________________
[ 6 ].
શ્રાવિકા દાન કરવું. અનાથ, અપંગ અને નિરાશ્રિત લોકોને દયાદાન કરી તેમના હૃદયની આશીષ સંપાદન કરવી. પિતાના સાધમી બંધુઓ કે સાધમી બહેનો દુઃખી થતાં હોય તેમને સહાય કરવી અને પતિની પાસે સહાય કરાવવી. આ કામ પુણ્યબંધનનું છે, તથાપિ તે સ્વતંત્રતાથી કરવું નહીં, પતિની આજ્ઞા લઈને કરવું. આ પ્રમાણે નવરાશના વખતને ઉપયોગ કરનારી શ્રાવિકા આ લેકમાં તથા પરલોકમાં સુખી થાય છે અને તેણીને શ્રાવકસંસાર સારી રીતે પ્રકાશી નીકળે છે. દરેક શ્રાવિકાએ વખતની કિંમત જાણવી જોઈએ. વખત એ અમૂલ્ય ચીજ છે, ગયે સમય ફરી વાર મળતો નથી, તેથી તેને જરા પણ વ્યર્થ ગુમાવ નહીં. સમયને ક્ષણેક્ષણે ઉપયોગ કરનાર માણસ આ સંસારમાં ઉન્નતિએ પહોંચી ઉત્તમ સુખ ભોગવે છે.
પ્રિય સાધમી બહેને ! આ ગૃહકાર્યવ્યવસ્થાના દશ પ્રકાર તમારા હૃદયમાં સ્થાપિત કરી તમારા પ્રવર્તનમાં તેની ચેજના કરજે. જે શ્રાવિકા એ દશ પ્રકારને ઉત્તમ હેતુ સમજી બરાબર તે પ્રમાણે વર્તે છે, તે શ્રાવિકા ખરેખરી કુળદીપિકા શ્રાવિકા કહેવાય છે. પ્રાચીન કુળદીપિકા આર્ય સ્ત્રીઓ એવા પ્રવર્તનથી જ પ્રખ્યાત થઈ છે અને તેમનું ઉજવલ પ્રવર્તન એથી જ આદરણીય ગણાયેલું છે. ગૃહસ્થ શ્રાવિકાએ ગૃહકાર્યની વ્યવસ્થામાં પ્રવીણ થવું જોઈએ અને તેને જ પિતાનું મુખ્ય કર્તવ્ય માનવું જોઈએ. એવી ઉત્તમ શ્રાવિકા બીજાને અનુકરણીય બને છે અને જગતમાં તેણીના ગૃહધર્મનું યશોગાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com