Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી 2. જૈન ગ્રંથમાળા
દાદાસાહેબ, ભાવનગર, - ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
5A2A૦૦૮
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
આઠ ત્રિભુવનદાસ ભાણજી સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૬ .
શ્રાવિકા સુબોધ
શ્રી જૈનધર્મ વિદ્યાપ્રસારક વર્ગ તરફથી પ્રસિદ્ધ થયેલ
શ્રાવિકા સુધ દર્પણમાંથી ઉદ્ધરીને શેઠ ત્રિભુવનદાસ ભાણજી જૈન કન્યાશાળા
કમીટીની ચેજનાનુસાર કન્યાઓ માટે
છપાવી પ્રસિદ્ધ કરનાર
શ્રી જૈનધર્મ પ્રસારક સભા
ભાવનગર
વીર સં. ૨૪૬૫ ]
[ વિક્રમ સં. ૧૯૯૫
મુદ્રક-શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહેાદય પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આ કન્યાશાળા નિમિત્તે છપાવેલા પુસ્તકનું લીસ્ટ ૧ કુમારિકા ધર્મ ૨ કુમારિકાને પત્ર ૩ કરિયાવર ૪ કન્યા સાધમાળા ૫ ઘરની લક્ષ્મી ૬ શ્રાવિકા સુધ
અનુક્રમણિકા
૧ કેળવણી પામેલી શ્રાવિકાનું યશોગાન (પદ્ય) ૨ પ્રકરણ ૧ લું. કેળવાયેલી શ્રાવિકાથી થતા લાભ ૩ પ્રકરણ ૨ જું. શ્રાવિકાને કેવું શિક્ષણ આપવું જોઈએ? ૧૩ ૪ પ્રકરણ ૩ જુ. સતી શ્રાવિકાના લક્ષણ ૫ પ્રકરણ ૪ થું. શ્રાવિકાનું પતિ પ્રત્યે કર્તવ્ય ૬ પ્રકરણ ૫ મું. શ્રાવકને શ્રાવિકા પત્ની પ્રત્યેનો ધર્મ ૭ પ્રકરણ ૬ ઠું. બાળશિક્ષણ ૮ પ્રકરણ ૮ મું. શ્રાવિકા માતાની ગુણાવળી ૯ પ્રકરણ ૯ મું. બાળકનો માતાપિતા પ્રત્યે ધર્મ ૧૦ પ્રકરણ ૧૦ મું. સંતાન તરફ માબાપનું કર્તવ્ય ૧૧ પ્રકરણ ૧૧ મું. વધૂધર્મ ૧૨ પ્રકરણ ૧૨ મું. પતિવશીકરણ ૧૩ પ્રકરણ ૧૩ મું. ગૃહકાર્ય વ્યવસ્થા ૧૪ પ્રકરણ ૧૪ મું. ગ્રહોપયોગી ચિકિત્સા ૧૫ પ્રકરણ ૧૫ મું. દરદીની માવજત.
(૨
૭
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
(
OOOOO
E
© 2000
008690,
સ્વર્ગસ્થ ભાઈ પ્રેમચંદ ત્રિભુવનદાસ ભાવનગર
Goooo0000
00000000
%e*
૦૦૦ee,
NGO
00000
)
0000
000000000
જન્મ સં. ૧૯૪૯ ના પોસ વદિ ૬ સ્વર સં. ૧૯૭૯ ના પ્રથમ જે વદિ ૧૧
''
00000[>
("3000
અos શ્રી મહાય પ્રેસ-ભાવનગર.
Page #6
--------------------------------------------------------------------------
________________
0
અર્પણ સ્વર્ગવાસી બંધુ પ્રેમચંદ માત્ર ૩૦ વર્ષની વયમાં આ અસાર સંસારની માયા તજી પંચત્વ પામેલા છે. તેમનું દીર્ધકાળ પર્યત સ્મરણ રહેવા માટે આ લઘુ પુસ્તક તેમની સરલતા, ધર્મ ચુસ્તપણું, કુટુંબપ્રિયતા, મિતભાષીપણું વિગેરે ગુણાથી આકર્ષાઈને તેમને આ લઘુ પુસ્તક અર્પણ કરવા અર્થાત્ તેમના નામ સાથે જોડી દેવા મારૂં મન આકર્ષાયું છે તેથી તેમના પ્રતિબિંબ સાથે આ અર્પણપત્રિકાનું જોડાણ કરવામાં આવ્યું છે.
આવા સરલ આત્મા લઘુવયમાં પણ આત્મહિત કરીને સ્વર્ગવાસી થાય છે તેનું આ અનુભવસિદ્ધ દષ્ટાંત છે. એમનું સ્મરણ એમના એક પુત્ર ને બે પુત્રી તથા સુશીલ ધર્મપત્નીના ગથી કાયમ રહ્યા કરે છે.
લઘુ બંધુ દામોદરદાસ ત્રિ
ooooooooooooooooooooooooooooooooooo
00000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રાવિકા સુએધ દણની પ્રસ્તાવનાના સાર સહિત
પ્રસ્તાવના
ચતુર્વિધ સંધમાં ગણાયેલી શ્રાવિકા આ તપ્રજાની આદ્ય પાળક અને પોષક જનની છે. પરમ પવિત્ર સતીપદની અધિકારિણી પણ તે જ છે. જૈનપ્રજાનુ' જાતીય મહત્ત્વ તથા જનમંડળનું ગૌરવ તેને આધારે રહેલુ છે. તે શ્રાવિકા કેળવણીરૂપ સુધાથી સિંચિત થઇ હાય તેા તેમના ઉદરથી જન્મ લઇ તેમને ખેાળે લાલિત-પાલિત થયેલી પ્રશ્ન પેાતાના જીવનનેા ઉત્ક મેળવી શકે છે. માતા સુશિક્ષિત અને ધાર્મિક હાય તા તેની સંતતિ સચ્ચારિત્ર તથા ધર્મિષ્ઠ થાય છે. સરસ્વતીની સેવા કરનારી શ્રાવકમાતા બાળકેાના અવિકસિત, એવા વિવેક અને ધર્માભાવને પરિસ્ફેટ કરવાને માટે વિચાર કરતી રહે છે, કેળવણી પામેલી માતા વિના, પુત્ર-પુત્રી સારી કેળવણી મેળવી શક્યાં નથી, એ વાત નિર્વિવાદ છે. એવા સંખ્યાબંધ પ્રમાણ આપણી સમક્ષ છે, તથાપિ આપણે જનમડળના સર્વાં પ્રકારના મ`ગળની ભૂમિરૂપ નારીજીવનની ઉન્નતિ કરવામાં આગળ વધતા નથી એ આપણા અક્ષમ્ય પ્રમાદ છે. આપણાં સર્વ પ્રકારનાં કર્તવ્યમાં મુખ્ય કાર્યાં જ શ્રાવિકાઓને સુશિક્ષા આપવાના પ્રબંધ કરવા એ છે. જ્યાં સુધી શ્રાવકમાતાએ સુશિક્ષિત બનશે નહીં, ત્યાં સુધી આ દેશની જૈનપ્રામાં પૌરુષત્વ તથા મનુષ્યત્વ ખીલશે નહીં અને તેમની સાંસારિક દુર્દશા પશુ દૂર થશે નહીં. જો મેટા અથવા નાના સંસારમાં શાંતિ અને સુખ વિરાજિત કરવાં હાય તેા કેળવણીના સ્વાદિષ્ટ ફળના સ્વાદ લઇ શાંત તથા ધાર્મિક બનેલી શ્રાવિકાએ તૈયાર કરવા તત્પર થવુ જોઇએ. આવા ઇરાદાથી આ લઘુગ્રંથની યાજના કરવામાં આવી છે. સ્ત્રીકેળવણીના ઉપયાગી લેખાના જૈન પ્રજા માટે વિશેષ પ્રસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
કરવાની પૂર્ણ આવશ્યક્તા છે અને તેને માટે નવી નવી પદ્ધતિ ઉપર લખાયેલાં પુસ્તક પ્રબુદ્ધ શ્રાવિકાઓના હાથમાં મૂકાય તો તેમના સ્ત્રીજીવનને સાર્થક કરવામાં તે સહાયભૂત થયા વિના રહેશે નહીં.
જેન સતીમંડળમાં આપેલા લેખમાં વિદ્યા, ધર્મ, નીતિ, આત્મજ્ઞાન, પતિ અને કુટુંબ પ્રત્યે કર્તવ્ય-એ વગેરે પ્રાચીનકાળની સર્વોત્તમ ગણાએલી જેન સતીઓના આભૂષણ છે તે અર્વાચીનકાળની સુશીલ શ્રાવકબાળાઓને વાસ્તવિક રીતે બોધકર્તા થઈ પડશે, એ નિશ્ચય થયા પછી શ્રાવિકાઓને વ્યવહારિક જ્ઞાન મળે તેવા વિષયે દાખલ કરી આ સતીધર્મોપયોગી શ્રાવિકાસુબોધન લેખ લખવામાં આવ્યું છે.
આ બુકમાં પ્રથમ ગૃહવાસમાં ગૃહિણી બનેલી શ્રાવિકાનું પિતાના પતિ પ્રત્યે શું કર્તવ્ય છે ? તે વિષે સારું વિવેચન કરવામાં આવ્યું છે. જેમાં સણું શ્રાવિકાનો ગૃહધર્મ ઉત્તમ પ્રકારે દર્શાવેલ છે. તે પછી સુશિક્ષિત શ્રાવિકાની સાથે તેના શ્રાવપતિએ કેવી રીતે વર્તવું જોઈએ ? એ વિષય ચર્ચા તેમાં ગૃહસ્થ શ્રાવકના કર્તવ્યને બંધ આપેલ છે અને ગ્રહવાસમાં શ્રાવિકાનું પ્રાધાન્ય કેટલે દરજજે છે ? એ વાત સ્પષ્ટ રીતે પ્રમાણ સહિત દર્શાવવામાં આવી છે. તે પછી સતી શ્રાવિકા કેવી હોવી જોઇએ ? સતી શ્રાવિકાને સદાચાર કેવો પ્રશંસનીય છે? અને સતીપદ જાળવવાને તેણુએ કેવી રીતે વર્તવાનું છે? ઇત્યાદિ સતીધર્મનાં લક્ષણે આપી એ વિષયને વિશેષ પુષ્ટિ આપવામાં આવી છે. તે પછી કેળવાએલી શ્રાવિકાથી ગ્રહવાસમાં કેવા લાભ થાય છે ? માતાના આચાર, વિચાર, જ્ઞાન અને નીતિ તેની પ્રજામાં પ્રતિબિંબિત થઈ શ્રાવકસંસારને કે સુશોભિત બનાવે છે ? એ વિષે સુબેધક વિવેચન કરવામાં આવ્યું છે. જે વાંચવાથી વાચકેના હદય ઉપર સારી અસર થયા વિના રહે તેમ નથી. તે સાથે અભણ
વિકાથી શ્રાવકસંસાર કે અધમ દશામાં આવી પડે છે? અને ગૃહસંસારમાં કેટલી વિબના ભોગવવી પડે છે ? એ પણ હેતુપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કરવામાં આવ્યું છે. કેળવણી પામેલી શ્રાવિકાના યશોગાનનુ એક મનાર જક ગીત પ્રારંભમાં આપી એ વિષયને સારે। પવિત કરવામાં આવેલા છે અને તેને સારી રીતે પ્રમાણભૂત બનાવ્યેા છે. વર્તમાનકાળે વિવિધ પ્રકારની શિક્ષણપદ્ધતિ પ્રવર્તે છે અને તેમાં શ્રાવિકાને કેવું શિક્ષણુ આપવાની જરૂર છે? તથા તે વિષયમાં કુવા કેવા વિષયા શ્રાવક કાંતાના કેમળ હૃદયમાં સ્થાપિત કરવા જોઇએ ? તે વિષેની ઉત્તમ પ્રકારની સૂચનાએ પણ પ્રદર્શિત કરવામાં આવેલી છે.
ઉપર પ્રમાણે શ્રાવિકાધ અને શ્રાવિકાકર્તવ્યનું દિગ્દર્શોન કરાવ્યા પછી શ્રાવિકાની માતા તરીકેની ફરજો બતાવવાને પ્રથમ ખાળશિક્ષણના ઉપયાગી વિષય સવિસ્તર દાખલ કરવામાં આવ્યા છે. ગૃહવાસમાં રહેનારા દંપતીના પ્રેમની મૂર્ત્તિ સ ંતતિ છે. તે સ ંતતિની સુધારણા કરવાને શ્રાવિકામાતાએ સદા તત્પર રહેવાનું છે; કારણુ કે, બાળકની ભવિષ્યની સ્થિતિના આધાર માતા છે, ઇત્યાદિ સવિસ્તર વિવેચન કરી એ વિષયને ક્રમાનુસાર ગ્રંથિત કરવામાં આવ્યા છે.
તે પછી બાલશિક્ષણના ઉપયાગી વિષયને ચર્ચી શ્રાવક માતાની ગુણાવળી, બાળકનેા માતાપિતા પ્રત્યે ધર્મ, સંતાન તરફ્ માબાપનું કવ્ય, વધુધમ, પતિવશીકરણ અને ગૃહકાર્યવ્યવસ્થાનુ સુબાધક બ્યાન આપેલું છે કે જે વાંચવાથી ગૃહિણી થયેલી શ્રાવિકા આ સંસારસાગર તરવાને ગૃહપતિને નાવિકા સમાન થઇ પડે. તે પછી ધર્મના સાધન રૂપ આ શરીરની આરેાગ્યતા રાખવાને માટે ગૃહાપયેાગી ચિકિત્સાના વિષય ટૂંકામાં આપ્યા છે, જે જાણવાથી ઉત્તમ ગૃહિણી પેાતાની અને પેાતાની પ્રજાની આરેાગ્યરક્ષિકા બની શકે છે. છેવટે દરદીની માવજત કરવાની ઉત્તમ શિક્ષા આપી આ મુક સમાપ્ત કરવામાં આવી છે.
શ્રાવિકાશિક્ષણ માટે આ અતિ ઉપયોગી છુક છે, તે જો દરેક જૈન કન્યાશાળામાં યુવાન સ્ત્રીઓને શિક્ષણ રૂપે વચાવવામાં આવશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અથવા સુશિક્ષિત ગૃહિણી શ્રાવિકાઓના કરકમળમાં મૂકવામાં આવશે તે તેમને તેમના ગૃહજીવનમાં તે એક પૂર્ણ સહાયભૂત થયા વિના રહેશે નહીં.
ભાવનગર ખાતે શેઠ ત્રિભુવનદાસ ભાણજી કન્યાશાળાનું સ્થાપન બહુ વર્ષોથી થયેલું છે તે શાળામાં સારું વાંચન પૂરું પાડવા માટે અમારી સભાને એક રકમ મમ શેઠ તરફથી સુપ્રત કરવામાં આવી છે તે રકમના વ્યાજમાંથી અમે આજ સુધીમાં પાંચ બુકે પ્રસિદ્ધ કરી છે તે ગ્રંથમાળાનું આ છ પુષ્પ છે.
આ બુકની ૫૦૦ નકલ સદરહુ કન્યાશાળાના વ્યવસ્થાપકેએ ભેટ આપવા નિમિત્તે છપાવી છે. તદુપરાંત વધારે નકલો અને અન્ય સજજનેને સામાન્ય કિંમતમાં આપવા માટે છપાવેલ છે. મૂળ બુકમાંથી જરૂરી પ્રકરણે જ આ બુકમાં લીધા છે તે આ સાથે આપેલી અનુક્રમણિકાથી સમજી શકાય તેમ છે. સદરહુ શ્રાવિકાસુબોધદર્પણના પ્રસિદ્ધકર્તા શ્રી જૈન વિદ્યા પ્રસારક વર્ગને અમે અંત:કરણથી આભાર માનીએ છીએ.
માગશર શુદિ ૧૧
|
કુંવરજી આણંદજી
ભાવનગર
સ. ૧૯૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી ભરફેસરની સઝાયમાં આપેલા પ્રભાતે સંભારવા લાયક સતી સ્ત્રીઓના નામે
--જી૧ ફુલસા ૨ ચંદનબાળા ૩ મનેરમા ૪ મદનરેખા ૫ દમયંતી ૬ નર્મદા સુંદરી ૭ સીતા ૮ નંદા
૯ ભદ્રા ૧૦ સુભદ્રા ૧૧ રાજીમતી ૧૨ ઋષિદના ૧૩ પદ્દમાવતી ૧૪ અંજના
૧૫ શ્રીદેવી ૧૬ જ્યેષ્ઠા ૧૭ સુષ્ઠા ૧૮ મૃગાવતી ૧૯ પ્રભાવતી ૨૦ ચિલ્લણ
૨૧ બ્રાહ્મી રર સુંદરી ર૩ રૂપિણું (રૂકુમિણ) ૨૪ રેવતી ૨૫ કુતિ ૨૬ શિવા
૨૭ જયંતિ ૨૮ દેવકી ૨૯ ‘પદી
૩૦ ધારિણી ૩૧ કળાવતી કર પુષ્પચૂલા ૩૩ પદ્માવતી ૩૪ ગોરી ૩૫ ગંધારી ૩૬ લક્ષ્મણ ૩૭ સુસીમા ૩૮ જાંબુવતી ૩૯ સત્યભામાં ૪૦ રૂકમિણી ૪૧ યક્ષા
જર ક્ષદિન્ના ૪૩ ભૂતા
૪૪ ભૂતદિન્ના ૪૫ સેણા ૪૬ વેણ ૪૭ રણ
આ ૪૭ માં ૧ પદ્માવતી, ૨ જ્યેષ્ઠા, ૩ સુચેષ્ટા, ૪ મૃગાવતી, ૫ પ્રભાવતી અને ૬ ચિલ્લણ આ છ ચેટકરાજાની પુત્રીઓ છે. સાતમી શિવા પણ તેમની પુત્રી છે.
૩૩ થી ૪૦ સુધીની આડ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી છે. ૪૧ થી ૪૭ સુધીની સાત સ્થળભદ્રની બહેનો છે.
* = = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સેળ મહાસતીઓના નામ ૧ બ્રાહ્મી-શષભદેવની પુત્રી-ભરતચકીની બહેન ૨ સુંદરી-ઝાષભદેવની પુત્રી–બાહુબલિની બહેન ૩ ચંદનબાળા–વીરપ્રભુને છમાસી તપને પારણે અડદના
બાકલા હારાવનાર-દધિવાહન રાજાની પુત્રી. ૪ રામતી–ઉગ્રસેન રાજાની પુત્રી-નેમિનાથની વલ્લભા ૫ દ્વિપદી પાંચ પાંડવેની સ્ત્રી-દ્રુપદરાજાની પુત્રી ૬ મૃગાવતી–શતાનીક રાજાની સ્ત્રી-ચેડારાજાની પુત્રી ૭ સુલસા-મહાવીર પ્રભુની શ્રાવિકા–નાગ સાથેવાહની સ્ત્રી ૮ સીતા-રામચંદ્રબળદેવની સ્ત્રી–અગ્નિપ્રવેશનું ધીજ કરનાર ૯ સુભદ્રા-કાચે તાંતણે ચાલણી બાંધીને કૂવામાંથી પાણી
કાઢી તે છાંટીને ચંપાનગરીના દ્વાર ઉઘાડનાર ૧૦ શિવા–ચંડપ્રદ્યતન રાજાની સ્ત્રી-ચેડારાજાની પુત્રી ૧૧ તા–સમુદ્રવિજયાદિ દશ દશાહુની બહેન-પાંડવોની માતા ૧૨ શીલવતી–આ સતીને રાસ છપાયેલો છે. (૪૭માં તેનથી) ૧૩ દમયંતી–નળરાજાની સ્ત્રી-સંકટમાં પણ શીળ જાળવનાર ૧૦ પુ૫ચૂળા–પાશ્વનાથજીની મુખ્ય સાધ્વી ૧૫ પ્રભાવતી–ઉદયન રાજાની સ્ત્રીચેડા રાજાની પુત્રી ૧૦ પાવતી–દધિવાહન રાજાની સ્ત્રી-ચેડા રાજાની પુત્રી
સેળ સતીની સઝાયમાં એક ગાથા કૌશલ્યા-રામચંદ્રની માતા સંબંધી છે, પણ તે પ્રક્ષેપ જણાય છે, કારણ કે તે નામ ગણતા ૧૭ થાય છે અને ૪૭ માં તે નામ નથી.
ચેડારાજાની ૭ પુત્રીમાંથી આમાં જ્યેષ્ઠા, સુયેષ્ઠા ને ચિલ્લણ એ ત્રણ નામ નથી, બીજા ૪ નામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૩
શ્રાવિકા સુબોધ
-
કેળવણી પામેલી શ્રાવિકાનું યોગદાન
ગરબી (જાણ્યું જાણ્યું હેત તમારું જાદવા–એ રાગ) ધન્ય ધન્ય તે જગમાં સગુણ શ્રાવિકા, ધરતી જે સબોધતણે શૃંગાર જે શિયળ સાચવી સત્ય વચન મુખ ભાખતી, પ્રિય પર ધરતી અંતર પ્રેમ અપાર જે. ધન્ય૧ સ્વામિસેવા કરતી સાચા નેહથી, પતિ આદેશ વિના નવ કરતી કાજ જે
જનની સમ જાણુને સાસુ સેવતી, ગૃહસંભાળ કરે જાણ નિજ રાજ જે. ધન્ય૦ ૨. ૪જનક સમાન સદા સસરાને માનતી, નણંદી બહેન ગણીને વત્તે આપ જે
૧ બોલતી. ૨ પતિની આજ્ઞા વિના. ૩ માતા સમાન.૪ પિતા સમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
[ ૨ ]
હળીમળીને ચાલે વિનય વધારતી, લેતી લલના ઊંચા કુળની છાપ જો. વિવિધ કરી રસવતી જમાડે નાથને, પરવારીને જ્ઞાનવારિમાં ન્હાય જ; પ્રેમે પુસ્તક વાંચી ખેાધ વધાસ્તી, શિક્ષણ લેતાં હૃદયે હરખ ન માય જો,
શેાકાતુર સ્વામીને દેખી સુંદરી, મધુર વચનથી પતિ દુ:ખ હરવા ધાય જો; ધીરજ આપી ધણીના શેક સમાવતી, તત્પર થાતી સાથે કરવા સ્હાય જો. પ્રિયતમના પ્રિયજનને અતિ સન્માનતી, નમ્રવદન થઇ ચાલે ચતુરા ચાલ જો; ઊંચે સાદે કદી નવ ખાળા ખેાલતી, નિજ ગૃહસુખમાં સાષે ધરી વ્હાલ જે.
યુદ્ધ દેવ ગુરુ ધર્મ વિષે શ્રદ્ધા ધરી, સમક્તિ સેવા કરતી શ્રાવક નાર જો; પર્વતણા વ્રત કરતી સુખ સમંતા ધરી, શ્રાવક કુળના સફળ કરે અવતાર જો.
