનું સચોટ વર્ણન છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માના મૂળ ત્રણ ગુણેને પ્રગટ