________________
[ ૧૮ ]
શ્રાવિકા તંદુરસ્તી જાળવવા માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે સ્ત્રીઓ અનિયમિતપણે વર્તે તે તેના શરીરમાં આરોગ્ય રહેતું નથી અને તેઓ પોતાને માટે હમેશાં દરદો ઊભા કરતી રહે છે.
સુજ્ઞ શ્રાવિકાએ આ વિષે ધ્યાન રાખી વર્તવાનું છે. તેમાં જરા પણ પ્રમાદ કરવો ન જોઈએ. રેગ અને શત્રુ તરફ જે ઉપેક્ષા રાખવામાં આવે તો તે એકદમ વધી જાય છે, માટે તેને થતાં જ અટકાવવા જોઈએ.
૧ રેગ થવાનું કારણુ–કઈ પણ જાતને રોગ ઉત્પન્ન થાય તે તે શાથી થયે છે? તેનું પ્રથમ નિદાન કરવું. તેનું નિદાન કર્યા પછી તેને માટે ઈલાજ કરવો.
૨ માથે લોહીનું ચડવું–આ ભેજાને લગતું દરદ છે. તેને હમલે અચાનક થાય છે. તેનાથી માણસ પટકાઈને નીચે પડી જાય છે અને નાડી જોરમાં ચાલે છે. તેવા દરદીને ખુલ્લી હવાવાળા ભાગમાં લઈ જવું અને તેના શરીરનાં તંગ કપડાં ઢીલાં કરવાં અને તેને ઓડીંગણ મૂકી બેસાર અથવા સુવાડી દે. તેના માથા ઉપર ઠંડું પાણી રેડવું અથવા બરફ મૂકયા કરે અને તેના પગ પાણીમાં ભેળવા. જેને એ દરદ વારંવાર થતું હોય તેણે પેટની કબજીઆત થવા દેવી નહીં અને તેને હમેશાં હલકા ખેરાક ઉપર રાખવે. તેને તડકામાં ફરવા દે નહીં. એવા દરદીને કસરત તથા ખુલ્લી હવાની ઘણી જરૂર છે.
૩ હીસ્ટીરિયા અથવા ચમક–આ વ્યાધિ ઘણે ભાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com