શ્રાવિકા
ધન્ય ૩
ધન્ય૦ ૪
ધન્ય
ધન્ય દ
ધન્ય છ
૫ સ્ત્રી. ૬ રસાઈ ૭ જ્ઞાનરૂપી જળમાં. ૮ નીચું મુખ કરીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ૧ લું
કેળવાએલી શ્રાવિકાથી થતા લાભ र चतुर्विधस्य संघस्य, समुन्नतिविधायिभिः । એક સાવ વિશ્વાસ, દીવા પ્રયત્નતા? હા શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી–એ ચાર પ્રકા-- રના સંઘની ઉન્નતિને કરનારા શ્રાવકેએ પ્રયત્નથી
સર્વ શ્રાવિકાઓને કેળવણું આપવી જોઈએ. જ ગૃહિણી પદને ધારણ કરનારો શ્રાવિકા જે વિદુષી હોય તો શ્રાવકસંસારમાં ઘણું લાભ થાય છે અને વિદુષી શ્રાવિકાથી આખે શ્રાવકસંસાર પ્રકાશી નીકળે છે. બાળકને કેળવણી આપવી એ તેમની માતાના હાથમાં છે, કારણ કે બાળક જમ્યા પછી મોટું થાય ત્યાં સુધી તે માતાના સહવાસમાં જ રહે છે. તેથી જેવા માતામાં ગુણ રહેલા હોય તેવા જ બાળકમાં આવે છે. માતાની જેવી બુદ્ધિ હોય તેવી બુદ્ધિ બાળક ધારણ કરે છે. માતાના જેવા આચાર, વિચાર, જ્ઞાન અને નીતિ હોય તેવા જ તે બાળકના હદયમાં પ્રતિબિંબિત થાય છે, માટે જે શ્રાવિકામાતા કેળવણી પામેલી હશે તે તેણીના સંતાનનાં હદયમાં કેળવણીનાં બીજ રોપાશે. સુબુદ્ધ અને સદાચારિણી શ્રાવિકાનાં સંતાને સુબુદ્ધ અને સદાચરણ થયા વિના રહેશે નહીં.
વિદુષી શ્રાવિકા આ સંસારના સદ્વર્તનને જાણનારી હોવાથી તેનામાં અનેક પ્રકારના ગુણે વાસ કરીને રહેલા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[૪]
શ્રાવિકા તેથી તે પિતાના પતિને સુખદાત્રી થાય છે. વ્યવહારના વિષમ માર્ગમાંથી શાંત થઈ કંટાળી ગયેલા પોતાના પતિને વિદુષી શ્રાવિકા પોતાનાં સંદર્યથી અને મધુર વચનથી પ્રસન્ન કરે છે. પોતે સુજ્ઞ હોવાથી પોતાના સ્વામીને સહાય કરવા ઊભી રહે છે અને હિંમતના બળમાં વધારો કરે છે. વળી તે સમજે છે કે–પતિને સુખી રાખવા” એ મારે ધર્મ છે, તેથી તે પોતાના પતિની સખારૂપ થઈ, તેની સાથે સુખદુઃખની વાત કરી, તેના અંતરને આનંદ આપે છે. કેળવાયેલી શ્રાવકકાંતા પિતાના ગૃહરાજ્યને સારી રીતે ચલાવે છે. ગૃહપતિરૂપ રાજાને સલાહથી સુખી કરનાર સચિવ બને છે અને પતિને માથેથી ગૃહભાર ઓછો કરાવે છે. એથી પતિ ગૃહચિંતામાંથી મુક્ત થઈ સુખે સુખે પોતાને ઉદ્યોગ કરે છે. વિદુષી શ્રાવિકા પ્રેમનું સ્વરૂપ સારી રીતે સમજે છે, એટલે તે પિતાના પતિ ઉપર, પિતાના કુટુંબ ઉપર, પિતાની કેમ ઉપર, પિતાના સાધમી ઉપર, પોતાના ગામ ઉપર અને છેવટે પોતાના દેશ ઉપર પ્રેમ રાખે છે, તેથી તે બધાને લાભ કરનારી થઈ પડે છે. પ્રાચીન અનેક વિદ્વાનો પિતાના અનુભવ ઉપરથી લખે છે કે જે કઈ વખતે કુટુંબ, જ્ઞાતિ, નગર કે દેશને ઉદ્ધાર થયે હેય તે વિદુષી વનિતાઓથી જ થયેલો છે. વિદ્વાન સ્ત્રી પ્રેમ, સંપ, ભક્તિ અને શાર્યને વધારે કરે છે અને એવી રીતે કેળવાયેલી કુલીન કાંતા જનમંડળ ઉપર ઘણી અસર કરે છે. સુજ્ઞ અને સદ્દગુણ વિદ્વાન શ્રાવિકાના મુખની સંસ્કાર પામેલી વાણી સત્વર હૃદયને આદ્ધ કરે છે અને તેના ઉપદેશને આદર આપવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે. સ્ત્રીનું જ્ઞાન બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ પ ] જ્ઞાની થવા લલચાવે છે, સ્ત્રીને વિદ્વાન જોઈને અભણ પુરુષોને ભણવાનું મન થાય છે અને ભણતરની ભવ્યતાને માટે તેમના હૃદચમાં મેટું માન ઉત્પન્ન થાય છે. જે શ્રાવક માતાએ વિદ્વાન હોય તે તેમનાં સંતાને તે માતા પાસેથી સારું શિક્ષણ મેળવી ઉત્તમ નિકળે છે. ઘણી વિદુષી માતાના વિદ્વાન પુત્ર થયેલા છે અને તેના અનેક દાખલાઓ આ પૃથ્વી ઉપર બનેલા છે. આ ઉપરથી જે દેશની દારાઓ જ્ઞાનવતી હોય તે દેશ સમૃદ્ધિવાન્ થાય છે; કારણ કે વિદ્વાન માતાના બાળકો વિદ્વાન થવાથી તે દેશની સર્વ પ્રજા કેળવાયેલી થાય છે અને કેળવણુંના પ્રભાવથી તેમનામાં કળાકૌશલ્ય પ્રાપ્ત થાય છે.
જ્યારે કળાકૅશલ્ય વૃદ્ધિ પામે એટલે તે દેશ ઉન્નતિના શિખર ઉપર આવે છે. સાંસારિક ઉન્નતિને આધાર સ્ત્રીઓની કેળવણું ઉપર રહેલો છે. કેળવાયેલી કાંતા ગૃહિણી હોય અને ઘરમાં તેની સત્તા હોય તો તે સંસારની શોભા અલકિક બને છે. પ્રાચીન કાળે આહંત ધર્મના ચરિતાનુગમાં એવા સેંકડો દષ્ટાંતો બનતા હતા.
એક ગૃહસ્થનું કુટુંબ વિદ્વાન અને સંપથી વર્તનારું હતું. ગૃહપતિ પોતાની વિદ્વાન સ્ત્રી, વિદ્વાન પુત્ર અને વિદ્વાન પુત્રીઓના પરિવારમાં બેસી વિદ્યાવિદ કરતો હતા. પરસ્પર ધાર્મિક અને વ્યવહારિક પ્રશ્નોત્તર થતા અને ઉત્તમ પ્રકારે શંકા સમાધાન થતા હતા. ધાર્મિક પર્વને દિવસે વિદ્વાન શ્રાવકકુટુંબે એકઠા થઈ ધર્મચર્ચા કરતા અને પિતાના જ્ઞાનમાં વધારે કરતા હતા.
સાંપ્રત કાળે જેનપ્રજા જેટલી સ્ત્રીકેળવણુના મહાન્ લાભથી વિમુખ રહે છે, તેટલી તે ઉન્નતિના અંતરાયની ભેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રાવિકા થતી જાય છે. જ્યાં સુધી શ્રાવિકાઓ કેળવણી લઈ સુધરશે. નહીં, ત્યાં સુધી શ્રાવકને કેવળ સુધારો કે જ્ઞાન કશા ઉપ
ગનાં નથી. ગમે તેવા મંડળે બંધાય, ગમે તેવા સમાજે સ્થપાય અને ગમે તે જ્ઞાનનો ફેલાવો થાય, પણ જ્યાં સુધી શ્રાવિકાઓના હૃદયમાં જ્ઞાનામૃતની ધારા વહેશે નહીં ત્યાં સુધી તે બધી જનાઓ નિષ્ફળ થવાની છે. જ્યારે શ્રાવક અને શ્રાવિકા બંને વિદ્યાના સંસ્કારથી સુધરી પરસ્પરની ફરજ બજાવશે ત્યારે જ તેમની વચ્ચેના પવિત્ર પ્રેમને રંગ જામશે અને ત્યારે જ સર્વ પ્રકારે સુખસંપત્તિ સંપાદન થશે, પરંતુ જ્યાં શ્રાવકપનીમાં એક શિક્ષિત અને એક અશિક્ષિત હોય ત્યાં તેમનાં હૃદયની પ્રેમગ્રંથિ બંધાશે નહીં વિદ્વાન શ્રાવકનું હૃદય અજ્ઞાન સ્ત્રી ઉપર ઠરતું નથી અને વિદુષી શ્રાવિકા અજ્ઞાન પતિથી પ્રસન્ન થતી નથી. એથી તે ડું કજોડાનું ઉપનામ પ્રાપ્ત કરી યાજજીવિત દુઃખી થાય છે. તેને માટે એક સંસ્કૃત કવિ લખે છે કે – . यदि ज्ञानवती नारी, अज्ञानः पुरुषो भवेत् ।
न तत्र दंपतीधर्मो, न प्रेम न सुखं भवेत् ॥ १॥
“જ્યાં સ્ત્રી ભણેલી હાથ અને પુરુષ અભણ હોય ત્યાં દંપતી સ્ત્રી પુરુષને ધર્મ, પ્રેમ અને સુખ હતા નથી. ”
જ્યાં એક ભણેલ અને એક અભણ, એક ચતુર અને એક જડ, એક ઉદ્યોગી અને એક આળસુ, એક સુઘડ અને એક ગંદુ, એક સદાચારી અને એક દુરાચારી, એક વિવેકી અને એક અવિવેકી, એક નમ્ર અને એક ઉદ્ધત, એક આસકત અને એક વિરક્ત અને એક ધમી અને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ] અધમીં–આ પ્રમાણે વિવિધ પ્રકારના કડા હોય ત્યાં પરસ્પર શી રીતે મન મળે? જ્યાં મન મળે નહીં–બને નહીં ત્યાં પવિત્ર પ્રેમની આશા તે ક્યાંથી જ હોય ? અને જ્યાં પવિત્ર પ્રેમ ન હોય ત્યાં સુખ કયાંથી મળે ?
જે શ્રાવકના ઘરમાં અજ્ઞાન–અભણ, મૂર્ખ અને ફુવડ સ્ત્રી હોય તે શ્રાવકને સંસાર અધમ દશામાં આવી પડે છે. તેના સંતાનો દુરાચારી થાય છે. તેના કુટુંબમાંથી સુખ, સગુણ અને સંપત્તિ એ સઘળાનો નાશ થાય છે. તેને માટે એક કવિ લખે છે –
સહન બધું સંસારમાં થાયે જે અનિવાર, સહન ન થાયે પણ કદી, મળે અભણુ જે નાર. ૧
માટે શ્રાવિકાને કેળવણી આપવી જોઈએ. જ્યારે સર્વ સ્થળે શ્રાવિકાઓમાં કેળવણીને પ્રચાર થશે, ત્યારે જ શ્રાવકસંસાર ભારતની સર્વ પ્રજામાં પ્રશંસનીય ગણાશે. અનાદિ કાળથી જે શ્રાવકસંસાર વખણાતે આવે છે, તે અત્યારે નિંદાપાત્ર બન્યું છે તેનું કારણ શું? તેના કારણને વિચાર કરશે તે જણાઈ આવશે કે શ્રાવકમમાં સ્ત્રીકેળવણુને અભાવ છે. જ્યારે સ્ત્રીકેળવણીરૂપ કલ્પલતાની શીતળ છાયા નીચે શ્રાવકબાળાઓ આશ્રય લેશે ત્યારે જ શ્રાવકસંસારમાં સર્વ પ્રકારના મનવાંછિત પૂરાં થશે અને ધર્મને ઉદ્યોત પણ વૃદ્ધિ પામશે.
કેળવાયેલી શ્રાવકબાળા સાસરે આવતાં જ પોતાના હદયમાં વિચાર કરશે કે, “હવે હું દુહિતા નથી પણ એક વધુ થયેલી છું. મારા જીવનને આ બીજો વિભાગ છે. આજ સુધી જે પિયરમાં રહીને મેં સગુણે સંપાદન કરેલા છે તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રાવિકા
7,
પરીક્ષા આપવાનું જ આ સ્થળ છે. મારા પૂજ્ય માતાપિતાએ મારા હૃદયમાં જે કેળવણીરૂપ કલ્પલતાનાં બીજ વાવ્યાં છે, તેનાં મૂળ આ સ્થાને ચાખવાનાં છે. હવે મારા જીવનનુ આધિપત્ય મારા પતિને મળે છે. આ જીવનના નિયામક અને નિર્વાહક પણ એ જ છે. ” આ પ્રમાણે વિચાર કરતી વિદુષી શ્રાવિકા પછી પોતાના પતિગૃહમાં સારી રીતે વર્તે છે અને આખા શ્વસુરકુટુંબને અનુપમ આનદ આપે છે. કેળવણી પામેલી શ્રાવિકા પેાતાના પતિને જણાવે છે કે– “ સ્વામિનાથ ! હું હવે તમારી છુ અને તમે મારા છે. હવેથી ચાવજીવ તમે મારા પ્રાણાધાર છે. હું તમારા સુખદુ:ખની ભાગિયણુ છું. તમે મારાથી અંતર રાખશે નહીં અને હું તમારાથી અંતર નહીં રાખું. મારું હૃદય અને તમારું હૃદય એક જ છે. મારી વાણી અને તમારી વાણી એક છે. તમે અને હું માત્ર શરીરથી જુદાં છીએ; બાકી અંતરથી આપણે અને એક જ છીએ. તમે જ મારા ઇષ્ટ મિત્ર અને સુજ્ઞ સલાહકાર છે. હું શિક્ષણીય છું અને તમે શિક્ષક છે. મારું તન, મન અને ધન એ સ તમારું જ છે. આપણે મને આ સંસારરૂપ શકટની ધુરાને વહુન કરનારાં છીએ. આપણે ધાર્મિક અને સાંસારિક બંને કા માં સહચારી છીએ. આપણે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી જૈનધર્મના નિયમ અને નીતિ પ્રમાણે ચાલવાને અંધાયા છીએ. આપણે જિનપૂજા અને જિનભક્તિ કરી આ શ્રાવકજન્મને સાર્થક કરવાને તત્પર રહીશું અને શ્રાવકસ ંસારની રહેણીકહેણી પ્રમાણે ચાલીશું, ચલાવીયુ અને બીજાને અનુમાઇનનુ કારણ આપીશું. ” આવા નમ્ર અને વિદ્વત્તાભરેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૯ ] વાકયે સુશિક્ષિત શ્રાવિકાના મુખમાંથી જ નીકળે છે. તેથી કેળવણ પામેલી કાંતા આ સંસારમાં સુખદાયિની થાય છે.
જે શ્રાવિકાએ કેળવણું લીધી નથી તે શ્રાવિકાથી શ્રાવકને આ સંસારનો લહાવે મળતું નથી. અભણ–અજ્ઞાન શ્રાવિકાવાળું ઘર સ્મશાન કે અરણ્યના જેવું શૂન્ય લાગે છે. તેમાં જે વિદ્વાન પતિ હોય અને સ્ત્રી અજ્ઞાન હોય તો તેમને બધો સંસાર અવ્યવસ્થિત અને દુઃખમય થાય છે. અભણ ભાર્યાને ભર્તા દિવસના ચંદ્રની જેમ નિસ્તેજ દેખાય છે. કળાધર ચંદ્ર પૂર્ણ હોય પણ શુક્લ પક્ષની રાત્રિ વિના તે જરા પણ શોભાયમાન લાગતું નથી. તેમ પતિ કળાવાન હોય પણ જે તેને સહવાસમાં વિદ્વાન વનિતા ન હોય તે તે સુશોભિત દેખાતો નથી. કેળવણી પામેલી શ્રાવિકાથી સંસાર કે શોભે છે, તેને માટે એક કવિ કહે છે –
દેહરા અસાર આ સંસારમાં, લે હેય સુસાર, જ્ઞાનવતી ગુણધારિણી, સદ્ય મેળવે નાર. ૧ વનિતા જે વિદુષી મળે, સફળ કરે અવતાર, સુખ સંપત ભગવાસમાં, અધિક મળે આ વાર. ૨ જે નર પાપે નિર્મળી, નારી સગુણ ધાર; તે નર આ ભવવારિને, બને સુખે તરનાર. ૩ જ્ઞાન ધરી જે શ્રાવિકા, ગૃહાવાસમાં જાય; ગૃહસુખ પામી પૂર્ણ તે, જગત વિષે વખણાય. ૪ ૧ સાર વગરના. ૨ સારો સાર. ૩ તત્કાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રાવિકા
""
સાંપ્રતકાળે કેટલાએક અલ્પમતિ મનુષ્યા કહે છે કે “ સ્ત્રીઓને કેળવણી આપવી એ અનુચિત છે, કેળવણી પામેલી સ્ત્રીએ સ્વતંત્ર બની જાય છે અને તેથી કુળમર્યાદાનુ ઉલઘન કરે છે. લખતાં વાંચતાં શીખેલી યુવતીએ અનીતિને રસ્તે દેારાવાને સભવ છે. સુધરેલી શ્યામાએ પેાતાના પતિને ગણતી નથી અને સ્વત ંત્રપણે વર્તે છે, તેથી સ્ત્રીઓને કેળવણી આપવી એ ઘણું જ નઠારું કામ છે. ગૃહનું કામકાજ કરવાની અધિકારી એવી સ્ત્રીને ભણાવીને શું કરવું છે ? તેને કાંઇ કમાવા મેાકલવાની નથી, તેમ તેને નેાકરી કરવા જવાનુ નથી, તેા શામાટે તેને ભણાવવી ? ભણેલી ભામિનીએ ભમી જાય છે અને પછી તેમાં મગાડ થાય છે. આવું કહેનારા લેાકેા તદ્ન અલ્પ મતિવાળા છે. તેમણે તે વિષે દી વિચાર કર્યો જ નથી. તે કેળવણીના મધુર ફળથી તદ્દન અજ્ઞાત છે. તેમના અજ્ઞાની હૃદયમાં કેળવણીના પ્રભાવની પ્રતિભા પડી નથી. તેને ખબર નથી કે કેળવણીથી સ્ત્રીના બધા દુર્ગુણેા નાશ પામે છે અને પેાતાનું કર્ત્તવ્ય શું છે તેને તે સારી રીતે સમજી શકે છે, એટલે કેળવણી પામેલી સ્ત્રીમાં કાંઇ બગાડ થતા નથી. જે સ્ત્રીએ ભ્રષ્ટ થઈ બગડી જાય છે તે કાંઈ કેળવણીથી બગડતી નથી, પણ સ્રીજાતિના સ્વભાવને લઇને કુસ ગથી તેએ ખગડી જાય છે. જેના સ્વભાવ જન્મથી નઠારા હોય છે તેને પછી કેળવણીની અસર જોઇએ તેવી થતી નથી. તેને જો ખરાબ સેાખત લાગે છે તે તે સત્વર કુમાર્ગે ચાલનારી થઈ જાય છે. તેવી અધમ સ્ત્રીએ તે કેળવણી ન પામી હાય તા પણ ખગડે છે અને પેાતાના ખને કુળને કલંકિત કરે છે. જગતમાં કાંઇ એવા નિયમ નથી કે, ફેળવણી પામેલી ખગડે અને કેળવણી વગરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૧૧ ] ન બગડે. સ્ત્રી જાતિને જે નઠારી સંગત થઈ હોય તો તે ભ્રષ્ટ થયા વિના રહેતી જ નથી.
હવે અહીં એટલે વિચાર કરવાને છે કે-કેળવણી કેવી જાતની હોવી જોઈએ ? કેવળ વ્યવહારની કેળવણી આપવી ન જોઈએ તેમ કેવળ શુષ્ક ધર્મની કેળવણી પણ આપવી ન જોઈએ. એક જ જાતની કેળવણી આપવી, એ અધૂરી કેળવણી કહેવાય છે. એવી અધૂરી કેળવણીની ખરી અસર તેણીના મન પર થતી નથી અને તેને લીધે તેણીના હૃદય પર ધર્મના પવિત્ર સંસ્કાર લાગતા ન હોવાથી અને તે અરસામાં નઠારી સોબત થઈ જવાથી તે સ્ત્રી ખરાબ નીકળે છે, તેથી શું કેળવણીને દેષ દે? કદી નહીં. કેળવણી એ વિદ્યા છે અને વિદ્યા–જ્ઞાન એ સદા પવિત્ર છે. જે સ્ત્રીને ધર્મ તથા નીતિનો બાધ નથી, તે જ સ્ત્રી નઠારી સોબતમાં પડી અકાર્ય કરે છે. પણ જે શ્રાવિકા શુદ્ધ શ્રાવકકુળમાં જન્મી હોય તેને ધર્મ તથા નીતિની કેળવણી આપવાથી તે સદાચારી શ્રાવિકા બને છે અને પ્રાણ જતાં સુધી પણ પોતાના શિયળને ભંગ કરતી નથી. જે સ્ત્રો લખવા વાંચવાનું શીખ્યા છતાં દુરાચાર કરે તે સ્ત્રીને કેળવાયેલી સમજવી જ નહીં. જેણીના હૃદયમાં કેળવણીની ખરી છાયા પડી હેય તે બાળા કદી પણ અકાર્ય કરતી નથી. વળી સ્ત્રીને કેળવણી આપવી એ કાંઈ કમાવાને માટે કે નોકરી કરવાને માટે આપવાની નથી પણ તેની કેળવણીને ખરે ઉપગ ગૃહવ્યહવાર ચલાવવામાં, સંતતિને રક્ષણ તથા શિક્ષણ આપી શ્રાવકરત્ન કે શ્રાવિકારત્ન બનાવવામાં, પિતાના પ્રિય પતિને અનેક રીતે ઉપયોગી થઈ પડવામાં અને શ્રાવિકાપણના જન્મને સાર્થક કરવા વગેરે કાર્યોમાં કરવાનું છે. સ્ત્રીનું હૃદય પુરુષ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રાવિકા કોમળ હોય છે, તે કોમળ હદય ઉપર જે કેળવણીની સારી છાપ પાડવામાં આવે તો તે છાપ તેણુના અંત:કરણમાં એવી ઊંડી પડે છે કે જેની અસર ઘણા વખત સુધી ટકી રહે છે. સ્ત્રીઓ કેળવણીથી બગડતી હોત તે પ્રાચીન કાળની સતી સ્ત્રીઓએ જગતમાં જે જે પરાક્રમે કરેલા છે તે કરત જ કેમ? પૂર્વકાળે શ્રાવિકાઓને માટે પ્રથમ લક્ષ વિદ્યા ભણાવવા ઉપર આપવામાં આવતું. સતી સુંદરી, શિવા, રુકિમણી, રેવતી, સુલસા, ચંદનબાળા, દમયંતી, કુંતી, દેવકી, દ્રૌપદી, ધારિણી, અંજનાસુંદરી અને નર્મદા સુંદરી વિગેરે ઘણી સ્ત્રીઓ ભણેલી હતી. તેઓએ વિદ્યાના પવિત્ર પ્રભાવથી સતીપદ પ્રાપ્ત કર્યું હતું અને ભારતની આર્યપ્રજાને પોતાની બુદ્ધિના પ્રભાવથી ચક્તિ કરી હતી.
એ રીતે જે સ્ત્રીએ શુદ્ધ કેળવણી લીધી હોય તે કદી પણ દુરાચારને રસ્તે ચાલતી નથી. કેળવણીને પ્રતાપ જ અલોકિક છે, માટે શ્રાવિકાઓને આહંત ધર્મની તથા આહંત નીતિરીતિની કેળવણી આપવી જોઈએ, એટલું જ નહીં પણ તેઓને બાલ્યવયમાંથી જ સારી સંગતમાં રાખવી જોઈએ. તે સાથે સતીઓનાં ચરિત્ર, નીતિના પુસ્તક અને ધર્મ સંબંધી શાસ્ત્રો તેને વંચાવવા જોઈએ. વળી તે સાથે પ્રાઢ વયમાં ગૃહવ્યવહારને ઉપયોગી થઈ પડે તેવા વિષયોનું જ્ઞાન આપી તેને પ્રવીણ બનાવવી જોઈએ. આ પ્રમાણે કરવાથી શ્રાવિકાઓ સદગુણ બને છે અને તેઓ પતિના તથા પિતાના ઉભય કુળને દીપાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ
શ્રાવિકાને કેવું શિક્ષણ આપવું જોઈએ?
