________________
સુબોધ
[ ૮૭ ] વધારનારા છે, તેથી કફ પ્રકૃતિવાળા પુરુષોને તેવા પદાર્થો આપતાં વિચાર કર. મેથી, તેલ, મરચાં, હીંગ અને બાજરી વગેરે પદાર્થો પિત્તને વધારનારા છે તેથી પિત્ત પ્રકૃતિવાળા પુરુષોને તેવા પદાર્થો આપવી નહીં. ખારા, તીખા અને ગરમ પદાર્થો પણ પિત્તને વધારનારા છે, તેથી પિત્ત પ્રકૃતિવાળા માણસે તેને ત્યાગ કરવો. આ પ્રમાણે બધા પદાર્થોના ગુણદોષ જાણવા જોઈએ. રાઈના કામમાં જે તેવું ઉપયોગી જ્ઞાન હોય તો તેના હાથની રસોઈ આરેગ્યને વધારનારી થઈ પડે છે. રસવતી કરનારી રામાએ પ્રથમ પિતાના પતિ અથવા પોતાના કુટુંબના માણસોની પ્રકૃતિ જાણી લેવી જોઈએ અને પછી તે પ્રમાણે રસવતીનું કાર્ય સર્વદા કરવું જોઈએ. રસોઈ કરતી વખતે રસોડાનો ભાગ સાફ રાખવો જોઈએ. ઉપર ઉલેચ બાંધવે અને ચૂલાની આસપાસ બરાબર તપાસ કરવી, જેથી કેાઈ જીવની હિંસા ન થાય. રસોઈ વખતે રસોઈનો સઘળો સામાન ગોઠવી રાખવો અને દરેક ચીજ સાફ કરી, નજરે જોઈ તૈયાર રાખવી. કેઈ પણ ચીજ પછીથી વારંવાર માગવી ન પડે તેની કાળજી રાખવી. શ્રાવકવએ રસોઈ કરવામાં ભક્ષ્યાભઢ્યને વિચાર રાખે. કઈ પણ કંદમૂળ, બહુબીજ કે બીજે અભક્ષ્ય પદાર્થ રસોઈમાં ન આવે તેની સંભાળ રાખવી. જ્યારે રાંધવાનું કામ શરૂ થાય ત્યારે તો ઘણું જ સંભાળ રાખવી. ચલાને તાપ બરાબર રાખો અને કોઈ પદાર્થ દાઝી ન જાય અથવા કાચો ન રહે તેની પૂર્ણ કાળજી રાખી રસોઈ બનાવવી. રસોઈના સર્વ પદાર્થો પરિપકવ અને સ્વાદિષ્ટ બનાવવા. પરિપકવ થયેલા પદાર્થો કલાઈવાળા પાત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com