________________
[ ૫૬ ]
શ્રાવિકા
વિનય પ્રાપ્ત થાય, શ્રાવકધર્મ તથા શ્રાવકાચાર સુધરે અને દેવ, ગુરુ તથા ધર્મ ઉપર શ્રદ્ધા થાય, સારા પ્રમાણિક તથા નીતિમાન થવાય, લેાકેાપયેાગી, પરાપકારી અને ઉત્સાહી થવાય તથા ઊઁચ ધંધામાં કુશળ થવાય, આ બધા હેતુએ સિદ્ધ કરવાને માટે જ કેળવણીની આવશ્યકતા છે. તેથી જેવી રીતે એ હેતુઓ સિદ્ધ થાય તેવી રીતે તે સ ંપાદન કરાવવી જોઈએ. એવા કેળવણી પામેલા શ્રાવકસતાનને શરીર શી રીતે સંભાળાય ? મનને કેવી રીતે સ્વતંત્ર કરાય ? વ્યવહાર શી રીતે ચલાવી શકાય ? કુટુંબનુ પાષણુ શી રીતે થાય? જગતમાં સુખ પ્રાપ્ત કરવાનાં સાધના શો રીતે સંપાદન કરાય ? પેાતાની શક્તિઓને કેવી રીતે સદુપયેાગ કરાય ? અને આપત્તિના વખતમાં કેવી રીતે વર્તાય ? એ અધુ શિક્ષણ સારી રીતે સંપાદિત થાય છે અને આવું શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે જ માબાપાએ પેાતાના સતાનાને કેળવણી આપવાની જરૂર છે.
કેળવણીના વિષય ઘણુંા વિશાળ છે. તેને માટે જરાપણ ઉપેક્ષા કરવા ચેગ્ય નથી. બાળશિક્ષણ એટલુ બધુ ઉપયાગી છે કે તેને પેાતાને, તેના કુટુંબને, જ્ઞાતિને તેમજ આગળ ઉપર સમગ્ર દેશને હિતકારી થાય છે. આ બધી ખાખતના ખીજ બાલ્યાવસ્થામાં જ રાપાય છે. ત્યારપછી તેને જેવું જેવુ, સિંચન થાય છે તેવુ તેવુ તે વૃદ્ધિ પામીને સારાં ફળ આપનાર નીવડે છે. બાળકના સંબંધમાં સર્વ કરતાં વધારે ઉપયોગી અને લક્ષ આપવા ચેાગ્ય આ વિષય જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com