વકની બાલિકા જ્યારે સ્પષ્ટ બોલનારી અને સમજણવાળી થાય ત્યારે તેણને કન્યાશાળામાં મોકલીને અથવા ઘેર રાખીને શિક્ષણ આપવાને પ્રબંધ કર જોઈએ. જ્યારે તેને વાંચતાં
લખતાં આવડે એટલે તેણીને ગૃહશિક્ષણ અને ગૃહકાર્યને અર્થે ધર્મ તથા નીતિની કેળવણી સાથે, વ્યવહારેપયોગી ઊંચા પ્રકારનું જ્ઞાન આપવાના પ્રકારે જવા જોઈએ. તેમને શુદ્ધ વાંચતાં લખતાં અને ઉપયોગમાં આવે એટલું ફક્ત ભૂગોળ, ઈતિહાસ, વ્યાકરણ અને ગણિત તથા ઘરના આવક જાવકને હિસાબ રાખવા જેટલું દેશી નામું વગેરેનું જ્ઞાન આપવું. વિશેષ જ્ઞાનમાં આરોગ્ય વિદ્યા, પદાર્થ વિજ્ઞાન તથા પાકશાસ્ત્રનું અનુભવસિદ્ધ શાસ્ત્રીય જ્ઞાન, અર્થશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, માંદાની માવજત, ઘર કુટુંબમાં ઉપયોગી થાય એટલું વૈદક જ્ઞાન, બાલરક્ષણ, બાલશિક્ષણ, ગૃહવ્યવસ્થા, કુટુંબનાં કપડાં વેતરી સીવતાં સાંધતાં, સુંદર ભરત ભરતાં, મોજાં, ગલપટ્ટા તથા પુષ્પના અલંકાર ગુંથતાં, લાકડા, માટી, મીણ, લાખ અને કાગળ વગેરેના જુદી જુદી જાતનાં નકશીદાર નમૂની કાતરતાં, કાપતાં અને બનાવતાં, રૂમાલ, આસનીયા વગેરે વણતાં, નેતર ભરતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
શ્રાવિકા
જાતજાતના રંગનું કામ કરતાં, ચિત્ર, તંદુરસ્તી રાખવાના ઉપાય, છેકરાને બુદ્ધિ, ગુણુ અને રૂપવાળા અને અંગમાં સુÀાભિત બનાવવાના નિયમા, રજોદન, ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સમયે સંભાળ રાખવાની સમજણ, સંગીત, વાદ્ય અને તાલની સમજણુ અને પાપકાર તથા સખીદિલ રાખવાની પદ્ધતિ વગેરે અનેક પ્રકારની કેળવણી આપવાની ઘણી જરૂર છે.
આ બધી વ્યવહારની કેળવણી કહેવાય છે. તે સાથે ધર્મની કેળવણી આપવી જોઇએ. સામાયિક, પ્રતિક્રમણ, નવ તત્ત્વ, દંડક, સાયણુ, કર્મ ગ્રંથ અને ખીજા ધાર્મિક વિષયાનું ઊંચું જ્ઞાન શ્રાવિકાને આપવું. ધાર્મિક જ્ઞાન સારી રીતે સંપાદન કરવાથી બુદ્ધિ નિર્માળ થાય છે અને તેને અંગે ગૃહવ્યવહારની ઊંચી કેળવણી મળે છે. ધર્મના જ્ઞાનથી જીવદયા પાળવી, શુદ્ધ વ્રત આચરવાં, તપસ્યા કરવી અને વિડલેાની સેવા કરવી તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક અને સાંસારિક કેળવણી પામેલી શ્રાવિકા શીલ સાચવતાં, પરાણાચાકરી કરતાં, પતિસેવા કરતાં, પતિ વિદેશ જાય ત્યારે વતાં, યેાગ્ય જનને ચેાગ્ય માન આપતાં, પારકાના હૃદયને પારખતાં, સજ્જન દુજ નને ઓળખતાં, ગૃહકુંટું બ આરાગ્ય રહે તેમ કરતાં, માતાપિતા, છેકરાં, સાસુ સસરા, ભાઇ, દિયર, જેઠ, નણુંદ વગેરે સગાસ્નેહી સાથે વતાં, દુરાચારી પતિને સુધારતાં, રસવાળી રસાઈ કરતાં, પીવાના પ્રવાહી પદાર્થો બનાવતાં, ત્યાજ્ય પદાર્થ એળખતાં, સચિત્ત અચિત્ત પારખતાં, પ્રાસુક પદાર્થો બનાવતાં, બાળકોને ઉપદેશ આપતાં, સાસરે જતી પુત્રીને શિખામણુ આપતાં, સતી સ્ત્રીઓના જન્મચિરત્રા વાંચી તેમાંથી ઉત્તમ ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સુખાધ
[ ૧૫ ]
ગ્રહણ કરતાં, પેાતાની કુલીનતા રાખતાં, સરખી સાહેલીએની સાથે મળી મધુર ગીતા ગાતાં, મધુર સ્વરથી સ્તવને વિગેરે ખેલતાં, દુષ્ટ પુરુષના પંજામાંથી યુક્તિથી બચી જતાં, બાળકાને રમાડતાં, વિપત્તિના વખતમાં ઉદરનિર્વોડ અર્થ પેાતાને યાગ્ય કાર્ય કરતાં, દંભીને જાણી લેતાં, ખીજાના વચનમાંથી સાર સમજી લેતાં, સુઘડતાથી ઘરની ચીજો ગેાઠવતાં, સ્વચ્છ અને સુંદર પહેરવેશ પહેરતાં, પરમેશ્વરની ભક્તિ કરી જિંદગીનું સાર્થક કરતાં, સામાયિક પ્રતિક્રમણ વગેરે ધર્મની ક્રિયાઓ કરતાં, સર્વ કાર્ય માં જયણા જાળવતાં, મેાક્ષ અર્થે આત્મજ્ઞાન મેળવતાં, સદ્ગુણી તથા સતી સ્ત્રીની પરીક્ષા કરી તેની સંગત કરતાં, ચાકરનેાકર સાથે ચેાગ્ય રીતે વતાં, કુળમર્યાદા રાખી વ્યવહારમાં પ્રવર્તન કરતાં, મુસાફરીમાં અથવા બીજા અણુધાર્યા પ્રસંગમાં પરપુરુષ સાથે કામ પડે તે વખતે સાવચેત રહી વર્તતાં અને પાપી સ્ત્રી તથા પાપી પુરુષના ફાંસામાં ન ફસાતાં તે સારી રીતે સમજે છે. આવી શ્રાવિકા પેાતાના જીવનને સુધારી બીજાના જીવનને સુધરાવે છે અને ખીજાને દષ્ટાંતરૂપ થઈ આ જગતમાં સત્કીર્ત્તિનું પાત્ર મની પરલેાકમાં સદ્ગતિ મેળવે છે, એવી શ્રાવિકાઓનાં જીવન આ જગતમાં પ્રશંસનીય બન્યા છે. અને તેમનાં યશેાગાન સદાકાળ આર્ય પ્રજામાં ગવાયા કરે છે. જે જે જૈન સતીઓ આ જગતમાં ધર્મ અને સતૂક થી વિખ્યાત થયેલી છે અને જેમના અનુકરણીય ચરિત્ર ચિતાનુયાગમાં ગવાય છે તેવી સતી શ્રાવિકાઓના જીવનના આરભકાળ ઉત્તમ હતા. શ્રાવિકાએ શું શું શીખવુ જોઇએ અને શું શું કરવું જોઇએ ? એ શિક્ષણ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રાવિકા
પ્રથમ સારી રીતે આપવામાં આવતું હતુ. તેમના જીવનને આરંભકાળ તેવા ઉત્તમ શિક્ષણથી અલંકૃત થતા હતા.
પ્રિય હેંના ! આ વાત તમારા હૃદયમાં ધારણ કરજો અને ઉત્તમ પ્રકારે લક્ષમાં લઇ તમારા જીવનના આરંભકાળ સુધારો. એમ કરવાથી તમે શુદ્ધ શ્રાવિકા થઇ તમારા જીવનને ઉજજવળ કરી શકશે અને અંતે ધર્મ તથા કીર્ત્તિ અને સંપાદન કરી આ મનુષ્યજીવનની સાર્થકતા કરવા શક્તિમાન થશે.
સદ્ગુણી સ્ત્રીઓએ પેાતાના જીવનના આરંભકાળમાં સર્વ ગુણા શીખી લેવા જોઇએ. પેાતાની સવ ઇંદ્રિયાને વશ રાખી શુદ્ધ અંત:કરણથી પતિસેવા કરવી એ જ સ્ત્રીનું કન્ય છે અને તે કબ્ય ઉત્તમ પ્રકારના શિક્ષણથી સમજાય છે. જ્યારે શ્રાવિકાને ઉત્તમ શિક્ષણ મળે છે, ત્યારે તે સર્વ દુર્ગુણાથી દૂર રહી પેાતાના વકસ'સારને દીપાવે છે અને એજ શ્રાવકભામિનીનું ખરું આભૂષણ છે. એ ખરું ભૂષણ પ્રાપ્ત કરવાના અધિકાર ઉત્તમ પ્રકારના શિક્ષણથી મળે છે. માટે સર્વ શ્રાવિકાએએ તન, મન અને ધનથી આદ્ય શિક્ષણના ઉત્તમ કાળ સુધારવા પ્રયત્ન કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ
સતી શ્રાવિકાનાં લક્ષણ એક તી શ્રાવિકા સ્ત્રીકેળવણી સંપાદન કરી પિતાના જો શ્રાવક પતિ ઉપર ત્રિકરણ શુદ્ધિથી પવિત્ર પ્રેમ રાખે છે, સર્વ રીતે તેને અનુકૂળ રહી તેની આજ્ઞા માન્ય કરે છે, પતિની પવિત્ર ભક્તિ સિવાય બીજી ઈચ્છા રાખતી નથી, સાસુસસરાને માતાપિતા ગણું તેની નિર્મળ હદયથી સેવા કરે છે અને પિતાના નેત્રમણિ નાથની રજા સિવાય કોઈ પણ કાર્ય કરતી નથી. તે પોતાના પતિની સેવામાં જ પિતાનું સિભાગ્ય છે એમ તે સારી રીતે સમજે છે.
સદગુણી સતી શ્રાવિકા પિતાના પતિને આ સંસારના સુખદુઃખનો સાથી ગણે છે, પતિ સૂતા પછી સૂવે છે અને પતિ જાગ્યા પહેલાં જાગી સુઘડતાથી ગૃહકાર્ય કરે છે, પિતાના ભેજનરસિક પતિને રસદાર રસવતી કરી જમાડે છે અને પછી પતિની આજ્ઞા લઈ પોતે જમે છે. ગૃહકાર્ય નિયમસર કરી તેમાંથી પરવારી ધર્મ તથા નીતિને બધા આપનારાં પુસ્તકો વાંચી જ્ઞાન સંપાદન કરવાને તે કાળજી રાખે છે અને પતિની પાસેથી હમેશાં પોતાના શિક્ષણમાં વધારે કરવાની ઈચ્છા રાખે છે. આવી સ્ત્રી સતી શ્રાવિકા કહેવાય છે. આવી સતી શ્રાવિકા પોતાના પતિને સર્વ પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રાવિકા
સહાય આપવાને સદા તત્પર રહે છે અને કદી શ્રાવકપતિ સંસારની આપત્તિરૂપ સિરતામાં મગ્ન થઈ ગયા હોય તે તેને સસ્મિતવદને મધુર શબ્દો કહી તેના શાકાનલને શાંત કરે છે. તે હમેશાં પતિના સહવાસમાં જ રહેવાની ઈચ્છા રાખે છે . અને પિયરના માહ ન રાખતાં સર્વદા પતિની સહચારિણી થવાની ચાહના રાખે છે. કમલિની જેમ સૂર્ય થી અને કુમુદિની જેમ ચન્દ્રથી પ્રફુલ્લિત થાય છે તેમ સતી શ્રાવિકા પેાતાના સ્વામીના દર્શનથી સદા પ્રફુલ્લિત રહે છે અને પતિથી વિયુક્ત રહેવાને કદી ઇચ્છતી નથી. તે સ્વામીની સહચારિણી થઇ સ્વામીના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવા ઈચ્છા રાખે છે. વળી તે પોતાના સ્વામીમાં સ્વાર્થ બુદ્ધિ નહીં રાખતાં નિ:સ્વાર્થ પણે સ્વામી. ઉપર ભક્તિભાવ રાખે છે.
સતી શ્રાવિકા પેાતાના સ્વામીનાં સંબધીઓને સન્માન આપે છે, સાસુસસરાને માતાપિતા તુલ્ય ગણે છે અને ન તથા દેરાણી જેઠાણીને પેાતાની બહેનેા ગણે છે. પતિ, સાસુ, નણુ ૬ કે સખીઓના સાથ વિના તે એકલી ઘરખહાર જતી નથી અને કેાઈ ગૃહકાર્ય પ્રસંગે તેમની સાથે બહાર જવું પડે તે નીચી દષ્ટિ રાખીને જ ચાલે છે, પતિના મનને ર્જન કરવા બની મહેનત કરે છે, પેાતાનાં કુળની મર્યાદા રાખવા કોઇની સાથે રાષથી કે ઊંચે સ્વરે ખેાલતી નથી અને પતિથી કે વડિલથી કાંઇ છુપાવતી નથી. પ્રમાદથી કે અજાણે પાતાથી કાઈ જાતની ભૂલ થઈ ગઇ હાય તે તેને નહીં છુપાવતાં ખુલ્લેખુલ્લી પ્રગટ કરે છે. જો પેાતાને કાંઈ સંતતિ થઇ હોય તા તેમનું તે પ્રેમથી પાષણ કરે છે અને પેાતાના સંતાનેાને ધાર્મિક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
સુમેાધ
[ ૧૯ ]
વિદ્વાન અનેહિંમતવાળાં મનાવવા કેાશિશ કરે છે, ખાળકેળવણી કે સ્ત્રીકેળવણીના સાધના તેમને સંપાદન કરાવવાને ઉત્સાહથી ઉમંગ રાખે છે અને સદા શાંત સુશીલ થઈ શ્રાવકસસારને શેશભાવે છે. તે સતી શ્રાવિકા કહેવાય છે.
સતી શ્રાવિકા કદી પણુ અશુભ કાર્ય માં ભાગ લેતી નથી, પતિનું મન કચવાય તેવુ કાંઇ પણ કામ કરતી નથી, કદી દેવસમાન સ્વરૂપવાળા બીજો પુરુષ દૃષ્ટિએ પડે તે પણુ તેને તુચ્છ ગણી પાતાના પતિમાં જ સંતાષ માને છે, કદી કાઇ ઉત્સવ પ્રસંગે લેાકેાની ભીડમાં બીજા પુરુષના સ્પ થઈ જાય તે પણ મનમાં જરા પણ વિકાર પામતી નથી, પરપુરુષની સામે એકી નજરે જોતી નથી, જો કદી બીજા પુરુષને ખેલાવવાની જરૂર પડે તે તેને ભાઈ બાપ સમાન ગણી મેલાવે છે અને તેવી પવિત્ર ષ્ટિએ તેની સામું જુવે છે, કદી પેાતાનેા પતિ રાગી કે ખાડખામીવાળા હાય, અથવા દુર્વ્યસની કે દુર્ગુણી હાય, તથાપિ તે તેને ઇષ્ટ દેવ તુલ્ય ગણીને સદા સંતુષ્ટ રહે છે, પેાતાના પતિ તરફથી જે મળતું હાય તેમાં સંતાષ માની તેથી વિશેષની ઈચ્છા રાખતી નથી, કદી કાઇ ધન, વૈભવ કે બીજા ઉત્તમ સુખના લેાભ બતાવી લલચાવે તા પણુ પાતાના પતિ ઉપર અભાવ કરતી નથી અને પરપુરુષને ધિક્કારી કાઢે છે. વળી તે એવી મર્યા દાથી વર્તે છે કે પેાતાના અંગના કાઈ પણ ભાગ પરપુરુષની દ્રષ્ટિએ પડવા દેતી નથી. તેણી પેાતાના મનમાં નિશ્ચય કરે છે કે, પતિ જીવતા સુધી પતિના ને પોતાના મરણ પછી અગ્નિના જ સ્પર્શ થવા જોઇએ. તેમજ તે પાતાનું શરીર દેખાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
શ્રાવિકા અથવા મર્યાદા ન સચવાય તેવાં બારિક વસ્ત્રો ધારણ કરતી નથી, પગની ઘૂંટી અને ઉદર વિગેરે શરીરના ભાગે ઢંકાય એવી રીતે વસ્ત્ર પહેરે છે, મંદગતિએ ચાલે છે, સદા મુખ હસતું રાખે છે. હમેશાં મર્યાદાભરેલાં વચને બોલે છે, કદી પણ ઊંચે સ્વરે હાસ્ય કરતી નથી, બીજ કેઈની ચેષ્ટા જોતી નથી તેમ કરતી નથી અને હમેશાં ઉત્તમ, શોભતો અને સાંપડતો પિશાક પહેરે છે. તેણે પોતાનું સૌભાગ્ય દર્શાવવા મર્યાદિત શંગાર સજી રાખે છે, કદી પિતાને પતિ ધનાઢ્ય કે અધિકારો હોય તે પણ તેને મદ રાખતી નથી, સર્વની સાથે વિનય તથા વિવેકથી વર્તે છે અને ધાર્મિક કેળવણ લઈ સદાપિતાના શ્રાવિકાધર્મ પ્રમાણે વર્તે છે. સમ્યક્ત્વ ને શ્રાવકના વ્રત અંગીકાર કરી તે સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજાદિ કરે છે, દહેરે ઉપાશ્રયે જઈ પતિની આજ્ઞાનુસાર ધર્મકાર્ય કરે છે, પિતાની સારી સ્થિતિ હોય તે દાનપુણ્યમાં પ્રવૃત્તિ રાખે છે, પરોપકાર કરવામાં પિતે તત્પર રહી પતિ પાસે પરોપકાર કરાવે છે, પોતાથી બને તેવા નિયમે ગ્રહણ કરે છે, સારાં પુસ્તકો વાંચે છે અગર સાંભળે છે, વાંચેલાં પુસ્તકમાંથી સાર લઈ તે પ્રમાણે વસે છે, સદ્દગુણ અને પતિવ્રતા સ્ત્રીઓની સોબત કરે છે, દુર્ગુણથી દૂર રહે છે, અને પોતાનામાં જે ગુણની ખામી જણાય તે ગુણ મેળવવાનો પ્રયત્ન કરે છે. પિતૃગૃહના કરતાં પતિગૃહ પર તેણી વધારે પ્રેમ રાખે છે. સર્વની સાથે સંપથી વસે છે, મુખમાંથી કટુ વચન કાઢતી નથી, પ્રમાદ રાખતી નથી, ઘરનાં બધાં કામ સુઘડતાથી કરે છે, વખતનો ઉપયોગ નિયમ પ્રમાણે કરે છે, સર્વ ઉપર સમાન દષ્ટિ રાખી નિપક્ષ
પાતપણે વરે છે અને પિતાને જન્મ શ્રાવકકુળમાં થયો છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૨૧ ] માટે પોતાને કૃતાર્થ માને છે તેમજ શ્રાવિકાપણના જન્મને શી રીતે કૃતાર્થ કરે તેનું ચિંતન અહોનિશ કર્યા કરે છે. આવી રીતે વર્તનારી શ્રાવિકા ખરેખરી સતી શ્રાવિકા કહેવાય છે.
પ્રકરણ ૪ થું
શ્રાવિકાનું પતિ પ્રત્યે કર્તવ્ય જગતમાં ગૃહવ્યવહારનું સૂત્ર સ્ત્રી તથા પુરુષ બંનેથી ચાલે છે. દયિતા અને પતિ એ બંને
આ નામ ઉપરથી “દંપતી” શબ્દ ઉત્પન્ન થયે છે. શ્રાવકદંપતીમાં શ્રાવક અને શ્રાવિકા ઉભય આવે છે અને શ્રાવકસંસારનું મહાયંત્ર એ ઉભયથી જ ચાલે છે. શ્રાવકનું ૌરવ શ્રાવિકાથી વિશેષ છે, કારણ કે શ્રાવક એ પુરુષજાતિ હોવાથી તેની શારીરિક સ્થિતિ, સ્વાભાવિક મનોબળ, શક્તિ અને વ્યવહારનીતિ વિગેરે ઉપર વિચાર કરતાં પુરુષ જાતિને લઈને તે બેમાં શ્રેષ્ઠ છે, તેથી ગૃહવ્યવહારનો નાયક શ્રાવક ગણાય છે. વળી તે સર્વને પિષક હેવાથી કુટુંબનાં ભરણપોષણ અને રક્ષણને સઘળો આધાર તેના પર રહેલે હોય છે. ગૃહપતિ કુટુંબનું ભરણપોષણ કરનાર હોવાથી ભર્તા કહેવાય છે, પાલન કરનાર હોવાથી પતિ કહેવાય છે, કામના પૂરી કરનાર હોવાથી કાંત કહેવાય છે, પવિત્ર પ્રેમને આપનાર હોવાથી પ્રિય કહેવાય છે, શરીરને ધણું હોવાથી સ્વામી કહેવાય છે અને પ્રાણને આધાર આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
શ્રાવિકા
નાર હાવાથી પ્રાણનાથ કહેવાય છે. એવા શ્રાવકપતિ પેાતાની પત્ની શ્રાવિકાના સર્વ રીતે રક્ષક તથા પાલક હાવાથી ગૃહરાજ્યના રાજા કહેવાય છે. શ્રાવક માતાપિતાએ, ગૃહી ગુરુ, દેવ, અગ્નિ અને હજારો મનુષ્યેાની સાક્ષીએ, પેાતાની પુત્રીના જે પતિ કરેલા છે તે અગ્નિની પ્રદક્ષિણા વખતે આ જૈન મંત્રાના ઉચ્ચાર સાથે વિવાહિત થયેલ છે. તેવા શ્રાવકપતિ તરફ કુલીન શ્રાવિકાએ ઘણા જ વિનયથી વવાનુ છે. શ્રાવિકા જો પેાતાના ગૃહસ્થપણાના ધર્મને અને કબ્યને સત્ય રીતે બજાવવાની ઇચ્છા રાખતી હાય તે તેણીએ પેાતાના પતિની સાથે પૂજ્યભાવથી વર્તવુ જોઇએ. શ્રાવિકાએ પાતાના પતિ ઉપર નિર્માળ પ્રીતિ રાખવી, તેની મનેાવૃત્તિને અનુકૂળ રહી તેની મરજી સાચવવી અને તેની આજ્ઞા પાળવી એ જ શ્રાવિકાને માટે ખરેખરી પતિસેવા છે. જે શ્રાવિકા પેાતાના મનને વશ રાખી કેાઈ
જાતની સ્વાર્થ બુદ્ધિ રાખ્યા સિવાય ત્રિકરણ શુદ્ધિથી એટલે શુદ્ધ મન, વચન અને કાયાથી પતિની સેવા કરે, પતિને જ પેાતાના આધાર ગણે અને પતિસેવામાં જ પેાતાના કન્યધમ માને, તે જ પતિવ્રતા, સાધ્વી, શિયળવતી સતી કહેવાય છે.
