________________
પ્રકરણ
ET ER સ
૧૫ મું
દરદીની માવજત
ગુણી શ્રાવિકાએ દરદીની માવજત કરતાં શીખવું પૂર્વી જોઇએ. પૂર્વ જોઇએ. પૂર્વ કાળે પણ
E
જૈન આર્ય સ્ત્રીએ
રાગથી પીડાતા ગમે
તે શિક્ષણ સારી રીતે મેળવતી હતી. તે મનુષ્યને માટે ષષેાપચાર કરવા અને તેની માવજત કરવી તેને જૈનધર્મનાં પુસ્તકામાં પુણ્યમ ધનું કારણ કહેલું છે. દુ:ખી પ્રાણીને સુખી કરવાથી ઘણા જીવા ઉત્તમ ગતિને પામ્યા છે. તેને માટે શ્રી આદિનાથ પ્રભુના ચરિત્રમાં તેમના પૂર્વ ભવમાં જીવાનંદ નામના વૈદ્યશ્રાવકનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. ગૃહી અથવા મુનિની સારવાર કરનારા ઘણા જીવા ક ખપાવી કેવળજ્ઞાન પામી મેાક્ષગામી થયા છે. માંદા માણુસની કેવી રીતે સંભાળ લેવી ? હેરફેર કેવી રીતે કરવી ? તેને મલમપટ્ટો કેમ કરવા ? અને તેની ખાવાપીવાની સભાળ કેમ રાખવી ? એ બધુ દયાધમી શ્રાવિકાએ જાણવું જોઈએ. રાગથી રીખાતા રાગીને સારી માવજતથી શાંતિ મળે છે. તેની માવજત કરનાર સ્ત્રીએ કંટાળેા નહીં લાવતાં આનંદી પ્રકૃતિ રાખી, તે સાથે દરદીને ધીરજ આપી, ફ્રાસલાવી, સમજાવી તેની મરજી સાચવવાની સાથે યાગ્ય
ઉપચાર કરવા.
માંદા માણસને રહેવાનું સ્થાન લીંપીણુ પીને સ્વચ્છ રાખવું. તેની અંદર ખુલ્લી હવા આવે તેવી ગેાઠવણ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com