________________
સુબોધ
[ ૯૯ ] સ્ત્રીઓને જ થાય છે. જ્યારે હીસ્ટીરિયાને હુમલો થઈ આવે ત્યારે તરત તેને કેચ ઉપર સુવાડી તેના તંગ કપડાં ઢીલાં કરી માથા ઉપર ટાઢું પાણી રેડવું, મેઢા ઉપર ઠંડું પાણી છાંટવું અને હીંગ સુંઘાડવી.
જે મળી શકે તેમ હોય તે તેને જટામાંસી બેઆની ભાર લઈ દશ આંઉસ પાણી નાંખી તેનો ઉકાળો કરે. અને તે પા કલાક સુધી રાખી ઠંડે પાડી તેને ગાળી નાંખવે. પછી તેમાંથી બેથી ત્રણ આંઉસ જેટલે દહાડામાં ત્રણ વાર પાવે. તેથી એ દરદ શાંત પડી જાય છે. એ દરદીને ચા, કાફી વગેરે પાવા નહીં. શક્તિ આવે તે દૂધને ખોરાક આપવો અને દરરોજ તેને કસરત કરાવી ખુલ્લી હવામાં ફરવા દેવું. તેમજ તેને ચિંતામુક્ત કરવા પ્રયત્ન કરવો.
૪ ઊંઘ આવવાને ઉપાય–શાંતિથી ઊંઘ આવવી એ સારી તંદુરસ્તીનું મુખ્ય ચિહ્ન છે. જે રાત્રે બરાબર ઊંઘ ન આવે તો ખાધેલે ખેરાક પચતું નથી અને તેથી અજીર્ણ થઈ આવે છે. જે ઊંઘ ન આવતી હોય તે હાથના પોંચા અને પગના તળિયા ટુવાલે જોરથી ઘસાવવા–તેથી તરત ઊંઘ આવે છે.
સૂવા અગાઉ ગરમ પાણીએ નહાવાથી, દોડવાથી અથવા ખુલ્લી હવામાં ઝડપભેર ચાલવાથી બદનમાં એક સરખી રીતે લેહી ફરવા માંડે છે એટલે તરત ઊંઘ આવી જાય છે.
બીછાના ઉપર સૂતા પછી કોઈ બાબતને વિચાર કર નહિં અને જ્યાંસુધી ઊંઘ ન આવે ત્યાં સુધી નવકાર ગણવા એટલે ઊંઘ આવે છે અને માઠું સ્વપ્ન આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com