·
સદ્ગુણી શ્રાવિકાએ જાણવુ જોઇએ કે તેણીના ગૃહસ્થધર્મના પાલનનેા આધાર પતિ ઉપર છે. ગૃહસ્થપણામાં રહીને શ્રાવિકાને જે ધર્મ, વ્રત અને તપ કરવાના છે, તેમજ તેના ઉદ્યાપન ઉત્સવ વગેરે આચરવાનાં છે, તે અધાં કાર્યો તેના પતિથી જ સિદ્ધ થાય છે, તેથી શ્રાવિકાના ધર્મસહાયક પણ પતિ જ થઈ શકે છે. એટલે તે તેણીને પૂજ્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૨૩ ] માન્ય, સેવ્ય તેમજ ભક્તિ અને આરાધના કરવા યોગ્ય છે. સ્ત્રીને પતિ એ જ આ સંસારમાં સાચા સાથી છે, સહાયક છે અને ધર્મસંપાદક છે. પતિની શુદ્ધ હદયથી સેવા કરનારી શ્રાવિકાને તે પતિસેવા કામધેનુ છે, ચિંતામણિ છે અને એ જ તેને પ્રિય તથા હિતકર્તા છે, એટલું જ નહિ પણ એ જ તેને કલ્યાણદાતા છે.
કુલીન શ્રાવિકાએ એવા પતિની સેવામાં તત્પર રહેવું જોઈએ, પતિની આજ્ઞા સિવાય કાંઈ પણ કાર્ય કરવું ન જોઈએ અને જે શુભ કામ કરવાનું હોય તો પણ પતિની આજ્ઞા મેળવ્યા વિના કદી ન કરવું. શ્રાવિકાઓ જે પોતાના હદયમાં વિચારશે તે તેમને માલૂમ પડશે કે આ સંસારમાં સ્ત્રી જાતિને સર્વ પ્રકારનું સુખ પતિથી જ છે, તેના વડે જ તે અનેક પ્રકારના વૈભવો ભેગવી શકે છે, તેનાવડે જ તેને શણગાર શેભે છે, તેનાથી જ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી કહેવાય છે, તેનાથી જ તે પુત્રરત્નવાળી થાય છે અને આ લેક તથા પરલેકનાં શુભ કાર્ય સાધી શકે છે.
આ સંસારમાં શ્રાવકાને તેને પતિ ગુરુની જેમ સન્માર્ગ બતાવે છે, પિતાની જેમ હિત કરે છે, માતાની જેમ મમતા રાખે છે, આમની જેમ વિશ્વાસ લાવે છે અને તે ખરેખર પૂજ્ય, જીવનાધાર અને પ્રાણસમ છે. આવા અમૂલ્ય લાભ આપનારા પતિની સેવા કરવામાં કુલીન શ્રાવિકાએ તત્પર રહેવું જોઈએ, પવિત્ર પ્રેમથી તેની સેવા કરવી, તેની મર્યાદા સાચવવી, તેને માન આપવું અને તેની તરફ પૂજ્યબુદ્ધિ રાખવી, પતિનું અપમાન કે તિરસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
શ્રાવિકા કરો નહીં અને દરેક વખતે તેની સેવામાં હાજર રહેવું. ભેજન, શયન, આસન અને ગમન-એ બધી ક્રિયામાં સ્ત્રીએ પતિની બરદાસ ઉઠાવવી. જ્યારે તે જમવા બેસે ત્યારે તેણુએ તેને મધુર રસોઈ કરી રાખેલી પીરસવી. જમાડવામાં સાવચેતી રાખી વર્તવું. જ્યારે તે બહારથી આવે ત્યારે તેને માટે જળપાન હાજર કરી તેની મનવૃત્તિ પ્રમાણે તેણે વર્તવું, તેને ઊભા થઈ માન આપવું અને તેનું મન ઉદ્વેગમાં હોય તો તે ખુશી થાય તેવી રીતે તેની પાસે વર્તવું, પ્રિય લાગે તેવી લાભકારક વાતો કરી તેના મનનું રંજન કરવું અને જે તે કદી નાખુશ થઈ જાય તો ધીરજ રાખી મીઠા વચનામૃતથી તેને શાંતિ આપવી. કુલીન શ્રાવિકાએ કદી પણ પતિની સાથે વાદવિવાદ કર નહીં. કદી નીતિની ભૂલ માલુમ પડે તો તેને ગુસ્સાથી નહીં કહેતાં ધીરજ રાખી શાંતપણે યુતિથી સમજાવી મધુર વાણીથી તેણે કહેવું, અને વૃથા ક્રોધ કરી મનમાં આવે તેમ બોલવું નહીં. જેમ પતિનું મન પ્રસન્ન થાય તેમ તેણે કરવું, કદી પણ પતિની સાથે વિશ્વાસઘાત કરવો નહીં. તેનું મન દુભાય એવું કાંઈ પણ પ્રવર્તન કરવું નહીં, પતિની સાથે હાસ્યવિનેદ કરી તેના હદયને આનંદ આપ, કદી પણ કર્મયેગે જે પિતાના પતિ ઉપર કાંઈ આપત્તિ આવી પડી હેય, તે તેને ધીરજ આપી તેના દુઃખમાં ભાગીઅણુ થવું અને જે તે પ્રસંગ આવે તે પિતાની જાતને દુખ આપીને પણ પતિને મદદ આપવી. કદી પતિને વેપારમાં મોટું નુકશાન થયું હોય અને નાણાની પૂરેપૂરી તંગી આવી હોય તે તે વખતે સદ્ગણી અને કુલીન શ્રાવિકાએ પતિને પૂર્ણ રીતે સહાયભૂત થવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
સુબોધ
| [ ૨૫ ] પિતાની પાસે કદી પિયરના કે સાસરાના ઘરનાં આભૂષણે હોય અથવા બીજી કાંઈ રેકડ હોય તો તે પતિને અર્પણ કરી દેવી અને તેને નાણાંની ભીડમાંથી બચાવવો. કદી પતિને શરીરે વ્યાધિ થયો હોય અને ઘરવ્યવહાર ચલાવવાને બીજે આધાર ન હોય તો કુલીન શ્રાવિકાએ જે પોતાની પાસે કાંઈપણ હોય તો તે પતિને નિવેદન કરવું. કદી જે પોતાની ભૂલ થઈ ગઈ હોય તો તે પતિથી છુપાવવી નહીં. પતિની પાસે જઈ તે કબૂલ કરી તેની ક્ષમા માગવી. વિશ્વાસી પતિને જૂઠું બોલી છેતરો નહીં. તેની આજ્ઞાને સર્વથા આધીન થવું. ધર્મ તથા ગૃહવ્યવહારનાં દરેક કાર્યોમાં શ્રાવિકાએ પોતાના પતિને સહાય આપવી. ટૂંકામાં એટલું જ કે, શ્રાવિકાએ પોતાના શ્રાવક પતિને સર્વ રીતે સંતોષ આપે અને નિર્મળ અંત:કરણ રાખી વિશ્વાસપાત્ર બનવું. કેળવણી પામેલી શ્રાવિકા પોતાના શ્રાવક પતિને કહે કે “ સ્વામી ! આ સંસારમાં મારા સર્વ સુખને આધાર તમારી ઉપર છે. મારાં માતાપિતા તે મને જન્મ આપનારાં છે અને બાલ્યવય પૂર્ણ થાય ત્યાંસુધી પાળનારાં છે, પણ મારા બાકીના જીવનને કાળ તે તમારા સહવાસમાં જ ગાળવાને છે, માટે મારા સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા તમે જ છે. મારે સત્ય સંબંધી અને પવિત્ર સ્નેહી તમારા સિવાય કોઈ બીજે નથી. તમારા તરફથી અથવા કર્મના વેગથી આપણા ઉપર દુઃખ આવી પડે તે પણ હું તમારી જ છું. મારા પ્રાણ, મારું ધન અને મારું સર્વસ્વ તમે પિતે જ છે હે પ્રિયપતિ!
જ્યાં સુધી હું તમારી પ્રેમપાત્ર બની નથી ત્યાં સુધી મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
શ્રાવિકા વિદ્યા, મારું ચાતુર્ય, મારું ડહાપણું, મારું રૂપ અને મારા ગુણ એ સર્વ નકામું છે. મારી વિદ્યાની, ચાતુર્યની, ડહાપણની, રૂપની અને મારા ગુણની સાર્થકતા ત્યારે જ થવાની કે જ્યારે તમે મને તમારા પ્રેમની અને સુખદુ:ખની ભાગીઅણ બનાવશે.” આવાં મધુર વચને બોલનારી, સારી સમજણ ધરાવનારી, સુઘડ, પ્રેમી અને પોતાના પતિને પ્રસન્ન કરનારી જે શ્રાવિકા હશે તે પોતાના શ્રાવક પતિને કેમ પ્રિય નહીં થાય?
પતિવ્રતા શ્રાવિકાએ પતિની આજ્ઞા વિના કાંઈ પણ કાર્ય કરવું નહીં. કયાંઈ ઘરની બહાર જવું હોય તો પતિની રજા મેળવ્યા વિના જવું આવવું નહીં. કદી કમેગે પતિ
ગિષ્ટ, બહેરે, આંધળો, લંગડે, અચતુર કે કપિ મળે હોય અથવા બીજી કઈ ખામીવાળે હોય તે પણ તેના ઉપર ભાવ રાખીને શુદ્ધ હદયથી તેની સેવા કરવી. એ શ્રાવિકાઓને સનાતન ધર્મ છે. વિવાહ કર્યા પહેલાં સર્વ રીતે નિર્દોષ અને ખામી ખેડ વગરને પતિ શોધવો અને પતિને માટે જેટલી કરવી ઘટે તેટલી ચેકસાઈ કરવી, પણ લગ્ન થયા પછી જે પતિ મળ્યા હોય તેવામાં સંતોષ માની તેને પરમ પૂજ્ય ગણી તેની પરિચર્યા કરવી. કહ્યું છે કે –
જે નારી નિજ નાથને, ગણે દેવ સમ આપ; તે નારી આ જગતમાં, ધરે સતીની છા૫.
આ ગૃહસંસારરૂપ મહેલના શ્રાવિકા અને શ્રાવક–એ બે સ્તંભ છે. તેમાં મુખ્ય અને સર્વ પ્રકારને ટેકે આપનાર સ્તંભ પતિ છે અને બીજે તેને આધારે રહેલે સ્તંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
સુબેધ
[ ૧૭ ] પત્ની છે. એ બને તંભને આધારે આ ગૃહસંસારરૂપ મહામહેલ ઊભું રહે છે. તે બેમાંથી જે એક સ્તંભ તૂટી જાય તો એ મહેલ ક્ષણવારમાં તૂટી પડે છે. વળી ગૃહરૂપી ગાડીના સ્ત્રી અને પુરુષ–એ બે ચક ( પૈડાં ) છે. તે ચક્રથી તે ગૃહરૂપ ગાડી ઘણી સારી રીતે ચાલે છે. તેમાં ખરેખરું ચક્ર પતિ છે કે જેના આધારે બીજા ચક્રને ગતિ મળે છે. તેમ વળી ગૃહસંસાર એક રાજ્યરૂપ છે અને તેમાં પુરુષ મુખ્ય રાજા છે અને સ્ત્રી તેને કારભારી છે. તે કારભારીએ રાજાની આજ્ઞામાં રહીને કામ કરવાનું છે અને ક્ષણે ક્ષણે રાજાની મરજી સાચવી ચાલવાનું છે. વળી તે સ્ત્રીરૂપ કારભારીએ, રાજાને આધીન રહી તેની સેવા કરવી અને તેના હિતમાં સદા કાળજી રાખવી એ તેને કર્તવ્ય ધર્મ છે. સગુણ શ્રાવિકાએ સમજવાનું એ છે કે, પોતાના સર્વ સુખને આધાર અને પિતાના ભાગ્યનો સૂર્ય પતિ જ છે અને તેનાથી જ પોતે સનાથ અને સુશોભિત છે. એક પ્રસંગે શ્રી હેમચંદ્રસૂરિ નીચે પ્રમાણે લખે છે –
रमणी रमणीयापि, रमणेन विवर्जिता । शर्वरीव शशांकेन, रहिता न विराजते ॥१॥
અર્થ–સ્ત્રી ઘણું રમણીય હોય પણ ચંદ્ર વિના જેમ રાત્રિ શોભે નહીં, તેમ તે પતિ વિના શેભતી નથી. ૧
આ ઉપરથી જણાય છે કે સ્ત્રોની રમણીયતા તેના રમણની સાથે જ છે. જુઓ ! જેન સતીઓએ પોતાના સતીધર્મમાં કેવાં પ્રવર્તન કર્યા છે? કેવા સદાચરણ આચર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૨૮]
શ્રાવિકા છે? અને કેવી રીતે પતિ હિતમાં તત્પરતા બતાવી છે? દમયંતીનું ચરિત્ર વિચારી જુઓ. તેણુએ પતિને માટે કેટલું કર્યું છે? નર્મદાસુંદરીનું જીવનચરિત્ર વિચારે. તેણીને પતિએ શંકા આવવાથી અરણ્યમાં છોડી દીધી હતી, તો પણ તેના હૃદયમાં પતિ ઉપર અભાવ આવ્યા નથી. સીતાએ રામની છાયા રૂપે જ રહી પતિભક્તિ દર્શાવી હતી. ઘણે કાળ રાવણ જેવા કૂર પુરુષના તાબામાં રહી; તો પણ તેણના હૃદયમાંથી રામ એ નામ વિસ્મૃત થયું ન હતું. તેણુની મનોવૃત્તિ પિતાના પતિ રામમાં જ હતી. ઘણું જેન સતીઓને પોતાના પતિ તરફથી દુખ પ્રાપ્ત થયેલાં, તે છતાં તેમણે પતિ ઉપર અભાવ કર્યો નહીં એટલું જ નહીં પણ પિતાના કર્મને દેષ કાઢી પોતે તો સદા પતિભક્ત જ રહી છે. તે મહાસતી પિતાના દુઃખદાયક પતિને કહેતી કે
પ્રાણનાથ ! હું આપની દાસી છું. મારા ઉપર જે આ દુ:ખ પડ્યું છે તે મારા કર્મના દોષથી જ પડયું છે. તેમાં તમારે શું અપરાધ છે? તમે તે અમારા ઈષ્ટ છે. અને સંપત્તિ તથા આપત્તિના સાથી છે. તમે જ મારું સર્વસ્વ છે.” આ શું તે સતીની ઓછી મહત્તા ! અને શું તે ઓછો પ્રેમ! ધન્ય છે એ પતિપ્રાણુ મહાસતીને કે જેણીને પતિ તરફથી દુ:ખ થતાં પણ તેમના ઉપર અભાવવાળી થઈ નહીં. એવી જ રીતે ઘણી સતી શ્રાવિકાઓએ પ્રાણપતિના રક્ષણાર્થે પિતાના પ્રાણ આપેલા છે, પ્રાણ જતાં સુધી પતિ પર પ્રેમ રાખી અખંડ શિયળ સાચવ્યું છે અને પતિના વચન પાળવાને માટે અનેક પ્રકારનાં કષ્ટો સહન કર્યા છે. તેમના નામ જેન સતીમંડળમાં યાવચંદ્રદિવાકર કાયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સુધ
[ ૨૯ ]
રહ્યા છે. જે સતી શ્રાવિકાઓએ પેાતાના ચમત્કારી ચરિત્રાથી આ વિશ્વને વિાહિત કર્યું છે, તેઓ જૈનધર્મની પવિત્ર આવશ્યક ક્રિયામાં સર્વદા સ્મરણીય થયેલ છે. ભરહેસરની સજ્ઝાયમાં તેમના પવિત્ર નામ અદ્યાપિ ગવાય છે.
સ્ત્રીએ પેાતાના સ્વામીની સેવા કરવી એ કઇ આધુનિક કાળના ધર્મ નથી, પરંતુ તે ઉત્તમ પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આદિનાથ પ્રભુના સમયમાં પ્રથમ જ્યારે યુગલિક મનુષ્યા હતા, ભરતક્ષેત્રમાં વ્યવહારની પ્રવૃત્તિ થઈ ન હતી તે વખતે પણુ દંપતીપ્રેમનુ બીજ તા પ્રચલિત હતું. યુગ્મધી સ્ત્રી પાતાના પતિ તરફ ભક્તિભાવ ધારણ કરતી અને પતિને પૂજ્યષ્ટિથી અવલેાકતી હતી. એ ધર્મ અનાદિ કાળથી ચાલ્યે આવે છે. વળી તે એક સામાન્ય આ કે આ મહાત્માઓ જ કહે છે એમ નથી, પણ અનેક દનનાં સર્વ ધર્મશાસ્ત્રો અને સ ધર્મના મહાત્માઓએ સૂચવેલુ છે કે, સ્ત્રીએ પેાતાના પતિ તરફ પૂર્ણ ભક્તિભાવ રાખવા. જૈન કવિએ અને વિદ્વાનેાએ ચરિતાનુયાગમાં તે તે પ્રસંગે જણાવ્યુ છે કે, ગૃહારને વહન કરનારી વધુ, પતિની આજ્ઞામાં વનારી થાય તેા જ તે સત્કીર્ત્તિનું પાત્ર બને છે. તે સાથે પતિની ભક્તિ તેના શિયળને રક્ષણ કરનારી હાવાથી તે સદ્ગતિનું શુભ ફળ અપાવે છે. દરેક શ્રાવિકાએ સદ્ગુણી થઈ પેાતાના શિયળની રક્ષા કરવી. સુજ્ઞ શ્રાવિકાએ પાતાના સમ્યક્ત્વધર્મની સાથે પતિની ચાહના કરવી, તેના કાર્યોમાં પેાતાની શક્તિને અનુસારે સહાય કરવી. પેાતાના પતિ જે સ્થિતિમાં હાય તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
•
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
શ્રાવિકા સ્થિતિમાં સંપૂર્ણ સંતોષ માન. પોતાના પતિ તરફથી અન્ન, વસ્ત્ર અને આભૂષણ વગેરે જે કાંઈ તેની સ્થિતિ પ્રમાણે મળે તેને ભેળવી તેમાં જ સંતેષી રહેવું. પોતાના વિવાહિત શ્રાવક પતિ સિવાય બીજે પુરુષ ગમે તો પૃથ્વી પતિ હોય, કામદેવથી પણ અધિક સ્વરૂપવાનું હોય, ચતુર હોય, બુદ્ધિવાળે હાય, તરુણ હોય અને માટે બળવાન હોય અથવા તેના તરફથી ચકવત્તાની સંપત્તિને બધો વૈભવ મળતો હોય તે પણ તેને કાકવિણા સમાન તુચ્છ ગણો તેના સામી દષ્ટિ પણ કરવી નહીં. એવા વ્રતને સતીવ્રત કહે છે અને તેવું વ્રત રાખનારી શ્રાવિકા આ લેક તથા પરલેક બનેનું સુખ ભોગવે છે. પતિવ્રતા સતી શ્રાવિકાએ પોતાના પ્રાણાંત સુધી પણ પોતાનું પતિવ્રત છોડવું નહીં. આહંતુશાસ્ત્ર ઉપદેશ કરે છે કે, દરેક શ્રાવક તથા શ્રાવિકાએ આ જગતના સર્વ પદાર્થો તરફ અનિત્ય ભાવના ભાવવી. અનિત્ય ભાવના ભાવવાથી તેને માલૂમ પડશે કે જગતના સર્વ પદાર્થો નાશવંત છે. ફક્ત એક ધર્મ જ અવિચળ સુખ આપનાર છે, તેથી એ સર્વોત્કૃષ્ટ છે. એ સર્વોત્કૃષ્ટ ધર્મ પાળવે એ જ પતિવ્રતા શ્રાવિકાનું કામ છે, કેમકે મૃત્યુ પામ્યા પછી આ જગતના સર્વ પદાર્થો અહીં પડયા રહે છે, ફક્ત ધર્મ કે અધર્મ જે કરેલ હોય તે જ સાથે આવે છે. તેમાં અધમ નારકી ને તિર્યચપણાના દુઃખને આપનાર છે અને ધર્મ સ્વર્ગ તથા મોક્ષનું અવિચળ સુખ આપનાર છે; માટે સદગુણ શ્રાવિકાએ અધર્મને ત્યાગ કરી ધર્મને જ વધાર.
શ્રાવિકા બધે ધર્મ પતિને આધારે કરી શકે છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
સુબોધ
| [ ૩૧ ] પતિ અનુકૂળ હોય અને તેને સેવાથી સંતુષ્ટ કર્યો હોય તે તે પોતાની શ્રાવિકા સ્ત્રીને તેણીના ધર્મકાર્યમાં સર્વ રીતે સહાયભૂત થાય છે. સંતુષ્ટ પતિના પ્રતાપથી જ શ્રાવિકા વ્રત, તપ વગેરે કરી તેનું ઉદ્યાપન-ઉજમણું વગેરે બધી ક્રિયા કરી શકે છે. તેથી સુજ્ઞ શ્રાવિકાએ તે પૂજ્ય પતિની તનમનથી નિરંતર પ્રેમપૂર્વક સેવા કરવી. ઉત્તમ વસ્ત્રાલંકારને શૃંગાર સજી પતિને મેહિત કરવાને બદલે સદુગુણેથી જ મોહિત કરવાની આકાંક્ષા રાખવી. પતિનું કે લોકેનું ચિત્ત જેવું સગુણથી આકર્ષાય છે તેવું સગુણ વગર બીજા શૃંગારને ઠાઠમાઠ કરી સુશોભિત થવાથી આકર્ષાતું નથી. સગુણની આગળ શૃંગારની શોભા ઝાંખી છે. સગુણ વિનાને ખાલી ભભક નિદાને પાત્ર બનાવી કામિનીના જીવિતને કલંક્તિ કરાવે છે. તેથી કુલીન શ્રાવિકાએ જેમ બને તેમ સદ્દગુણ પર સ્નેહ રાખી તેના વડે પોતાના પ્રેમી પતિને મોહિત કરવા પ્રયત્ન કરો. સુજ્ઞ શ્રાવિકાએ પિતાના પ્રાણપ્રિય જીવનાધાર પતિ સાથે સરલતાથી વર્તવું. તેની સાથે કોઈ જાતને દગો નહીં રમતાં નિષ્કપટપણે વર્તવું. જે પોતાના જીવનાધાર પતિની સાથે દગે રમશે તે પછી તમારે આ સંસારમાં એના સમાન બીજું કેણ છે કે તેની સાથે સત્યપણે ચાલી સુખી થશે? કોઈ નથી. એ પતિ જ તમારું સર્વસ્વ છે. એ જ તમારે યાવજજીવિત પરમ મિત્ર છે અને આ ભવસાગરમાં તમારી વ્યવહારનૈકાને ચલાવનારે એ જ ખલાસી અને સુખદુઃખનો ખરે સાથી છે, માટે તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખવી. તેના પર જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રાવિકા પ્રીતિ રાખવી અને તેને જ અંત:કરણથી ચાહો એ જ તમારે પવિત્ર ધર્મ છે.
