________________
પ્રકરણું ૧ લું
કેળવાએલી શ્રાવિકાથી થતા લાભ र चतुर्विधस्य संघस्य, समुन्नतिविधायिभिः । એક સાવ વિશ્વાસ, દીવા પ્રયત્નતા? હા શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી–એ ચાર પ્રકા-- રના સંઘની ઉન્નતિને કરનારા શ્રાવકેએ પ્રયત્નથી
સર્વ શ્રાવિકાઓને કેળવણું આપવી જોઈએ. જ ગૃહિણી પદને ધારણ કરનારો શ્રાવિકા જે વિદુષી હોય તો શ્રાવકસંસારમાં ઘણું લાભ થાય છે અને વિદુષી શ્રાવિકાથી આખે શ્રાવકસંસાર પ્રકાશી નીકળે છે. બાળકને કેળવણી આપવી એ તેમની માતાના હાથમાં છે, કારણ કે બાળક જમ્યા પછી મોટું થાય ત્યાં સુધી તે માતાના સહવાસમાં જ રહે છે. તેથી જેવા માતામાં ગુણ રહેલા હોય તેવા જ બાળકમાં આવે છે. માતાની જેવી બુદ્ધિ હોય તેવી બુદ્ધિ બાળક ધારણ કરે છે. માતાના જેવા આચાર, વિચાર, જ્ઞાન અને નીતિ હોય તેવા જ તે બાળકના હદયમાં પ્રતિબિંબિત થાય છે, માટે જે શ્રાવિકામાતા કેળવણી પામેલી હશે તે તેણીના સંતાનનાં હદયમાં કેળવણીનાં બીજ રોપાશે. સુબુદ્ધ અને સદાચારિણી શ્રાવિકાનાં સંતાને સુબુદ્ધ અને સદાચરણ થયા વિના રહેશે નહીં.
વિદુષી શ્રાવિકા આ સંસારના સદ્વર્તનને જાણનારી હોવાથી તેનામાં અનેક પ્રકારના ગુણે વાસ કરીને રહેલા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com