________________
સાધ
[ ૬૯ ]
સંતાનના ખરેખરા શત્રુ બને છે અને પેાતાના નિરપરાધી બાળકાના બધા ભવ બગાડે છે. આ હાનિકારક કુરિવાજે જૈન પ્રજામાં ભારે હાનિ પહોંચાડી છે. ઘેર ઘેર શ્રાવકસંસાર અધમ દશા ભાગવતા જોવામાં આવે છે, તેથી દરેક શ્રાવક ધુએ એ કુરિવાજના નાશ કરી દેવા જોઇએ અને જૈનપ્રજામાં થતી મેાટી પાયમાલીને અટકાવવી જોઇએ. એ પાયમાલીનું મૂળ કારણ જે ખાળલગ્ન છે તેવુ પણ ઉન્મૂલન કરી સાંસારિક ઉન્નતિના ઉત્તમ માર્ગને ગ્રહણુ કરવા જોઇએ. સુજ્ઞ શ્રાવક માખાપા જો દીર્ઘદષ્ટિથી વિચાર કરશે તેા તેમના જાણવામાં આવશે કે બાળલગ્નથી માટી હાનિ થાય છે. ખાળવયમાં વિવાહિત કરેલા શ્રાવકશિશુઓની માનસિક અને શારીરિક અને પ્રકારની સંપત્તિ નાશ પામે છે, ખાળવય એ ભવિષ્યના સંસારના મૂળ પાયેા છે. શ્રાવકસંસારરૂપી માટો મહેલ એ પાયા ઉપર ચણવાના છે, તેથી ખાલ્યવયથી જ તેમની મનેાવૃત્તિ ઉત્તમ માગે ઢારવવી, દુર્વ્યસનથી તેમને દૂર રાખવા, શૌળગુણથી સુÀાભિત કરવા, ધર્મના પવિત્ર સંસ્કારા તેમનામાં આરેાપિત કરવા, માયાળુ અને દયાભરેલી લાગણી તેમનામાં ઉત્પન્ન કરવી અને માર્ગાનુસારીના પાંત્રોશ ગુાનું પ્રવન તેમનામાં પ્રગટ કરવું-એ જ શ્રાવક માબાપાનુ શુદ્ધ અને ખરેખરું' કન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com