આજકાલ સ્ત્રીકેળવણીને અભાવે કેટલીએક શ્રાવિકાઓ પિતાને પતિ પ્રત્યે શું ધર્મ છે એ નહીં જાણવાથી પતિને દુઃખરૂપ થઈ પડે છે. તેમના હૃદયમાં પતિપ્રેમ હોતો નથી. તેમજ પતિ તરફ પૂજ્યબુદ્ધિ હેતી નથી, તેથી તે પોતાના પતિને એક સામાન્ય મનુષ્ય તરીકે જાણે છે, તેની સાથે ગમે તેમ બોલે છે, ધમકાવે છે, મર્યાદા મૂકી દઈને સામી થાય છે અને અપમાન કરે છે તેમજ પિતાના પતિને તુચ્છ તુચ્છ કરી નાખે છે. વળી કોઈ અજ્ઞ શ્રાવિકા ધંધારોજગારમાંથી કંટાળીને ઘેર વિશ્રાંતિ લેવા આવેલા પતિના મનનું રંજન કરવાને બદલે સાસુસસરા, દેરાણી જેઠાણી તેમજ આડશીપાડોશી વગેરેની કુથલી કરી તેને વિશેષ કંટાળે આપે છે. વખતસર રસોઈ તૈયાર કરીને જમાડવાને બદલે પગ પર પગ ચડાવી બેસી રહી ધણું પાસે ઘરનાં કામકાજ કરાવે છે. સાંસારિક કેળવણુને અભાવે પિતાના પતિની શક્તિને વિચાર કર્યા વગર બીજી સ્ત્રીઓના સારા સારા વસ્ત્રાભરણે દેખી, પોતાને માટે તેવા કરાવવાને લેશ કરી પતિને ખરચના ખાડામાં ઊતારે છે અને તેથી ગજા ઉપરાંત વ્યય કરનાર પતિ કરજમાં આવી પડે છે. આખરે તે નાદાનીને ભેગી થઈ પડે છે. આવી અજ્ઞાન શ્રાવિકાઓ પતિના અધિરનું પાન કરનારી જળ જેવી છે. તેઓની સાથે ગ્રહવાસમાં રહેનારા પુરુષે માવજીવિત દુઃખી થાય છે. કેટલીક મૂર્ણ સ્ત્રીઓ એવું સમજે છે કે પતિ આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સુબેધ
[ ૩૩ ] તાબે હાય જ આપણે સુખી થઈએ. હરકઈ રીતે પતિને પજવવામાં જ સાર છે. આથી તેઓ પતિને અહર્નિશ કનડડ્યા કરે છે. પતિને કેઈ કાર્યમાં સહાય કરતી નથી. સઘળા ગૃહવ્યવહારને જે તેના એકલા પર જ નાખે છે, જેથી તે પતિને બધે સંસાર દુઃખમય થઈ જાય છે.
જ્યારે આવી સ્ત્રીને ગરીબ પતિ તરફથી લેભની તૃપ્તિ થતી નથી ત્યારે એ કુંભાર્યા-પાપિણ સ્ત્રી પોતાના લાભની તૃપ્તિ કરવાની આશાએ અનેક કુકર્મો કરે છે. આવી શ્રાવિકાભાર્યાનાં કુકર્મ જ્યારે લેકમાં ઉઘાડાં થાય છે ત્યારે તે લેકમાં નિંદાય છે અને તેનાં સગાસંબંધીઓ તરફથી તેને ભારે ફીટકાર મળ્યા કરે છે અને સર્વે તેને અનાદર કરે છે. તે વખતે તે અલ્પમતિ સ્ત્રીને ઘણે પશ્ચાતાપ થાય છે પરંતુ તેને આખે ભવ દુ:ખમાં જ જાય છે. કેટલીએક દુરાચારી શ્રાવિકા ઉપરથી સારા આડંબર રાખે છે અને અંદર દુરાચાર સેવે છે અને ગુપ્ત રીતે બદકામ કરે છે, તેવી સ્ત્રીઓનું પાપ સ્વત: ઉઘાડું થાય છે અને જ્યારે તે ખુલ્લું થાય છે, ત્યારે તેના પતિને તથા બીજા વડીલવર્ગને તેની ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે; એટલે તેને અનેક જાતનાં દુઃખ ભેગવવાનો વખત આવે છે. આવી અધમ સ્ત્રીઓને ખરેખર ધિક્કાર છે. તેઓ પોતાના માતાપિતાના કુળને અને સસરાના કુળને કલંકિત કરે છે. તેવી રાક્ષસીઓને જન્મ આપનાર માતાપિતાને આત્મઘાત કરવાને વખત આવે છે. એવી અધમ અબળાના કરતાં તો પશુ, પક્ષી અને વનવૃક્ષોના અવતારો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
શ્રાવિકા
સારા ગણાય છે. આથી દરેક શ્રાવિકાએ કેળવણું લેવી જોઈએ, કે જેથી પાપ, પુણ્ય, નીતિ અને ધર્મનું સ્વરૂપ જાણવામાં આવે અને તેના શુભાશુભ ફળની પૂર્ણ રીતે ખાત્રી થાય. વિવેકવતી અને વિદ્યાવતી શ્રાવિકાઓ વિચારી શકે છે કે, પાપકર્મથી સુખ ટકતું નથી અને અંતે નરકનાં દુ:ખ ભેગવવાં પડે છે. શાસ્ત્ર પ્રમાણે આચાર, વિચાર અને નીતિથી વર્તનારી શ્રાવિકાઓ જ ખરેખરું સુખ ભોગવી ધર્મ સાધી શકે છે અને ધર્મથી પરલેકનાં સુખ પણ સંપાદન કરી શકે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, સુજ્ઞ શ્રાવિકાએ પતિ તરફથી જે મળે તેમાં જ સંતોષ માન. તેઓની પ્રતિષ્ઠા, શેભા અને સુખ તેમાં જ છે. જે શ્રાવિકા ધર્મ પ્રમાણે વત્તી પાપને ડર રાખી પતિની ઈચ્છાનુસાર મન, વચન અને કાયા વશ રાખી શિયળધર્મને અવલંબી પ્રવર્તન કરે છે તેને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. તેવા પુત્રીરૂપ રત્નને જન્મ આપનાર માતાપિતાને પણ ધન્ય છે. જે કુલીન શ્રાવિકા હોય તે કદી પણ દુરાચાર સેવતી નથી. તેમજ તે કદી પણું પોતાની મરજી માફક સ્વતંત્રપણે વર્તતી નથી. વળી સ્ત્રીઓને સ્વતંત્રપણે વર્તવાને નીતિશાસ્ત્ર પણ નિષેધ કરે છે. નીતિશાસ્ત્ર દર્શાવે છે કે –
माता रक्षति कौमारे, भर्ता रक्षति यौवने । पुत्रो रक्षति वृद्धत्वे, न स्त्री स्वातंत्र्यमर्हति ॥१॥
“સ્ત્રીનું કુમારવયમાં માતા રક્ષણ કરે છે, વનમાં પતિ રક્ષણ કરે છે અને વૃદ્ધપણામાં પુત્ર રક્ષણ કરે છે, તેથી સ્ત્રી કદીપણ સ્વતંત્રપણાને ગ્ય નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સુભેાધ
[ ૩૫ ]
જે કુલીન કાંતા હાય તે સ્વતંત્ર થવાને કદી પણ ઇચ્છતી નથી. કુલીન શ્રાવિકા કાઇપણ કાર્ય કરવુ હાય તે પતિને પૂછે છે. જો પતિ હાજર ન હેાય તેા ઘરના બીજા ડિલને પૂછે છે અને તેમની આજ્ઞા મેળવ્યા પછી જ તે કાર્યને આરભ કરે છે. ધર્મના કાર્ય જેવા કે વ્રત, તપ, દાન અને બીજા શુભ કામ કરવામાં પણ તે પતિની સંમતિ મેળવે છે અને જ્યારે પતિ ખુશી થઇ રજા આપે ત્યારે તે શુભ કાર્યના આરંભ કરે છે. સુજ્ઞ શ્રાવિકાએ પોતાના પતિને પેાતાની ચેાગ્યતા પ્રમાણે સહાય કરવી જોઇએ. કદી કયાગથી પતિને ધંધા રાજગારમાં મંદતા હાય અને તેથી તેનું હૃદય ચિંતાતુર રહેતું હેાય તેવે વખતે શ્રાવિકાએ મધુર વચનેાથી પતિના મનને શાંતિ આપવી અને સારી હિંમત કે ઉત્સાહ આવે એવા વચના એલવા. આપત્તિ વખતે પતિને ધીરજ આપનારી શ્રાવિકા ખરેખરી કુલીન કહેવાય છે. તે વખતે પતિ જેવી સ્થિતિમાં હેાય તેવી સ્થિતિમાં રહી શ્રાવિકાએ સતાષ માનવા જોઇએ. જે અલ્પમતિ સ્ત્રી તેવે વખતે પતિ આગળ જેમ તેમ ખખડ્યા કરે છે, તે પ્રત્યક્ષ રાક્ષસી કહેવાય છે. તેનાથી પતિની ચિંતામાં વધારે થાય છે . અને કઈ કઈ વાર તા વિપત્તિની ચિતામાં મગ્ન થયેલા પતિ રાગને ભેગ પણ થઈ પડે છે અને કદાચ મૃત્યુને વશ પણ થઈ જાય છે.
-
સદ્ગુણી શ્રાવિકાઓએ એક બીજી પણ વાત યાદ રાખવાની છે કે; આ સંસારમાં કેટલાક એવા વિશ્ર્વસતાષી જના પણ હાય છે કે જેએ ખીજાના ગૃહસંસારને સુખી જોઈ મનમાં અદેખાઇ લાવે છે. એવા લેાકેા અજ્ઞ અને ભેાળા દિલની
સ્ત્રીને ભમાવવાને અને તેમના દ્રુપતીપ્રેમને તાડાવવાને કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
શ્રાવિકા
.
છે—“ અરે મૂખી ! તારા પતિ તે વ્યભિચારી છે, બીજી સ્ત્રીની સાથે ચાલે છે” એ વિગેરે ખેલી તેઓ ભમાવવાનુ કરે છે પણ સુજ્ઞ શ્રાવિકાએ કાચા કાન રાખી તે સાંભળવું નહીં. તે કહેનાર માણસ કાણુ છે ? અને કેવા છે ? તે શામાટે આવું કહેતા હશે ? આ મા વિચાર કરી તેને સ્પષ્ટ કહેવું કે મારા પતિ એવું કરે જ નહીં. ' બીજાના ભમાવવાથી ભમવું નહીં. જો તમે કાઇના કહેવાથી શંકાવાળું મન કરશેા તેા તમારા પવિત્ર પ્રેમને તમે ખાઇ એસશેા. પ્રેમના ભગ થયા પછી આ સંસાર તમને દુ:ખરૂપ થઇ પડશે, તેથી તમારે ખીજા કેાઇ ઉપર વિશ્વાસ રાખવા નહીં, તમારા પતિ ઉપર જ વિશ્વાસ રાખવા. કદી કયેાગે પતિ દુર્ગુણી નીવડે તે પણુ તમારે તેનાથી જ સતાષ માનવા.
આ પ્રમાણે શ્રાવિકાના પતિપ્રત્યેના ધર્મ યથાર્થ રીતે પ્રતિપાદન કરેલા છે. જે સમ્યક્ત્વશાલિત શ્રાવિકા તે પ્રમાણે વર્તે છે તે આ લેાકમાં શ્રાવકસસારને દીપાવી પરલેાકમાં સતિનું પાત્ર બને છે. ઉભય લેાકને સ્વધર્મથી સાધનારી એ શ્રાવિકાના મનુષ્યાવતાર સફળ થાય છે અને તેણીએ બાંધેલા સ્ત્રીવેદ તેના જીવનમાં ઉપયેગી થયેલા ગણાય છે. તેને માટે એક જૈવિદ્વાન નીચેનું સંસ્કૃત પદ્ય લખે છેઃ— पतिरक्ता पतिप्रेमोल्लासिनी पतिसेविनी । श्राविका श्राविका चारप्रवीणा सुखिनी भवेत् ||
“ પતિ ઉપર રાગ ધરનારી, પતિના પ્રેમમાં ઉલ્લાસ પામનારી, પતિને સેવનારી અને શ્રાવિકાના આચારમાં પ્રવીણ એવી શ્રાવિકા સુખી થાય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું
શ્રાવકને શ્રાવિકાપત્ની પ્રત્યેનો ધર્મ
શ્રાવિડ સન”—શ્રાવિકાઓ ઘરની લહમીરૂપ
છે. ગૃહવ્યવહારરૂપ યંત્રને ચલાવનારી શ્રાવિકા છે અને તેનાથી જ ઘરની શોભા છે. શ્રાવકના બધા સુખને આધાર શ્રાવિકા પર જ છે. વંશની તથા કલ્યાણની વૃદ્ધિ કરનારી શ્રાવિકાથી જ શ્રાવકસંસાર દીપે છે. તેથી જ નીતિશાસ્ત્ર જણાવે છે કે પુરુષે પોતાની વિવાહિત સ્ત્રીને અન્ન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી કઈ પ્રકારે ન્યુન નહીં રાખતાં સર્વ પ્રકારે સંતોષી તેને સત્કાર કરો. તેનું સંરક્ષણ કરવું, તેના પર પવિત્ર પ્રેમ રાખવે, તેણીનું હિત કરવું અને તેના પર વિશ્વાસ રાખવો. ગૃહની શોભારૂપ શ્રાવિકાને શ્રાવકે કદી પણ અનાદર કે તિરસ્કાર કરવો નહીં. તે પતિની દાસી થઈને રહે છે, તથાપિ તેને દાસી ગણવી નહીં. તેને તે ગૃહલક્ષમી અને આ સંસારરૂપ સાગરને તરવાની નાવિકા માનવી. શ્રાવક એ શ્રાવિકારૂપ નિકાને આધારે આ સંસારસાગરને સહેલાઈથી તરી જાય
છે. શ્રાવિકા ઘરને પ્રમાણિક કારભારી છે. વ્યવહારના મહા મને મંત્રી છે અને આ ભવસાગરમાં સુખદુઃખને સાથી છે. સદ્દગુણ શ્રાવકે તેની સાથે પવિત્રતાથી વર્તવું જોઈએ.
તે સ્ત્રી છે, એક બૈરી છે.” એવું માની તેને હલકી કે પિતાથી ન્યૂન ગણવી નહીં. જે શ્રાવક ગૃહપતિ છે, તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૩૮]
શ્રાવિકા
શ્રાવિકા ગ્રહની વ્યવસ્થાપક છે. પુરુષ લક્ષમીને ઉપાર્જન કરી શકે છે પણ ગૃહકાર્યમાં તેની વ્યવસ્થાપક પેજના કરનારી સ્ત્રી છે. જે સ્ત્રી, ઉડાઉ કે ઘરની દરકાર નહીં રાખનારી હેય, તે પુરુષના ઘરની સ્થિતિ બંધાતી નથી. પુરૂષને ગૃહસંસાર ઉન્નતિમાં આવતો નથી, માટે ગૃહકાર્યમાં સ્ત્રીને પ્રધાનતા આપવાની આવશ્યકતા છે. એક કવિ તેને માટે પિતાના મહાકાવ્યમાં લખે છે કે –
“પ્રાયો પૃષ્ણ જે પુરીનાં પ્રધાનતા” | “પ્રાયે કરીને ઘરના કામમાં સ્ત્રીઓની જ મુખ્યતા છે.”
આથી જ વિદ્વાન સ્ત્રીને પુરુષની અર્ધાગના કહે છે. જેમ અધું અંગ ખેટકાયું હોય તે પુરુષને સઘળો વ્યવહાર અટકી પડે છે, તેમ જે સ્ત્રી અનુચિત અને દુઃખી હશે તે પુરુષને કદી પણ સુખ મળવાનું નહીં. તેથી સુજ્ઞ પુરુષે પોતાની સ્ત્રીને તન, મન અને કર્મથી પોતાના જ પ્રાણ સમાન ગણવી. તેથી જ તે જગતમાં પ્રાણપ્રિયા કહેવાય છે. મહિલા એ પુરુષને સાચો મિત્ર છે. જેમ મિત્ર તરફથી સર્વ પ્રકારની સહાય મળે છે અને વિપત્તિને વખતે તે સાથે ઊભું રહે છે, તેવી રીતે સ્ત્રી પણ સર્વ પ્રકારની સહાય આપનારી અને વિપત્તિને વખતે સહચારિણે થાય છે. ધૈર્ય, ડહાપણ અને હિંમત વગેરે અનેક ગુણોથી ભરપૂર એવી ભાર્યા પતિને આપત્તિમાંથી ઉદ્ધાર કરી શકે છે. આપત્તિથી દિમૂઢ અને શૂન્ય થઈ ગયેલા પુરૂષને સદ્દગુણ શ્રાવિકા હિંમત અને દિલાસો આપે છે. હૃદયના અંધકારમાં મગ્ન થઈ ગયેલા શ્રાવપતિને તેના દ્વારને ઉત્તમ માર્ગ દર્શાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
સુબોધ
| [ ૩૯ ] આવી સંસારમાં ઉપગી અબળાને તેના શ્રાવકપતિએ સુખ આપી સંતેષમાં રાખવી અને સર્વદા આનંદમાં રાખી તેણીના સગુણેને લાભ સંપાદન કરે એ શ્રાવકપતિને ધર્મ છે.
કેટલાએક કેળવણ રહિત પુરુષો પિતાની સ્ત્રીને દુઃખી કરે છે અને પોતે સુખ ભેગવવાને વિપરીત માર્ગે ચાલે છે. તેવા પુરુષોમાં પતિપણું ઘટતું નથી. એટલું જ નહીં પણ તેઓ દયાધર્મના ધારક શ્રાવકપણાને લાયક નથી. આવા પાપી પુરુષે શ્રાવકાભાસ થઈ સંસારમાં દુઃખી થાય છે અને છેવટે પાપના કટુ ફળના ભક્તા બને છે.
સુજ્ઞ શ્રાવકેએ તે સમજવું જોઈએ કે, ચતુર્વિધ સંઘનું ચતુર્થ અંગ શ્રાવિકા છે. તેને અનાદાર કરે, તેને દુઃખ આપવું, તેની તરફ તિરસ્કારની દષ્ટિથી જોવું, એ સંઘના એક અંગની આશાતના કર્યા બરાબર છે. તીર્થરૂપ સંઘની આશાતના કરવી, તેને અનાદર કરે એ દુર્ગતિનું કારણ થાય છે. કુલીન શ્રાવકોએ પોતાના ઘરને શૃંગાર–પિતાના શ્રાવકસંસારની શોભા શ્રાવિકા છે એવું જાણી તેને હમેશાં સંતુષ્ટ અને પ્રસન્ન રાખવી. પ્રસન્ન થયેલી પવિત્ર શ્રાવિકા શ્રાવકનાં ઘરને અને કુળને દીપાવે છે. સદ્દગુણ અને સસ્મિતવદના સુંદર શ્રાવિકા ખરેખરી શ્રાવકસંસારની શોભા છે. એવી શ્રાવિકાને તેના પતિએ પોતાનું જીવિતસર્વસ્વ ગણવી જોઈએ અને તેને સર્વદા પિતાની સહચારિણી કરવી જોઈએ.
કદી કર્મણે સ્ત્રી લુલી કે પાંગળી હય, બહેરી હોય, કે મુંગી હોય, આંધળી હોય કે કદ્રુપી હોય, પણ પ્રથમ જાણ્યા પછી જેને હાથ દેવ, અગ્નિ અને લોકોની સાક્ષીએ ગ્રહણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રાવિકા કર્યો છે, તેને યાજજીવિત પ્રેમ સહિત પાળવી, એ શ્રાવકપતિને ધર્મ છે. જ્યારે શ્રાવિકાની સાથે શ્રાવકને વિવાહ થાય છે, તે પ્રસંગે જેનલગ્નવિધિના મંત્રો બોલાય છે, જેમાં શ્રાવકદંપતિને માટે ગૃહસ્થગુરુ કેવું દર્શાવે છે? તેને શ્રાવકપતિએ વિચાર કરવાનો છે. અગ્નિનું સ્થાપન થયા પછી અને તેમાં હામવિધિ થયા બાદ ગૃહસ્થગુરુ નીચે પ્રમાણે બેલે છે – "ॐ अहं इदमासनमध्यासीनौ स्वध्यासीनौ स्थितौ મુસ્થિત તરંતુ વ સનાતન સંમઃ # ”
તમે બને સ્ત્રીપુરુષ આ આસન ઉપર સારી રીતે બેઠા છે અને સારી રીતે રહેલા છે. તમારા બનેને આ સમાગમ સનાતન–હંમેશને માટે થાઓ.”
આ મંત્રથી સ્ત્રીપુરુષની ઉપર અભિષેક કરવામાં આવે છે. આ મંત્રના અર્થને શ્રાવકે વિચાર કરવાનો છે. ગૃહસ્થગુરુ એ મંત્રમાં સ્ત્રીપુરુષને હંમેશનો સંગમ રહેવાની આશીષ ઉચારે છે. તે ઉપરથી જાણવું જોઈએ કે, સ્ત્રી ગમે તેવી સ્થિતિમાં રહેલી હોય, તે પણ શ્રાવક પુરુષે તેણીનું પાલન કરવાનું છે. જેનગૃહસ્થના ધર્મમાં પિષ્ય વર્ગનું પિષણ કરવાનું કહેવું છે. એ પિષ્યવર્ગમાં સ્ત્રી મુખ્ય છે. તે સર્વદા પિષ
ય છે. વળી ગૃહસ્થ ધર્મમાં એમ પણ સૂચવેલું છે કે—ધર્મ, અર્થ અને કામમાં પુરુષે પોતાની પત્નીને સાથે રાખવાની છે. જેણીને સમાગમ સનાતન રાખવાને કહેલું છે, એવી શ્રાવિકા
સ્ત્રીને અનાદાર કરનારા શ્રાવકપતિ પોતાના ગૃહસ્થગુરુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૪૧ ] વચનને તોડનાર છે. એથી તે માર્ગાનુસારી કહેવાતો નથી. જે જ્ઞાતા અને સમકિતધારી કુલીન શ્રાવક છે તે પિતાના પ્રાણ જાય તો પણ વિવાહ વખતે કહેલા ગૃહસ્થગુરુના વચનનો ભંગ કરતો નથી. તે પિતાની વિવાહિત સ્ત્રી સિવાય બીજી સ્ત્રી પર ભાવ લાવતા નથી. તે સર્વદા સ્વદારસંતોષ વ્રતને ધારણ કરનારા હોય છે. આ પ્રસંગે દરેક સુજ્ઞ શ્રાવકે જાણવું જોઈએ કે જેવી રીતે સ્ત્રીને એકપતિવ્રત છે, તેવી જ રીતે પુરુષને પણ એપત્નીવ્રત છે. જેમ કુલીન શ્રાવિકા પિતાના પતિ સિવાય બીજા પુરુષ તરફ દષ્ટિ કરતી નથી તેમ કુલીન શ્રાવકે પણ પિતાની પત્ની સિવાય બીજી સ્ત્રી તરફ દષ્ટિ ન કરવી. જેમ સગુણ શ્રાવિકાએ રૂપ, ગુણ અને શિયળથી પિતાના શ્રાવકપતિને જ ઉત્તમ ગણ જોઈએ, તેમ શ્રાવકે પણ પોતાની એક વિવાહિત પત્નીને જ રૂપ, ગુણ અને શિયળથી ઉત્તમ ગણવી જોઈએ. શ્રાવિકાને જેમ પતિવ્રત પાળવાનું કહેવું છે તેમ શ્રાવકને પણ સ્વદારસંતોષવ્રત પાળવાનું કહેલું છે. શ્રાવક અને શ્રાવિકા પરસ્પર સરખા હક્કવાળા છે. ગૃહવ્યવહારરૂપ શકટના તે બંને ધુરંધર છે. ઉભયના વેગથી જ શ્રાવકસંસારરૂપ શકટ ચાલે છે અને તેઓ તેમાં પરસ્પર એક બીજાના આધારરૂપ છે.
