Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xix અહીં પાણિનિ વ્યાકરણનું ‘૧.૩.૨' સૂત્ર ઉપદેશમાં (= પાણિનિ વ્યાકરણના અષ્ટાધ્યાયી, ધાતુપાઠ, ઊણાદિ સૂત્ર, ગણપાઠ અને લિંગાનુશાસન આ પાંચે ગ્રંથોમાં) આવતા અનુનાસિક મર્ ને = સ્વરને ઇન્... સંજ્ઞા કરવા માટે છે. એવી જ રીતે ૧.૩.૩’ સૂત્ર ઉપદેશમાં આવતા અંત્ય હ ને = વ્યંજનને ઇ” સંજ્ઞા કરવા માટે છે. ત્યારબાદ ‘૧.૧.૫૯’ અને ‘૧.૩.૯' સૂત્રોથી ‘ઇ' સંજ્ઞા પામેલા સ્વર અને વ્યંજનોનો લોપ કરવામાં આવે છે. આમ પાણિનિ વ્યાકરણમાં સ્વર અને વ્યંજનને ‘ઇ સંજ્ઞા કરનારા જુદા જુદા સૂત્રો છે, અને તે 'ઇ' સંજ્ઞા પામેલા સ્વર-વ્યંજનનો લોપ કરવા વળી જુદા સૂત્રોનો સહારો લેવામાં આવે છે. જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં એક “યો ?.?.૩૭' સૂત્રમાં જ કહી દીધું કે “આ વ્યાકરણ શાસ્ત્રમાં કહેવાયેલા જે શબ્દો (પછી તે સ્વર હોય કે વ્યંજન) લૌકિક પ્રયોગમાં ન દેખાય તે 'ઇ' સંજ્ઞક જાણવા. “ઇ” સંજ્ઞા ‘તિ નપ/ચ્છતિ રૂતિ રૂ’ આમ સાન્વર્થ હોવાથી ‘ઇ' સંજ્ઞા પામેલા શબ્દો સ્વયં જ લૌકિક પ્રયોગમાંથી ચાલ્યા જશે. તેમના લોપ માટે બીજા સૂત્રની સહાયની જરૂર નથી.” આમ બધું જ કાર્ય માત્ર એક સૂત્રથી સાધી લીધું છે. તેથી લાઘવ સ્પષ્ટ છે. પાણિનિ વ્યાકરણ
સિદ્ધહેમ વ્યાકરણ ध्रुवमपायेऽपादानम् १.४.२४ जुगुप्साविरामप्रमादार्थानामुपसंख्यानम् १.४.२४ (वार्तिक) भीत्रार्थानां भयहेतुः १.४.२५ પરીનેરસોઢ: ૨.૪.ર૬ वारणार्थानामिप्सितः १.४.२७
अपायेऽवधिरपादानम् २.२.२९ अन्तों येनादर्शनमिच्छति १.४.२८ નનિતું: પ્રકૃતિ: ૨.૪.૩૦ મુd: પ્રમ: ૨.૪.૨૨ पञ्चमी विभक्ते २.३.४२
(5)
પાણિનિ વ્યાકરણમાં અપાદાનસંજ્ઞા કરવા ઉપરોક્ત પ્રથમ આઠ સૂત્રો જે રચ્યા છે, તેમજ માથુરા:પાનિપુત્રચ્યું: સુમારેતરા: વિગેરે પ્રયોગસ્થળે પંચમી વિભકિત સાધવા જે ૧૨.૩.૪૨' સૂત્ર રચવામાં આવ્યું છે. તે સઘળાયનું કાર્ય સિદ્ધહેમ વ્યાકરણમાં ખાલી ‘સપાડથરપારાનમ્ ૨.૨.૨૬' સૂત્રથી અપાદાન સંજ્ઞા કરી સાધી લેવામાં આવ્યું છે. કાર્ય શી રીતે સાધ્યું છે તે ‘સપાડવધિ ૨.૨.ર૬'સૂત્રના બૃહન્યાસમાં જોઈ લેવું. આટલા દાખલાઓ પરથી આપણે સમજી શકશું કે પાણિનિ વ્યાકરણમાં ક્યાંક ક્યાંક અતિવિસ્તાર થઇ ગયો છે. જો કે બીજા વ્યાકરણોના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો પાણિનિ વ્યાકરણમાં ઘણી સારપછે. કેમ કે આટલી વિશાળ સંસ્કૃત ભાષાને વ્યાકરણમાં ટૂંકમાં નહીંવત્ ક્ષતિઓ કરી સમાવી લેવી એ કાંઇ સહેલી વાત નથી. છતાં જે થોડું ઘણું લંબાણ થઇ ગયું છે અને મામૂલી ક્ષતિઓ રહી ગઈ છે તે જ અહીં દર્શાવવામાં આવે છે.