કેટલાએક અજ્ઞાન શ્રાવકાભાસે પિતાની સ્ત્રીને ત્યાગ કરી દે છે, વગરકારણે તેને દુઃખ આપી રીબાવે છે, તેઓને પાપકર્મને બંધ થાય છે. કેઈ અલ્પમતિ બીજા વિધ્રુસંતોષી લેકેના કહેવાથી અથવા પિતાને કુળમદથી સ્ત્રીને અનેક જાતના કષ્ટ આપે છે, તે પરિણામે સુખી થતું નથી. એક જૈન કવિ નીચેને બ્લેક લખે છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
[ કર ]
શ્રાવિકા श्राविकाः साश्रुवदना, यत्र नित्यं रुदंति च । न तत्र सुखवंतः स्युः, श्रावका गृहधर्मिणः।।
જ્યાં શ્રાવિકાઓ મુખપર આંસુ લાવી રૂદન કરે છે, ત્યાં ગૃહસ્થધમી શ્રાવકે સુખી થતા નથી.”
આથી ગૃહસ્થ શ્રાવકે પોતાના ઘરમાં રહી પોતાની સ્ત્રીને કષ્ટ આપવું ન જોઈએ. વળી લૈકિકમાં પણ કહેવાય છે કે“સર્જિતા સૈા સક્ષ્મી ચાહતા હૈ ચંહિતા”
“ પિતાની સ્ત્રીનું લાલન કરવાથી તે ઘરની લક્ષ્મીરૂપ થાય છે અને તેણીને તાડન કરવાથી તે ચંડી–નાશકારક થાય છે.” કુલીન કામિની કુળને આભૂષણરૂપ કહેલી છે અને તેનાથી શ્રાવકોને ગૃહસંસાર દીપી નીકળે છે. જે કુળમાં સ્ત્રીઓ પ્રસન્ન અને પ્રેમાળ રહે છે, તે કુળ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. આવા વિદ્વાનોના વચને સ્મરણમાં રાખી સુજ્ઞ શ્રાવકે પિતાની વિવાહિતા સ્ત્રીને દુઃખ આપવું ન જોઈએ.
કુલીન શ્રાવકકન્યાના વિવાહ વખતને પવિત્ર વિધિ સર્વ શ્રાવક પુરુષોએ મનન કરવા જેવો છે. અન્યમતિઓના પાણિગ્રહણમાં તે માત્ર દેવ, બ્રાહ્મણ, અગ્નિ અને લોકોની સાક્ષી છે ત્યારે જેન વિવાહવિધિમાં ઘણુની સાક્ષીએ વિવાહ સંબંધ બને છે. સુશિક્ષિત શ્રાવકકુમાર જ્યારે અગ્નિનો બીજો ફેરે ફરે છે ત્યારે ગૃહગુરુથી ઉચ્ચારાતા મંત્રમાં ઘણી સાક્ષીઓ દર્શાવેલી છે. તે વખતે ગૃહસ્થગુરુ કહે છે કે “તમારે સ્ત્રીપુરુષને સંબંધ સિદ્ધ, કેવળી, ચતુર્નિકાયદેવ, વિવાહવિધાન
અગ્નિ, નાગકુમાર, નરનારી, રાજા, લેકે, ગુરુ, માતા, પિતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૪૩ ]
મશાળપક્ષ, પિતૃપક્ષ, જ્ઞાતિ, સ્વજન અને બંધુવની પ્રત્યક્ષ સાક્ષીએ જોડાય છે, તેથી આ અગ્નિને પ્રદક્ષિણા કરે.” આ કે પવિત્ર સંબંધ છે? તેને દરેક શ્રાવકે વિચાર કરવાને છે. તેવા સંબંધથી જોડાએલી શ્રાવકકન્યાને અનાદર કરનાર અને તેને દુઃખી કરનાર શ્રાવક ધર્મભ્રષ્ટ થયેલ કેમ ન ગણાય? વળી સુજ્ઞ શ્રાવકે દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ કે, જે શ્રાવકકન્યાને વિવાહ સંબંધ પિતાની સાથે થયે છે તે પૂર્વકર્મને યોગે થયેલ છે અને તે કમેના સંબંધથી સંબંધમાં આવેલી શ્રાવિકા તેને યાજજીવિત પાલનીય અને પોષણીય છે. તેને માટે જ્યારે કન્યાને ગ્રહણ કરવાનો સંકલપ થાય છે, ત્યારે ગૃહસ્થગુરુ એવી સૂચના ७२ -" पूर्वकर्मसंबंधानुबद्धां बस्त्रगंधमाल्यालंकृतां सुवर्णरूप्यमणिभूषणभूषितां कन्यां ददात्ययं प्रतिगृह्णीष्व । પૂર્વકર્મના વેગથી સંબદ્ધ થયેલી વસ્ત્ર, ગંધ, માળાથી અલંકૃત અને સુવર્ણ, રૂપું તથા મણિના આભૂષણેથી વિભૂષિત એવી કન્યાને આ તેનો (પિતા) તને આપે છે, તેને તું અંગીકાર કર.” આ શબ્દો ઉચ્ચાર થયા પછી શ્રાવકવરને કહેવું પડે છે કે, પ્રતિકૃમિ પ્રતિપ્રદીતા “ હું ગ્રહણ કરું છું અને મેં ગ્રહણ કરી છે. ” આવા ઉત્તમ જેનવિધિથી સ્વીકારેલી શ્રાવકબાળાને ઘરમાં લાવ્યા પછી દુઃખ આપવું એ કે અનાચાર કહેવાય? એમ કરવાથી ગૃહસ્થ શ્રાવક ઉભય લેકના સુખથી ભ્રષ્ટ થાય છે અને સ્વધર્મથી પતિત થાય છે.
આપણા ધર્મપ્રવર્તક દેવાધિદેવ અરિહંત ભગવાનેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
શ્રાવિકા
પણ છદ્મસ્થપણામાં એ વ્યવહારમાર્ગને માન આપેલું છે. તે જ્યાંસુધી સંસારમાં રહેતા ત્યાંસુધી પેાતાની વિવા હિતા પત્નીને પ્રસન્ન રાખતા અને ભાગ્યકર્મનું ફળ જાણી તેણીની સાથે પવિત્ર પ્રેમ બાંધી પ્રવર્ત્તતા હતા. તેને માટે જૈનિયેવાધિમાં વરકન્યા ઉપર વાસક્ષેપ નાખતી વખતે જે મંત્ર ઉચ્ચારાય છે, તે દરેક ગૃહસ્થ શ્રાવકને સદા સ્મરણમાં રાખવા જેવા છે. તે મંત્ર નીચે પ્રમાણે છે—
66
'येनानुष्ठानेनाद्योऽर्हत् शक्रादिदेवकोटिपरिवृता भो - ग्यकर्मफलभोगाय संसारिजीवस्य व्यवहारमार्ग संदर्शनाय सुनंदा सुमंगले पर्यणैषीत् ज्ञातमज्ञातं वा तदनुष्ठानमनुછિતમસ્તુ, ”
c “જે અનુષ્ટાન (લગ્નવિધિ) થી આદિનાથ પ્રભુ ઇંદ્રાદિ કેટી દેવતાઓથી વીંટાઇ ભાગફળવાળા કર્મ ભાગવવા અને સંસારીજીવાને વ્યવહારમા દર્શાવવા સુન ંદા અને સુમંગલાને પરણ્યા હતા તેવું જ્ઞાત કે અજ્ઞાત આ અનુષ્ઠાન થાઓ. ”
આ ઉપરથી સુજ્ઞ શ્રાવકે જાણવુ જોઇએ કે વિવાહિત શ્રાવિકા કેવી ઉપયાગી છે ? આદિનાથ ભગવ તે પણ વ્યવહાર માર્ગમાં તેના કેવા ઉપચેાગ છે ? તે સારી રીતે ખતાવી આપ્યુ હતું. તે મહાત્મા ભગવંત જાણતા હતા કે, સ્ત્રી વ્યવહાર માગના મુખ્ય આધાર છે. વ્યવહારના વિશાળ ક્ષેત્રને ખીલવવાનુ એ શ્રેષ્ઠ સાધન છે. સંસારની ખટપટથી કંટાળી શ્રાંત થયેલા શ્રાવકને કુલીન વનિતા એક વિશ્રામસ્થાન છે અને સંસારના તાપથી તપ્ત થયેલા પુરુષના હૃદયની તે શીતળ છાયા છે.
આ બધા વિચાર કરી સુજ્ઞ શ્રાવકે ગૃહની શાભારૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
સુમેાધ
[ ૪૫ ]
શ્રાવિકાને સન્માન આપવું અને તેણીની ઉપર નિળ પ્રીતિ રાખીને વિવાહસંસ્કારના પવિત્ર હેતુ સમજી તેની નિંદા કરવી નહીં કે નિંદા થાય તેવું કાર્ય કરવું નહીં. ઘરમાં દાસદાસી કે છેકરાંના દેખતાં તેનું અપમાન કરવું નહીં, તેણીને તિરસ્કાર કરવા નહીં, તેની ઉપર ક્રોધ કરવા નહીં કે ભય બતાવવેા નહીં. એમ કરવાથી તેણીને ગૃહિણીપદમાંથી ભ્રષ્ટ કરવા જેવું થાય છે. કદી કાઇ વખતે તેણીની ભૂલ થઇ હાય અને તેને કાંઇ કહેવું હેાય તે એકાંત સ્થળે જઇ તેને શાંતપણે કહેવુ અને સમજાવવી. વિનય વિવેકવાળા સભ્ય વચનાથી તેને ખેલાવવી, પણ તેણીને કઠાર વચનેા કહેવા નહીં, તેમ ગાળા તા કદી પણ આપવી નહીં. કદી જો તેના માતાપિતાના દેાષથી તે કેળવણી રહિત રહી હેાય તે તેને કેળવણી આપવી અને સારા સારા નીતિનાં પુસ્તકે તેની આગળ વાંચી તેને સુજ્ઞ બનાવવી. અજ્ઞાન દશામાંથી તેણીના ઉદ્ધાર કરવા. ઘણી અજ્ઞાન સ્રીએ વિદ્વાન પતિના સહુવાસથી સજ્ઞાન અનેલી છે. લગ્નવિધિના મત્રાનેા એવા પ્રભાવ છે કે, પુરુષના ગુણા સ્ત્રીમાં સત્વર આવી શકે છે. આપણા જૈન ઇતિહાસમાં તેવા ઘણા બનાવે અનેલા છે. ચતુર પુરુષના પ્રસંગમાં આવેલી અલ્પમતિ સ્રી બહુમતિવાળી અને ચતુર મનેલી છે; તેમ ચતુર સ્ત્રીના પ્રસંગમાં આવેલા અલ્પમતિ પુરુષામાં પણ ચાતુર્ય વૃદ્ધિ પામેલુ છે. તેથી જ નીતિશાસ્ત્ર લખે છે કે “ જે પુરુષ આ સંસારમાં ઊંચી સ્થિતિએ આવવાની ઈચ્છા રાખતા હાય, તેણે પેાતામાં સારા સદ્ગુણ્ણાના સંગ્રહ કરવા કે તેના પાસ પેાતાની સ્ત્રીમાં પણ આવે. તેમજ જે સ્ત્રી સાથે પેાતાનું લગ્ન થાય, તેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
s
[ ૪૬ ]
શ્રાવિકા જે થોડું જ્ઞાન હોય તે તે વધારવાને તેણીને ધર્મ, નીતિ અને વ્યવહારિક જ્ઞાનનું શિક્ષણ આપી સુશિક્ષિત કરવી. જુઓ ! જેનધર્મના પ્રાચીન ઈતિહાસમાં પૂર્વની જેમ સતીએ પોતાના પતિના સહવાસથી સુશિક્ષિત બની હતી. દ્રૌપદી, ગાંધારી અને પદ્માવતીના હૃદયમાં જે જ્ઞાનકળા પ્રગટી હતી, તે તેમના પતિઓને જ પ્રભાવ હતો. તે મહા સતીઓએ ભારતમાં જે સતીધર્મનો પ્રભાવ દર્શાવ્યો હતો તેનું કારણ તેના પતિ તરફનું ધર્મ તથા નીતિનું શિક્ષણ હતું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પોતાની સહચારિણ કુલીન કાંતાને કેળવાયેલી કરવી એ બન્નેને લાભકારક છે. આ ઉત્તમ લાભ શા માટે ગુમાવ? આ સંસારમાં સત્ય સખારૂપ શ્રાવિકાને નિરક્ષરા રાખવી અને દુઃખ દેવું એ તે પિતાને, પોતાના કુટુંબને અને આખી ભારતની જેનકોમને નિરક્ષર અને દુઃખી રાખવા જેવું છે. જે દેશમાં કે જે નગર કે કુટુંબમાં ગૃહિણવર્ગ સારી સ્થિતિમાં હશે, તે દેશ કે તે કુટુંબ સર્વ રીતે સુખી અને આબાદ હશે.
જ્યાં વનિતાઓની સ્થિતિ ખરાબ હોય, ત્યાં કુટુંબ તથા તે દેશની સ્થિતિ સારી હોતી નથી. કારણ કે સંતતિને સર્વ પ્રકારને ઉદય માતા તરફથી થાય છે. સાક્ષરા શ્રાવકમાતા પિતાનાં સંતાનોને સાક્ષર કરી શકે છે. આપણી રાજ્યકત્રી પશ્ચિમની પ્રજાને વ્યવહાર જુઓ. તેઓને સાંપ્રતકાળે જે ઉદય છે, તેનું કારણ તે દેશની સ્ત્રીઓની સ્થિતિ સારી છે તે છે. યુરોપની યુવતિઓને તેના પતિઓ પ્રધાન ગણે છે અને તેમનાથી જ સંતતિને ઉદય માને છે. તેથી અત્યારે એ દેશ સુવર્ણભૂમિ થઈ પડ્યો છે. ઈગ્લાંડની યુવતિઓનાં સંતાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
સએપ
[ ૪૭ ]
વિદ્યાકળામાં કુશળતા મેળવે છે અને વિવિધ પ્રકારની યાંત્રિક કળાએના ખળથી ભારતની ભવ્ય લક્ષ્મીને આકર્ષે છે. આ બધા પ્રભાવ ત્યાંની સ્ત્રીએની સારી સ્થિતિના જ છે. ત્યાંની રમણીએને સર્વ પ્રકારે આદરસત્કાર અને માન મળે છે. ત્યાંની દારાઓને દરજ્જો ઘણું ઉત્તમ ગણાય છે. તેમને વસ્ત્રાભૂષણાથી સતાષવામાં આવે છે. ત્યાંના વિદ્વાન પુરુષા તેમને યથાર્થ રીતે અર્ધાંગના માને છે. આથી એ સાર્વ ભૌમના દેશ સંપત્તિથી ભરપૂર છે અને સર્વ રીતે સુખી છે, માટે પેાતાના દેશને તથા કુળને ઉત્તમ સ્થિતિમાં મૂકવાની ઇચ્છા રાખનારા પુરુષે તા પેાતાની વિવાહિત પત્ની પર જ નિ:સ્વાર્થ પ્રેમ રાખવા અને તેને સર્વ રીતે સુખી રાખવી.
પેાતાની વિવાહિત શ્રાવિકાને સુખી રાખનારા શ્રાવકપતિ કેવા સુખી થાય છે, તેને માટે એક જૈન કવિ સંક્ષિપ્ત કવિતા લખે છેઃ— यः श्रावकः श्रावकधर्मरक्तः पत्नीं स्वकीयां सुखिनीकरोति । सम्यक्त्वधर्मे परिवर्त्तमानः स संसृतौ सर्वसुखान्युपैति ॥ १ ॥
“ જે શ્રાવક શ્રાવકધમ ના રાગી થઇ પેાતાની પત્નીને સુખી કરે છે અને સમ્યક્ત્વ ધર્મમાં વર્તે છે, તે આ સંસારમાં સર્વ પ્રકારના સુખાને સંપાદન કરે છે. ”
તેથી સુજ્ઞ શ્રાવકે પેાતાની વિવાહિત શ્રાવિકા પત્ની સાથે જ સઘળા વ્યવહાર રાખવા જોઈએ અને તેણીને સર્વ પ્રકારે સુખી કરી તેમજ આ લેાકવ્યવહારના ઉત્તમ માર્ગનું પાલન કરી પેાતાના સમ્યક્ત્વ ધર્મને સારી રીતે દીપાવવા જોઇએ. એ જ શ્રાવકજન્મની સંપૂર્ણ સાથે કતા છે. શાસનદેવતા શ્રાવકસમૂહને તેવી સત્બુદ્ધિ આપેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ઠું
બાળશિક્ષણ
IT શિપ ક્ષણ એ દિવ્ય વસ્તુ છે. તેના પ્રભાવથી મનુષ્ય આ છે પિતાના જીવનની સાર્થકતા કરી શકે છે. પૂર્વ વિદ્વાનો શિક્ષણને દિવ્યચક્ષુ કહે છે અને તેના મહિમાનું ભારે વર્ણન કરે છે. શિક્ષણને ઇતિહાસ જે આ જગત ઉપર પ્રગટ થયે ન હોત તો મનુષ્યજીવન તદન નકામું થઈ જાત. એ શિક્ષણનો આરંભ એ જ મનુષ્ય જીવનની સાર્થકતાને આરંભ છે. એવા ઉપયોગી વિષયને માટે કેટલી સાવધાનતા રાખવી જોઈએ, તેને માટે જેનશાસ્ત્ર અને લૈકિકશાસ્ત્ર ઉત્તમ પ્રકારને ઉપદેશ આપે છે.
શિક્ષણને આરંભ જે બાળવયથી જ કરવામાં આવ્યું હોય તો જ તે સર્વ રીતે સફળ થાય છે. માટે શ્રાવક માતાપિતાએ તે વિષે પૂરી કાળજી રાખવાની જરૂર છે. બાળક જ્યારે
ગ્ય વયનું થાય ત્યારે તેના શિક્ષણને આરંભ તેની માતાથી જ થવું જોઈએ. માતા સે શિક્ષકોની ગરજ સારે છે. બાળકને માતા તરફથી જે જ્ઞાન મળે છે, તે જ્ઞાનની છાપ બાળકના હદય ઉપર સવાર પડી જાય છે. ગ્રહરૂપ પાઠશાળામાં પ્રવેશ કરતાં બાળકને માતા એ આદ્યગુરુ છે. સુશિક્ષિત શ્રાવકમાતાને હાથે ઉછરેલા અને કેળવાએલે શ્રાવકબાળ સદ્દગુણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૪૯ ] એક નમૂને બને છે, કારણ કે માતાનું શિક્ષણ બાળકના હદય ઉપર સારી છાપ પાડી શકે છે. બાળક જેવું ઘરમાં દેખે તેવું શિખે છે, તેથી તેના જીવનને પાયે ત્યાંથી જ બંધાય છે. સ્તનપાનથી આરંભીને એગ્ય વય સુધી બાળકનું શિક્ષણ માતાની ઉપર જ આધાર રાખે છે. બાળકને જન્મતાંવેંત જ માતાની પાસેથી શિક્ષણને કમ પ્રાપ્ત થાય છે. સ્તનપાન કરવું, નેત્રથી માતાને ઓળખવી અને માતાને સ્વર ઓળખે એ બધી કેળવણી બાળક ક્રમે ક્રમે સંપાદન કરતે જાય છે. અહીંથી જ બાળકને સારા કાર્ય તરફ વાળવાનું ધ્યાનમાં રાખવું. જમ્યા પછી રસના, સ્પર્શના, ઘાણ વગેરે તેની ઇંદ્રિયે જેમ જેમ જાગ્રત થતી જાય તેમ તેમ તન, મન અને ઇન્દ્રિયના વધવા સાથે તેની નકલ કરવાની શક્તિ પણ સાથે જ વધવા માંડે છે. આ સમય તેના શિક્ષણને માટે ખરેખર ઉપયોગી છે. સદગુણ શ્રાવકમાતાએ શિક્ષણને આરંભ આ વખતે જ કરવાનું છે. પ્રથમ તે તેને સભ્ય, વિનીત, વિવેકી, મર્યાદશીલ, નમ્ર અને સુઘડ બનાવવા યત્ન કરો. તે સાથે ધર્મ તરફ તેના હૃદયને આકર્ષતા જવું. હરકોઈ આવતા જતા સાથે કેવી રીતે વર્તવું? એ શિક્ષણ ઉપર માતાએ સર્વ રીતે લક્ષ આપવાનું છે. જે તે ઉપર પૂરતું લક્ષ આપવામાં આવે તો વિનયી શ્રાવકબાળ બીજાની સાથે વિનય અને વિવેકથી વર્તતાં શિખે છે. પોતાના બાળકને વિનીત અને નગ્ન કરવાને માટે માબાપોએ તેના દેખતાં બીજાની સાથે સારી રીતે વિનયથી વર્તવું અને સર્વની આગળ સભ્યતા બતાવવી; કેમકે બાલકે પોતાના માતાપિતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
શ્રાવિકા જેવું જુએ છે તેવું જ શિખે છે. જે માબાપ બાળકના દેખતાં બીજાની સાથે ખરાબ રીતે વર્તશે અને વઢવાડ કે ગાળો આપશે તો બાળક પણ તેવું શિખશે. જ્યાં સુધી શ્રાવકમાતા કે શ્રાવકપિતા સભ્યતાથી વર્તે નહિ ત્યાંસુધી બાળકના મન પર ખરી અસર થશે નહીં. જે માબાપ કહે કાંઈ અને કરે કંઈ એવા હોય તો બાળક તેવું કરતાં શિખે છે. વળી માબાપે વિનય, વિવેક અને મર્યાદા સાથે વત્તવું અને બાળકને મધુર વચને બેલાવવું. જેમકે “ભાઈ વિનયચંદ્ર!
હેન અચરત! આવ, જાઓ બાપુ દહેરે દર્શન કરી આવે, ગુરુને વંદના કરવા ઉપાશ્રયે જાઓ અને તમારા વિદ્યાગુરુના પગમાં પડે.” આવા આવા મધુર વચનોએ બાળકને બેલાવવાથી તેના હૃદયમાં ઉમંગ આવે છે અને તેની સારી અસર થાય છે. વળી તેવા મધુર વચનથી બેલાવી બાળકની પાસે કામ કરાવવું, એટલે તે હશે હશે કામ કરશે અને તેથી તેને કામ કરવાની ટેવ પડશે. એથી કરીને પુત્ર અથવા પુત્રી ખરેખરાં આજ્ઞાંકિત બની જશે. કદી બાળક પાસે કામ કરાવતાં જે કાંઈ પ્રમાદથી તે કામ બગડે તે તેને ગાળો આપી નહીં ધમકાવતાં તેને ફરી વાર તેમ ન થવાને માટે સૂચના આપવી અને મધુર વચનોથી તેને સારી સમજુતી આપવી. આથી તે બાળક ફરી વાર તેવી ભૂલ કરશે નહીં. તેમ કરતાં જે તે ફરી વાર એવી ભૂલ કરે તે માતાએ પોતાના ચહેરા ઉપર દિલગીરી દેખાડવી અને તેને કહેવું કે –“બાપુ! આમ વારંવાર કરીશ તે આપણને નુકશાન થશે, માટે હવેથી સંભાળીને કરજે.” માતાના મુખ ઉપર ખેદ જોઈ બાળક જાણશે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૫૧ ] મેં આ ખોટું કર્યું, હવે ફરી વાર કદી પણ તેમ કરવું નહીં. આ વખતે માતાએ મુખ ઉપર ઝાઝી વાર ખેદ ન બતાવતાં તરત હસી પડવું એટલે માતાને ક્ષમાશીલ સ્વભાવ જોઈ તે બાળકના મનને ક્ષોભ નહીં થાય અને તેથી તેનામાં રોઈ પડવાને કે હઠ પકડવાને દુર્ગુણ આવશે નહીં. પછી તે સદ્દગુણ બાળકને માબાપ જે જે શિખામણ આપશે તેમાં તે પૂરતું ધ્યાન આપશે.
બાળકને અમર્યાદપણે કે અવિવેકે વર્તવાની કુટેવ પડવા દેવી નહીં. કેટલાએક મૂર્ખ માબાપ બાળકને નઠારા પ્રવર્તનમાં જોડે છે, તેથી બાળક દુર્ગણ બની જાય છે. જેમકે “બેટા ચીમન ! આ તારા મામાને લાકડી માર, આ તારી બાને ગાળ આપ, આ તારા કાકાને કાન પકડી લે.” આવી આવી વિપરીત શિક્ષા આપનારા માબાપ પોતાના બાળકને દુર્ગુણ બનાવે છે, તેથી કદી હાસ્યમાં પણ એવી નઠારી કુટેવ પાડવી નહીં; તેમ જ અપશબ્દ, ગાળો અને જૂઠું બેલતાં બાળકને શિખવવું નહીં. જે બાળકને કેઈ જાતની કુટેવ પડી તે પછી તે મોટપણે પણ જતી નથી. તેનું કટુફળ છેવટે માબાપને ચાખવું પડે છે. દુર્ગણી સંતાને તરફથી જ્યારે માબાપને સતામણી થાય છે ત્યારે તેમને ભારે પસ્તા કરે પડે છે. આ વખતે તેઓ “છોકરે બગડી ગયે” એમ કહી તેના અવગુણે ગાય છે, પણ તેનું મૂળ કારણ પોતે જ છે એવું તેઓ સમજતા નથી.. તેથી સુજ્ઞ શ્રાવક માતાપિતાએ જે પોતાને સુખી થવું હોય અને પોતાના સંતાનને સુખી કરવા હોય તે તેમણે પ્રથમથી જ બાળકને સુધારવા કાળજી રાખવી જોઈએ. બાળકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
[ પર ]
શ્રાવિકા કમળ બુદ્ધિમાં સારા સંસ્કારે પાડવા જોઈએ. માબાપ તરફ, શિક્ષક તરફ અને ગુરુ તથા વડિલવર્ગ તરફ તેમને પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થાય તેમ કરવું જોઈએ. પિતાએ માતાના અને માતા પિતાના ગુણ બાળકની આગળ પ્રગટ કરવા, જેથી સુજ્ઞ શ્રાવકબાળના હૃદયમાં તેમની તરફ પૂજ્યબુદ્ધિ પ્રગટ થાય છે. માતાપિતા બાળકના કેવા ઉપકારી છે ? તેમના ઉપકારને બદલે બાળકથી કઈ રીતે વાળી શકાય તેમ નથી-ઈત્યાદિ સારી છાપ બાળકના હૃદયમાં પાડવી કે જેથી બાળક તેમની તરફ નમ્રતાથી અને મર્યાદાથી વર્તે.
બાળકને બાળવયમાંથી જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત થાય તેવી ચેજના કરવી. નિત્ય વહેલે ઊઠી દાતણપાણી કરી દહેરે ઉપાશ્રયે જવાની અને તેનાથી બને તેવી ધાર્મિક ક્રિયા કરવાની તેને ટેવ પાડવી. અને ધર્મ કરવાથી શું થાય ? તેમ જ અધર્મ કરવાથી શું થાય? તે વિષેની અસરકારક વાત તેના કમળ મગજમાં ઉતારવી કે જેથી તેનામાં ઉત્તમ પ્રકારના સંસ્કાર બંધાઈ જાય છે કે જે સંસ્કાર જાવજીવ સુધી વિલુપ્ત થતા નથી. ધર્મના સંસ્કારની સાથે શુદ્ધ વ્યવહારના સંરકારે પણ તેનામાં આરૂઢ કરવા કે જેથી તે વ્યવહારમાં પણ નીતિ, પ્રમાણિક્તા અને સત્યતાથી વત્તી શકે.
વળી બાળકમાં તર્કશક્તિ વધે તેવી ચેજના કરવી કે જેથી તેનામાં સાર, અસાર તથા કાર્ય, અકાર્યને વિવેક ઉત્પન્ન થાય. દરેક પદાર્થ ઉપર તેનું ધ્યાન ખેંચવું તેમ જ દરેક જાતની ચિા કરવામાં તેના હેતુઓ સમજાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૫૩ ] એટલે તેની તર્કશક્તિ વૃદ્ધિ પામશે. આમ કરવાથી બાળક જ્યારે કઈ વસ્તુ જેશે ત્યારે તેના હૃદયમાં તેના ખુલાસાને માટે પ્રશ્ન ઉત્પન્ન થશે. “આ પદાર્થ શું છે? આમ કરવાથી શું થાય? અને આમ કરવાનું શું કારણ છે?” એવા એવા પ્રશ્નો બાળક પોતાની મેળે કરશે અને તેને ખુલાસો મેળવવાનો પ્રયત્ન કરશે. આથી તેનામાં સારાસાર તથા કાર્યાકાર્યનું જ્ઞાન સ્વત: પ્રગટ થઈ આવશે. કદી બાળક પોતાની અલ્પ બુદ્ધિને લઈને કેઈ નઠારા પદાર્થ ખાવાની કે લેવાની ઈચ્છા કરે તો તેને તેના લાભાલાભ વિષે જણાવવું એટલે તેને સમજણ પડશે કે– આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે અને આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે દરેક પદાર્થની સમજુતી પાડવા સાથે તેને વિનયને ગુણ વધારે શિખવ. વિનયમૂળ જૈનધર્મ છે અને વિનયથી બધા ગુણે શોભી ઊઠે છે, તેથી સર્વ ગુણેને દીપાવનાર વિનયગુણ બાળકના હૃદયમાં વિશેષતાએ સ્થાપિત કર.
હવે બાળકને કેવી રમતમાં જોડવું ? તેને માટે માતાપિતાએ ઘણું જ ધ્યાન આપવાનું છે. જે રમત રમતાં કોઈ પ્રાણુની હિંસા થાય તેવી રમતથી બાળકને દૂર રાખવું, તેમ જ દરેક રમત યતનાપૂર્વક રમે તેમ કરવું. જે માબાપની સ્થિતિ સારી હોય છે જેમાંથી ધાર્મિક અને કળાકૈશલ્યનું જ્ઞાન થાય તેવી ચીજે સાથે બાળકને રમાડવું. જેમકે, એકેંદ્રિય, બેઈદ્રિય વગેરે જીવોના ચિત્ર બતાવી તેની સમજુતી આપવી. તે સિવાય ધર્મના, ધર્મગુરુના અને જ્ઞાન સંબંધી ઉપકરણના રમકડા કે ચિત્ર બાળકને બતાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
[ પ ]
શ્રાવિકા અને તેનો શો ઉપયોગ થાય તે વિષે પણ સમજુતી આપવી. તેમજ તે પવિત્ર ઉપકરણની આશાતના ન થાય તેમ તેનાવડે રમાડવું અને આ પ્રમાણે કરવાથી આશાતના થાય,. એવી બાળકને સમજણ પાડવી. અક્ષરજ્ઞાન રંગ, આકાર અને બીજા વ્યવહારના સામાન્ય જ્ઞાનને માટે તેને ગમત સાથે જ્ઞાન થાય તેવી યેજના કરવી.
બાળકને દુનિયાના પદાર્થોનું જ્ઞાન થવા માટે અને ધર્મ તથા નીતિને બંધ થવા માટે નાની નાની વાર્તાઓ કહેવી અને તેમાં જેટલું તે સમજી શકે તેટલું જ્ઞાન આપતા જવું. સંગીતવિદ્યા સર્વને ઉપગી છે અને તે બાળકને બહુ પ્રિય હોય છે, તેથી નવા નવા રાગની ટૂંકી કવિતાઓ બાળકને સંભળાવવી અને શીખવવી. વળી તે સમજી શકે તેવા દાખલાદષ્ટાંતે આપવા. જે વાર્તા બાળકની આગળ કહી હોય તે વાર્તા પાછી તે બાળક કહી બતાવે એમ કરવું. તેની આગળ બીક તથા વહેમભરેલી ભૂતપિશાચની વાત કરવી નહીં. તેવી વાત કરવાથી બાળક બીકણ અને નાહિંમતવાન થઈ જાય છે. જે વાર્તાઓ સાંભળી બાળક સ્વતંત્ર શૂરવીર, ધાર્મિક, હિંમતવાન, દયાળુ અને પરોપકારી થાય એવી વાર્તાઓ કહેવી. તે સાથે ધર્મ તથા નીતિના કલેકે, ગાથાઓ કે કવિતાએ તેને સંભળાવી યાદ રખાવવી. આ પ્રમાણે કરવાથી શ્રાવકબાળ પાંચ છ વર્ષમાં ઘણું જ્ઞાન મેળવી શકે છે. પછી સાતમે વર્ષે તેને શાળાની કેળવણીમાં જોડી દે. શાળાની કેળવણીની સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાની શેઠવણ કરવી, તેથી જેમ જેમ તેને વ્યવહારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ પ પ ] જ્ઞાન મળતું જાય છે તેમ તેમ ધાર્મિક જ્ઞાનમાં પણ તે પ્રવીણતા ધરાવતે જાય છે. એમ કરવાથી તેને પૂરેપૂરી કેળવણી મળે છે. પ્રથમ સ્વભાષાની કેળવણી આપવી અને પછી સંસ્કૃત, અંગ્રેજી વગેરે બીજી ભાષામાં પ્રવેશ કરાવે.
અહીં દરેક શ્રાવક માબાપોએ યાદ રાખવું કે, જે કેળવણી લીધાથી છોકરા કે છોકરીના હૃદયમાં અવળા સંસ્કાર પડે અથવા મિથ્યાત્વ વધે તેવી કેળવણું આપતાં ઘણું સંભાળ રાખવી. તેમ જ જેથી બાળકના મગજ ઉપર બોજો પડે
એવી કેળવણું પણ એકીસાથે ન આપવી, તેમ કરવાથી બાળકના જ્ઞાનતંતુ નબળા પડી જાય છે અને તેની અસર શરીર ઉપર થવાથી બાળક નબળું થઈ જાય છે.
આજકાલ રાજભાષા અંગ્રેજી છે, તેથી તેની કેળવણી લેવાની આવશ્યકતા છે, તથાપિ તે વિદ્યાના સંસ્કાર બળવાન ન થાય અને બાળકમાં નાસ્તિકતા ન આવે તેને માટે કાળજી રાખવી. શ્રાવકના સંતાનને બીજી ગમે તે કેળવણી આપવામાં આવે તથાપિ તેમને ધર્મની કેળવણી તે જરૂર આપ્યા કરવી કે જેથી તેનામાં ધર્મસંબંધી શ્રદ્ધા મજબૂત રહે અને શ્રાવક તરીકેની રહેણી-કરણીમાં કઈ જાતને ફેરફાર ન થાય.
શ્રાવકના પુત્ર અને પુત્રીઓને જેમાંથી ધર્મ તથા નીતિને બોધ મળે તેવાં પુસ્તકો વંચાવવાને શેખ વધારો અને તેવી ધાર્મિક મંડળીઓમાં તેમને જોડી દેવા. અભ્યાસી જૈન બાળકોને શિક્ષાગુરુના તથા શિષ્યના કર્તવ્ય વિષે સારે બધ આપે. તે સાથે કેળવણીના હેતુઓ સચવાય તેવી ગોઠવણ કરવી. કેળવણેના હેતુઓ એવા છે કે, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ]
શ્રાવિકા
વિનય પ્રાપ્ત થાય, શ્રાવકધર્મ તથા શ્રાવકાચાર સુધરે અને દેવ, ગુરુ તથા ધર્મ ઉપર શ્રદ્ધા થાય, સારા પ્રમાણિક તથા નીતિમાન થવાય, લેાકેાપયેાગી, પરાપકારી અને ઉત્સાહી થવાય તથા ઊઁચ ધંધામાં કુશળ થવાય, આ બધા હેતુએ સિદ્ધ કરવાને માટે જ કેળવણીની આવશ્યકતા છે. તેથી જેવી રીતે એ હેતુઓ સિદ્ધ થાય તેવી રીતે તે સ ંપાદન કરાવવી જોઈએ. એવા કેળવણી પામેલા શ્રાવકસતાનને શરીર શી રીતે સંભાળાય ? મનને કેવી રીતે સ્વતંત્ર કરાય ? વ્યવહાર શી રીતે ચલાવી શકાય ? કુટુંબનુ પાષણુ શી રીતે થાય? જગતમાં સુખ પ્રાપ્ત કરવાનાં સાધના શો રીતે સંપાદન કરાય ? પેાતાની શક્તિઓને કેવી રીતે સદુપયેાગ કરાય ? અને આપત્તિના વખતમાં કેવી રીતે વર્તાય ? એ અધુ શિક્ષણ સારી રીતે સંપાદિત થાય છે અને આવું શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે જ માબાપાએ પેાતાના સતાનાને કેળવણી આપવાની જરૂર છે.
કેળવણીના વિષય ઘણુંા વિશાળ છે. તેને માટે જરાપણ ઉપેક્ષા કરવા ચેગ્ય નથી. બાળશિક્ષણ એટલુ બધુ ઉપયાગી છે કે તેને પેાતાને, તેના કુટુંબને, જ્ઞાતિને તેમજ આગળ ઉપર સમગ્ર દેશને હિતકારી થાય છે. આ બધી ખાખતના ખીજ બાલ્યાવસ્થામાં જ રાપાય છે. ત્યારપછી તેને જેવું જેવુ, સિંચન થાય છે તેવુ તેવુ તે વૃદ્ધિ પામીને સારાં ફળ આપનાર નીવડે છે. બાળકના સંબંધમાં સર્વ કરતાં વધારે ઉપયોગી અને લક્ષ આપવા ચેાગ્ય આ વિષય જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું
A
))
S]
શ્રાવિકામાતાની ગુણાવળી B શ્રાવકના સંતાને સુધરવાને મુખ્ય આધાર તેની મિ શ્રાવિકામાતા ઉપર છે. સદ્ગુણી અને શ્રાવકકુળને દીપાવનાર સંતાને ઉત્પન્ન કરવા હોય તે તેને માટે સુશિક્ષિત માતાની જરૂર છે. જે શ્રાવિકા સમકિતના શૃંગારને ધારણ કરનારી, ધાર્મિક, નિસ્વાથી, નીતિમાન, સત્યવાદી, વિશ્વાસુ, કરકસરવાળી, સુઘડ, આનંદી, શાંત અને શ્રદ્ધાવાળી હોય તેના સંતાને તેવા જ ગુણવાળા થાય છે. વિપત્તિમાં વૈર્ય રાખનારી, પતિવ્રતા અને મધુરભાષિણી શ્રાવિકામાતાના પવિત્ર આશ્રયમાં રહીને ઉછરેલા સંતાને ખરેખર આહુતધર્મને દીપાવનાર અને પરોપકારી તથા સદ્ગુણી બને છે.
શિશુવયમાંથી બાળકનું આશ્રયસ્થાન તેની માતાને ખાળે છે. માતાના પવિત્ર ઉત્સંગમાં રહી બાળક પોતાની માતા પાસેથી જે શિક્ષણ મેળવે છે, તે શિક્ષણ બીજા કેઈ તરફથી તેને મળી શકતું નથી. બાળકનું ભવિષ્ય સારું નરસું થવું. એ સર્વ રીતે માતા ઉપર આધાર રાખે છે. મનુષ્ય પિતાના જીવનમાં જે ઉન્નતિ, ધાર્મિક વૃત્તિ, વિનય, વિવેક, ઉત્સાહ, ઉદ્યોગીપણું અને આત્મસંયમ વગેરે ગુણે મેળવે છે, તેમાં તેને તેની માતાની મદદ હોય છે. પૂર્વે જેને ઈતિહાસમાં જે મહાત્માઓ ધર્મવીર, વિદ્વાને, કલાધરે અને શૂરવીરે થઈ ગયેલા છે તેઓ બધા સતી, સગુણ અને કેળવાયેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
શ્રાવિકા
માતાઓના જ પુત્રા હતા. બાળકની બુદ્ધિ, પ્રકૃતિ અને આચરણના મુખ્ય પાયે! માતાનું શિક્ષણુ છે. એક જૈન વિદ્વાન કવિ લખે છે કે, એક વખતે પિતાના વિયેાગથી આક્રંદ કરતા અને અપાર શાક ધારણ કરતા એક શ્રાવકના પુત્રને જોઇ કેાઈ દયાળુ વિદ્વાને તેને શાંત્વન કરવાને કહ્યું હતું કે“ વત્સ! તું શાટે રૂદન કરે છે ? તારા કર્માંચાગે પિતાના વિયેાગ થયા છે, પણ જ્યાંસુધી તારી પાસે તારી વિદુષી માતા છે ત્યાંસુધી તું તારા જીવનની ચિંતા કરીશ નહિ, પિતા કરતાં તને તારી માતા વિશેષ મદદ કરશે. તારા જીવનના સન્માને દર્શાવનારી તારી માતા તને સર્વોત્તમ લાભ આપશે, તારી સારી રીતે સંભાળ રાખી તને સારી શિક્ષા આપશે અને તને ઉન્નતિના ઉત્તમ માર્ગ દર્શાવશે. તે મહાશયના આ વચનેાથી તે બાળક શાંત થયા અને આખરે માતાના શિક્ષણથી ઘણું ધાર્મિક, પરાક્રમી અને જૈનધર્મના વીર પુરુષામાં વિખ્યાત થયા.
77
ધાર્મિક અને સુશિક્ષિત શ્રાવિકા માતાના ઉત્સંગમાં રહી કેળવણી પામેલી જૈન સતીઓએ સત્કીર્ત્તિ સપાદન કરેલી છે. મનેારમા, રાજીમતી, પદ્માવતી, સુલસા, નંદયંતી, સૌંતા અને રૂકૂમિણી વિગેરે જૈનસતીઓએ આ જગત્માં જે સતીધર્મના પ્રભાવ દર્શાવ્યે છે અને જે સદ્ગુણ્ણાની સુવાસ પ્રસરાવી છે તે બધા પ્રભાવ તેમની વિદુષી માતાના જ હતા.
આજકાલ તેવી માતાઓ ઉત્પન્ન થતી નથી, તેથી જ જોઇએ તેવા સદ્ગુણવાળા અને પ્રભાવિક સતાનેા પણ શ્રાવક કામમાં થતા નથી; તેથી શ્રાવકવર્ગમાં સ્ત્રીકેળવણીની આવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૫૯ ] શ્યકતા છે દરેક શ્રાવકકુટુંબમાં શ્રાવિકાઓને સુશિક્ષિત બનાવવાની જરૂર છે. જ્યારે દરેક કુટુંબમાં સ્ત્રીકેળવણી વૃદ્ધિ પામશે, શ્રાવકબાળાઓ શ્રાવિકાભૂષણ જેવાં ઉત્તમ પુસ્તક વાંચી પિતાના સદાચારમાં સુધારે કરશે ત્યારે જ શ્રાવકસંતતિ ધાર્મિક અને સાંસારિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકશે. શ્રાવિકા માતાઓ પૈતાનામાં સારા ગુણેને સંગ્રહ કરી પિતાના બાળકના હૃદયમાં તેની ઉત્તમ છાપ પાડવાને દરકાર રાખે તે અલ્પ સમયમાં જ શ્રાવક સંસાર ઉન્નતિમાં આવે. આજકાલ તો કેળવણી પામેલી માતાએ પણ પિતાના સંતાન તરફ બેદરકાર રહે છે અને પોતે શેઠાણી બની કે મળ તનમનવાળા બાળકોને દાસદાસીઓની સોબતમાં રાખી ઉછેરે છે. એ ઘણું હાનિકારક છે. નીચ કુળના નેકરની સોબતમાં ઊછરેલા બાળકોમાં ઉત્તમ ગુણ આવતા નથી, પણ તેથી ઘણી જ ખરાબી થાય છે. હલકા વર્ગના નેકરેની સંભાળ તળે ઉછરેલા બાળકોમાં અનેક દુર્ગુણનો પ્રવેશ થાય છે જેથી મોટપણે પછી કોઈ પ્રકારની કેળવણીથી તે ખરાબી કદી પણ સુધરી શકતી નથી, માટે તેઓને દાસ-દાસીના હલકા સહવાસમાં રાખવા નહીં. જે માતાએ પોતાનાં બાળકોને પ્રમાણિક અને સદગુણોથી ભરેલાં કરવાં હોય તે તેમને નઠારી સેબતથી દૂર રાખવાં. આ વાત દરેક શ્રાવમાતાએ સર્વદા સમરણમાં રાખવાની છે. એ સંબંધમાં જે ઉપેક્ષા કરવામાં આવે છે તે પાછળથી પસ્તાવું પડે છે. દઢ થઈ ગયેલી સબત છેડાવવી મુશ્કેલ પડે છે, માટે તે બાબત લક્ષ રાખ્યા કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મું બાળકને માતાપિતા પ્રત્યે ધર્મ
)
2
રેક સદગુણ શ્રાવક બાળકોએ પિતાને માતા
છે પિતા પ્રત્યે શો ધર્મ છે ? એ વાત લક્ષમાં રાખવાની છે. આ સંસારમાં માતાપિતાને કે ઉપકાર છે? એ વાતનો વિચાર કરતાં દરેક સુજ્ઞ શ્રાવકબાળને જણાશે કે માતાપિતા સમાન કોઈ બીજું તેનું ઉપકારી છે નહીં, તેમાં પણ માતાના સ્નેહની બરાબર કઈ વસ્તુ નથી. બાળકની રક્ષા કરનારી, પ્રેમથી પોષણ કરનારી અને ક્ષણેક્ષણે સંભાળ લેનારી માતા એ જ ઘરની દેવતા છે. ગૃહદેવીરૂપ માયાળુ માતા નિ:સ્વાર્થપણે બાળકની તન, મન અને ધનથી રક્ષા કરે છે. શું તેનામાં સ્વાર્થનો જરા પણ અંશ જોવામાં આવે છે? કદી નહીં. એ નિર્મળ હૃદયની માતા નિ:સ્વાર્થપણે બાળકનું પોષણ કરી તેને ઉછેરે છે. એવી પવિત્ર માતાને દી તેનું નાદાન બાળક ભૂલી જાય, પણ તે માતા બાળકને ભૂલી જશે નહ-કેળવણી વગરનું બાળક કદી રેષને વશ થઈ પિતાની માતાનો અનાદર કરશે, તેનું ભારે અપમાન કરશે તથાપિ એ માયાળુ માતા પિતાના તેની તરફના વાત્સલ્યને પણ શિથિલ કરશે નહીં. અહા! કે માતૃપ્રેમ! લોકિકમાં પણ કહેવત છે કે, “ગોગાત કરહરિ માતા મવતિ” પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કયારે પણ થતી નથી. પવિત્ર માતા અનેક પ્રકારનાં કષ્ટો વેઠી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૬૧ ] બાળકનું પ્રેમથી પાલન કરે છે. નવ માસ સુધી ગર્ભમાં રાખી જમ્યા પછી તેની સારસંભાળ લે છે. કાંઈ પણ સમજણ વગરના અબેલ બાળકની બધી ઈચ્છા પૂરી પાડવાને માતા સર્વદા તત્પર રહે છે અને તે બાળકની સાથે લાડઘેલી બને છે. જાતજાતની રમતોથી બાળકને ખુશીમાં રાખવાને સદા આતુર રહે છે. પોતાના પ્રિય બાળકના શરીરની રક્ષા સારુ તેને ભીનામાંથી કોરામાં સુવાડી પોતે ભીનામાં સૂવે છે અને બાળકના આરોગ્યને માટે અનેક ઉપાયે કર્યા કરે છે. ધન્ય છે એ માતાના ઉપકારને! એવા ઉપકારી માતાના ઉપકારને કર્યો માણસ ભૂલી જાય? કાલું કાલું બોલનારા બાળકની ઈચ્છાઓ પૂરી કરવાને માતાપિતાના હૃદયની લાગણું જુદા જ પ્રકારની હોય છે. નબળી સ્થિતિમાં આવેલા માતપિતા જે કદી પોતાના બાળકની ઈચ્છા પૂરી કરી શકે તેમ ન હોય તે તેઓના હદયમાં ઘણું ચિંતા ઉપજે છે અને કેટલીક વખત તેને માટે આંખમાં આંસુ લાવી રડે છે. પિતાને અધન્ય અને દુભાંગી સમજે છે. ચાલવાને અને પોતાની મેળે ખાવાને અશક્ત એવા બાળક ઉપર દયા લાવનાર અને સહાય કરનાર વહાલી માતા જ છે અને ટાઢ, તડકે તથા વરસાદમાં અન્ન, વસ્ત્ર વગેરે જોઇતી સામગ્રી પૂરી પાડી સર્વ પ્રકારે રક્ષણ કરનાર પવિત્ર પૂજ્ય પિતા જ છે એ બંનેના અતિશય ઉપકારને બદલે કઈ પણ રીતે વાળી શકાતા નથી.
આવા જીવનરક્ષક માતપિતાની સેવા દરેક સંતાને કરવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં પણ એ માતાપિતાને જંગમ તીર્થરૂપ ગણેલા છે, તેથી પુત્રએ તન, મન અને ધનથી તેમની સેવા કરવી જોઈએ. જેને ચરિત્રગ્રંથોમાં માબાપની સેવાને માટે ઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ]
શ્રાવિકા
સ્થળે કહેલુ છે. પૂર્વે તીથ કરાએ, ચક્રવત્તીઓએ, મહાન નરોએ અને બીજા મહાપુરુષાએ માષિતાની આજ્ઞા પાળવાને અનેક પ્રકારના કષ્ટો સહન કરેલાં છે. માતાપિતાની સેવા કરનારા શ્રાવકવીરાએ આ લાકમાં સહીત્તિ અને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત કરેલી છે.
જે મનુષ્યા માબાપની આજ્ઞા માનતા નથી અને તેમની સેવા કરતા નથી તેએ અત્યંત કષ્ટ ભાગવે છે અને છેવટે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. માખાપની સેવા નહિ કરનારા મનુષ્યાને રાક્ષસ અને કૃતઘ્રી કહેલા છે. તેએને માટે તે એટલે સુધી કહેવું છે કે, તેમને સ્પર્શી કરવાથી પણ પાપ લાગે છે. જે પુત્રાએ વા પુત્રીઓએ માતપિતાની આજ્ઞા માની નથી તે આખર સંસારમાં દુ:ખી થાય છે; કારણ કે માબાપની આજ્ઞા હમેશાં હિતબુદ્ધિથી જ ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે નહીં વનારા સતાનાનું અહિત થાય છે એટલે કે તે દુ:ખી થાય છે. આજકાલ કેટલાએક અજ્ઞાની કઠાર હૃદયના બાળકા તરુણુવયમાં આવતાં માતાપિતાના પૂર્વાષકારને ભૂલી જઇ, પેાતાની અજ્ઞાની સ્રીના કહેવા ઉપર સરમાઈ જઈ મામાપનેા અનાદર કરે છે, તેમની આજ્ઞાનું ઉલ્લ્લંઘન કરે છે અને જુદા થઇ માખાપને દુ:ખ આપે છે, તેમનુ પાષણ કરતા નથી, તેમને અનેક રીતે કચવાવે છે અને પેાતાના પુત્રધર્મ ભૂલી જઇ તેમની સામે કટુ વચને ખેલે છે તેવા અધમ પુત્રાને સહસ્ર વાર ધિક્કાર છે. તે અજ્ઞાની બાળકે વિચાર કરતા નથી કે, આ માખાપ અમારા કેવા ઉપકારી છે ? તેઓએ અમારે માટે કેટલાં કષ્ટો વેઠ્યાં છે? અને અમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૬૩ ] પાળીપોષી મોટા કર્યા છે? આ વિચાર નહીં કરનારા અને નિરંકુશપણે વર્તનારા એ બાળકો મનુષ્ય નથી પણ માતાના ઉદરમાંથી નીકળેલા પશુ છે અથવા સચેતન પાષાણ છે. માતાપિતાના પૂર્વોપકારને ભૂલી જ, તેમનું અપાર હેત, તેમની ઊંડી લાગણી તદ્દન વિસરી જવી, એ મોટામાં મોટું અધમ કૃત્ય છે. તેથી દરેક શ્રાવકસંતાને પોતાના ઉપકારી માતપિતાની તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ.
જ્યાં સુધી એ ઉપકારી માતાપિતાની સેવા કે ભક્તિ કરવામાં આવતી નથી ત્યાંસુધી તેઓ યાજજીવ તેમના ત્રણ છે. જ્યાં સુધી પુત્ર માતાપિતાના ઋણમાંથી મુક્ત થયા નથી ત્યાં સુધી તેનું જીવિત બીજા કેઈ પણ ધર્મકાર્યને માટે લાયક થયું નથી એમ સમજવું, તેથી દરેક શ્રાવકશિશુએ સમજવું જોઈએ કે, માતાપિતાની સેવા અને ભક્તિ કરવી, એ તેમનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રકરણ ૧૦ મું
સંતાન તરફ માબાપનું કર્તવ્ય
હું સંસારમાં માતાપિતાએ પણ પોતાનું કેટલું હ આ એક કર્તવ્ય સંતાન તરફ બજાવવાનું છે. ઠ્ઠિઓ પિતાની સંતતિને કેવી રીતે કેળવણું આપી ઉન્નતિમાં લાવવી? એ પ્રથમ વિચાર માતાપિતાએ કરવાનો છે. અજ્ઞાન અવસ્થામાં જન્મેલા બાળકને ઉછેરી સારું શિક્ષણ આપી શ્રાવકરત્ન અથવા શ્રાવિકારત્ન બનાવવું એ પવિત્ર માતાપિતાની ફરજ છે. જે માબાપ બેદરકારીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રાવિકા
પેાતાના સંતાનનુ કેવી રીતે શુભ થાય ? એવી કાળજી રાખતા નથી તે આ જગતના સૃષ્ટિનિયમના ગુન્હેગાર છે. જેમ માણસ પેાતાના શરીરના સર્વ અવયવેાની સંભાળ રાખે છે, તેમ માખાપે પેાતાના શરીરના અશરૂપ સંતાનેાની સર્વ પ્રકારની સંભાળ રાખવાની છે. માબાપે બાળકનુ અમુક વય સુધી રક્ષણ કર્યા પછી તેની સાથે મિત્રભાવથી વવાનુ છે. સુજ્ઞ મામાપે પેાતાના માળકે જ્યારે લાયક વયના થાય ત્યારે તેમને પેાતાના સલાહકાર બનાવવા જોઇએ. તેઓ પેાતાના દિલની વાત ખુલ્લા દિલથી કહે તેમ કરવુ જોઇએ. પિતાને ઘરમાં જો ખુલ્લા દિલથી વાત કહેવાનુ સ્થાન મળતુ નથી તે કાઇને બહારથી શેાધી કાઢી તેની સાથે મસલત કરવી પડે છે. આમ કરવાથી કાઇ વાર ઘણુ નુકશાન થવા સંભવ છે, તેથી પેાતાના બાળકની સાથે જ મસલત કરવી વધારે સારી છે. જો બાળકની સાથે હળીમળી જવાય છે તેા તેથી એનામાં સારા ગુણા પ્રગટ થાય છે, ગૃહભારને વહન કરવાની તેનામાં શક્તિ આવે છે અને તેથી પિતાને ગૃહવ્યવહારમાં મદદગાર થઈ પડે છે. જો પિતા પેાતાના પુત્રને છેાકરું ગણી કાઢે છે અને તેને કઇ પણ ગૃહકાર્ય માં ભેળવતા નથી, તેા તેથી પુત્રનું મન જુદું પડી જઇ સ્નેહ તૂટે છે, કુસંપ પેદા થાય છે અને આખરે પિતાપુત્રને જુદા રહેવાના વખત આવે છે. માટે બાળકને યુવાનવયમાં આવતાં જ પેાતાના ગૃહકાર્ય માં સલાહકાર અનાવી તેની સાથે જેમ સ્નેહ વધે તેમ કરવું. તેને માટે નીતિશાસ્ત્ર લખે છે કે, “ માણે તુ જોઇશે વર્ષે, પુત્ર મિત્રવતારરત ” પુત્ર સાળ વર્ષના થાય ત્યારથી તેની સાથે મિત્રની માફ્ક વર્તવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સુબેધ
[ પ ] કેટલાએક માબાપો કુલણજી બની ગજા ઉપરાંત ખર્ચ કરી પિતાનાં સંતાનને ભારે કરજના બેજામાં નાખે છે, ઘરબાર વેચી કારજવરા કરે છે, કીર્તિને માટે ધર્માદામાં માલમિલ્કત અર્પણ કરે છે અને છોકરાનું શુભ ઈચ્છતા નથી, તેઓ ખરેખર પિતાના માબાપતરીકેના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. તેવી રીતે કદી પણ કરવું ન જોઈએ. સુજ્ઞ શ્રાવક માબાપે જે કાંઈ કરવું તે પોતાનાં સંતાનોને લાભકારક કરવું. ઉપજ કરતાં ખર્ચ ઓછો રાખી પોતાનાં સંતાન ભવિષ્યમાં કેવી રીતે સુખી થાય તેવી ચેજના કરવી “છોકરાંનાં નસીબ છોકરાં જાણે.” એમ વિચારી કીર્તિદાન કરનારા અને મેજમજામાં દ્રવ્યને ઊડાડનારા માબાપ પોતાનાં સંતાનના શત્રુરૂપ થાય છે. વિચારવંત માબાપોએ તેમ નહીં કરતાં પિતાનાં સંતાનોનું તન, મન અને ધનથી રક્ષણ કરવું. તેમને માટે ઘરબારની વ્યવસ્થા કરવી અને તેમનાં હિતમાં સર્વદા તત્પર રહેવું.
સુજ્ઞ શ્રાવક માબાપનું પ્રથમ કર્તવ્ય તેમને કેળવણી આપવાનું છે. કેળવણીરૂપ કલ્પલતાને આશ્રય કરનારા સંતાનો ભવિષ્યમાં સર્વ રીતે સુખી થાય છે. સંતાનને માટે ગમે તેટલે દ્રવ્ય વારસો મૂકી જાય, તથાપિ જ્યાંસુધી તેમને કેળવણી આપવામાં આવે નહીં ત્યાં સુધી તે વારસે નકામે છે. કેળવણી એ ભાવનાર છે. તે દ્રવ્યવારસાથી સર્વ રીતે ચડીઆત છે. જે બાળકો કેળવણી પામેલા હશે તો તેઓ ભાવવારસાના બળથી દ્રવ્યવારસાને સુધારી શકશે અને તેનો સદુપયોગ કરી તેઓ આ લેકમાં સત્કીર્તિ અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત કરી પિતાના શ્રાવકજીવનને સર્વ રીતે સાર્થક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
શ્રાવિકા
કરવાને સમર્થ થશે; તેથી સુજ્ઞ માતાપિતાએ પેાતાનાં સંતાનાને ધાર્મિક તથા સાંસારિક કેળવણીથી એનશીખ રાખવા નહીં.
''
બીજી એક ભાખત માબાપાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, પુત્ર તથા પુત્રી વચ્ચે ભેદ રાખવા નહીં. તે બન્નેને સમાન ષ્ટિએ જોવા. “ પુત્ર પેાતાના ઘરના ભવિષ્યના સ્વામી છે અને પુત્રો તે પારકે ઘેર જવાની છે. ” આવું ધારી કેટલાએક માબાપેા તેમની વચ્ચે ભિન્નભાવ રાખે છે અને પેાતાને! પ્રેમ પુત્રી કરતાં પુત્ર પર વિશેષ રાખે છે તે તેમની મેાટી ભૂલ છે. પુત્ર અને પુત્રી અને પેાતાના શરીરના સમાન અંશ છે. તેમની વચ્ચે ભેદ રાખવા એ ધર્મથી અને નીતિથી વિરુદ્ધ છે. પુત્ર અને પુત્રી અને સંસારમાં સરખી રીતે સુખી થાય તેવી ઇચ્છા રાખી માબાપાએ બંનેને ઉત્તમ કેળવણી આપી સુધારવા જોઇએ. હાલ કેટલાએક અવિચારી માબાપે પુત્રીના સુખનેા કશા વિચાર નહીં કરતાં પુત્રીને કેળવણી આપતા નથી; તેમ જ તેને માટે દરકાર રાખતા નથી તેએ ખરેખરા પાપના પક્ષપાતી છે. કેટલાએક અધમ માબાપે પુત્રના હિતની ખાતર પુત્રીના માં માગ્યા પૈસા લઇ તેને ગમે તેવા પતિની સાથે પરણાવે છે અને પુત્રનું શુભ ઇચ્છી પુત્રીનું અશુભ કરે છે તેઓને સહસ્ર વાર ધિક્કાર છે. તેવાં અધમ માબાપે। આ જગતમાં નિંદાપાત્ર બને છે અને છેવટે પરલેાકમાં દુર્ગતિનાં પાત્ર થાય છે. પેાતાનુ જ હિત ઇચ્છનારા રાક્ષસ પિતા મનેાવાંછિત લક્ષ્મી લઈ પુત્રીને જેવા તેવા નરને આપે છે, પછી તે પુત્રી જ્યાંસુધી દુ:ખી થાય ત્યાંસુધી એ અધમ પિતાને અંતરના શાપ આપે છે અને નિ:શ્વાસ મૂકે છે; તેથી એ ક્રૂર પિતા આખરે દુ:ખી થયા વિના રહેતે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સુભેધ
[ ૬૭ ]
કન્યાવિક્રયનું વિત્ત અધમ છે. તે ચિરકાળ ટકતુ નથી. કન્યાવિક્રય કરનારા હજારે લેાકેા અંતે પાયમાલ થઈ ગયેલા છે. આથી જૈનબ એએ તે અધમ કૃત્ય ન કરવું જોઈએ. એ મહાપાપથી દૂર રહેવું જોઇએ. એવા નીચ કામ કરનારને શ્રાવક કહેવા એ કેાઇ રીતે ચેાગ્ય નથી. શ્રાવક એ પવિત્ર શબ્દના અર્થ તેવા અધમ પુરુષને લાગુ પડતા નથી. એ પાપીની ગણના ચતુર્વિધ સ ંઘમાં થતી નથી. જે શુદ્ધ શ્રાવક હોય તે એવું અધમ કૃત્ય કરતા નથી. તે પેાતાના પુત્ર તથા પુત્રી અને સતાનને સમાન ગણે છે. પુત્રીને વેચી પુત્રનુ ઘર ભરવું, એ ઘણું જ પાપી અને નીચ કામ છે, એમ તે સમજે છે. પુત્રીના પતિ પાસેથી પૈસા લેવાથી એનુ ઘર ખાલી થાય છે, તેથી એ બિચારી નિરપરાધી પુત્રી દુ:ખી થાય છે. આવુ સમજનારા ધમી પુરુષા પ્રાણાંતે પણ એ અધમ કાર્ય કરતા નથી. તેઓ જ્યારે પુત્રી ચેાગ્ય વયની થાય ત્યારે તેને ચાંગ્ય વયને, સુંદર, સદ્ગુણી અને વિદ્વાન એવા શ્રાવક વર શેાધી વરાવે છે અને પેાતાની પુત્રીના જીવનને ઊંચી સ્થિતિમાં મૂકે છે.
.
આજકાલ કેટલાએક દુરાગ્રહી લેાકેા કુલીનતાનેા અ જુદા કરે છે. તેઓએ ઘણા દીર્ઘ વિચાર કરવાને છે. કેટલાએક મૂર્ખ, દુર્ગુણી અને અવિનીત હાય તે છતાં કુલીનતાના ખાટા ફ્રાંકે રાખે છે તેવા વરની સાથે શ્રાવકે પેાતાની પુત્રીને પરણાવવી ન જોઇએ. તેની કુલીનતામાં અંજાઈ જવુ, એ મૂર્ખતા છે. એવી કુલીનતામાં આકર્ષાવ એ પુત્રીને દુ:ખદાયક થઈ પડે છે. એવા અયેાગ્ય પતિને શ્રાવકપુત્રી અર્પણુ કરી દેવી એ તેણીને દુ:ખના ખાડામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૬૮ ]
શ્રાવિકા નાખવા બરાબર છે. કુલીનતાનું લક્ષણ શું છે? તેને માટે એક વિદ્વાન નીચે પ્રમાણે લખે છેઃ
विद्याविनयसंपन्नः, सद्गुणैः परिशोभितः । परोपकारनिरतः, स कुलीनः प्रकीर्तितः ॥१॥
“ જે વિદ્યા અને વિનયથી યુક્ત હોય, સદગુણેથી સુશોભિત હોય અને હમેશાં પરોપકારમાં તત્પર હોય તે કુળવાન કહેવાય છે.”
જેનામાં આવા ગુણ હોય. તે કુલીન કહેવાય છે, સારા કુળમાં જન્મ્યા હોય, પણ જે તેનામાં એ ગુણ ન હોય તો તે કુલીન કહેવાતું નથી. માબાપ તેવા ગુણવાળા થયા હોય અને તેથી તેનામાં કુલીનતાની છાપ પડી હોય પણ જે તેઓ જાતે અવિદ્વાન, અવિનીત અને અપોપકારી હોય તે તેને અકુલીન જાણવા. તેવાઓને શ્રાવક માબાપે પોતાની પુત્રી આપવી ન જોઈએ. તેવાઓને પુત્રી આપવાથી તે પુત્રી સર્વ રીતે દુઃખી થાય છે. જે માબાપ પોતાના પુત્રને કુલીન કરવા ઈચ્છતા હોય તે તેમણે પિતાના પુત્રને કેળવણી આપી તેવા ગુણવાળા કરવા કે જેથી તેઓ ભવિષ્યમાં સુખી થાય. ખરેખરા કુલીન થયેલા શ્રાવકે પુત્રને ભણવાગણવી, કુશળ કરી યોગ્ય વયે આવતાં તેને કેાઈ સદ્દગુણસંપન્ન શ્રાવકની કન્યા સાથે પરણાવ કે જેથી ભવિષ્યમાં તે એક નમૂનાદાર શ્રાવકદંપતી બનીને સમકિતધારી થઈ શ્રાવકસંસારને સારી રીતે દીપાવી શકે. જે મૂર્ખ માબાપ કેળવણી વગરની અકુલીન કન્યાની સાથે પોતાના બાળપુત્રને પરણાવે છે, તેઓ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સાધ
[ ૬૯ ]
સંતાનના ખરેખરા શત્રુ બને છે અને પેાતાના નિરપરાધી બાળકાના બધા ભવ બગાડે છે. આ હાનિકારક કુરિવાજે જૈન પ્રજામાં ભારે હાનિ પહોંચાડી છે. ઘેર ઘેર શ્રાવકસંસાર અધમ દશા ભાગવતા જોવામાં આવે છે, તેથી દરેક શ્રાવક ધુએ એ કુરિવાજના નાશ કરી દેવા જોઇએ અને જૈનપ્રજામાં થતી મેાટી પાયમાલીને અટકાવવી જોઇએ. એ પાયમાલીનું મૂળ કારણ જે ખાળલગ્ન છે તેવુ પણ ઉન્મૂલન કરી સાંસારિક ઉન્નતિના ઉત્તમ માર્ગને ગ્રહણુ કરવા જોઇએ. સુજ્ઞ શ્રાવક માખાપા જો દીર્ઘદષ્ટિથી વિચાર કરશે તેા તેમના જાણવામાં આવશે કે બાળલગ્નથી માટી હાનિ થાય છે. ખાળવયમાં વિવાહિત કરેલા શ્રાવકશિશુઓની માનસિક અને શારીરિક અને પ્રકારની સંપત્તિ નાશ પામે છે, ખાળવય એ ભવિષ્યના સંસારના મૂળ પાયેા છે. શ્રાવકસંસારરૂપી માટો મહેલ એ પાયા ઉપર ચણવાના છે, તેથી ખાલ્યવયથી જ તેમની મનેાવૃત્તિ ઉત્તમ માગે ઢારવવી, દુર્વ્યસનથી તેમને દૂર રાખવા, શૌળગુણથી સુÀાભિત કરવા, ધર્મના પવિત્ર સંસ્કારા તેમનામાં આરેાપિત કરવા, માયાળુ અને દયાભરેલી લાગણી તેમનામાં ઉત્પન્ન કરવી અને માર્ગાનુસારીના પાંત્રોશ ગુાનું પ્રવન તેમનામાં પ્રગટ કરવું-એ જ શ્રાવક માબાપાનુ શુદ્ધ અને ખરેખરું' કન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું
વધૂધર્મ બાd ળ શ્રાવિકા જ્યારે વિવાહિત થઈ પિતાને સાસરે
જાય છે ત્યારે તેણુએ શ્વસુરગૃહમાં કેવી રીતે
SI વર્તવું જોઈએ? એ ગૃહધર્મ તેણીને અવશ્ય જાણવા જેગ્ય છે. સ્ત્રીકેળવણું લઈ સુજ્ઞ બનેલો શ્રાવકવએ હૃદયથી સમજવું જોઈએ કે-હું હવે બીજી સ્થિતિમાં આવેલી છું. હવે સાસુસસરે એ મારાં માતાપિતા છે. જેવી રીતે પીઅરમાં રહીને મારે માતાપિતાની સેવા કરવાની હતી તેવી રીતે સંબંધથી જોડાએલા આ માતાપિતાની માટે સેવા કરવી જોઈએ. સુજ્ઞ શ્રાવિકાએ દીર્ઘ દૃષ્ટિથી વિચારવું કેસાસુસસરે એ મારા પતિના જન્મદાતા છે અને તેના પાળકપષક તરીકે ઉપકારી છે. તેમ વળી તેમણે મારા પ્રાણનાથને ઉત્તમ પ્રકારની કેળવણી આપી વિદ્વાન અને સદ્દગુણ બનાવ્યા છે. આ સંસારમાં તેમના જેવા બીજા કોઈ મારા તથા મારા પતિના હિતકારી નથી. આવા વિદ્વાન પતિને પ્રાપ્ત કરી આ શ્રાવકસંસારમાં મને જે સુખ મળવાનું છે તે બધે પ્રભાવ આ સાસુસસરાને છે. આવું વિચારી સુજ્ઞ શ્રાવિકાએ ત્રિકરણ શુદ્ધિથી તેમની સેવા કરવી જોઈએ. એ પરમ પૂજનીય સાસુસસરાને સર્વદા સંતુષ્ટ રાખવા, તેમની આજ્ઞા પાળવી અને તેમના હૃદયને કદી પણ કરાવાવવું નહીં. પિતાના સદગુણ અને સદાચરણથી તેમને રાજી રાખવા અને તેમની શિખામણ માન્ય કરવી. તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૭૧ ] રજા સિવાય કદી પણ ઘર બહાર જવું નહીં. કદી આપણામાં ભૂલ આવી હોય અને તેને માટે સાસુ ઠપકો આપે તો તે સહન કરે, પણ તેની સામે બોલવું નહીં. પિતે પોતાની ભૂલ કબુલ કરી તેમની પાસે માફી માગવી. સાસુના મુખની વાણીને હિતશિક્ષા માની તે પ્રમાણે પ્રવર્તન કરવું એ જ કુલીન શ્રાવિકાને ધર્મ છે. પૂર્વે શ્રાવકવધૂઓએ જે કીર્તિ સંપાદન કરી છે અને જેમના પવિત્ર નામ જેન સતીમંડળમાં ગવાય છે, તે બધે પ્રભાવ સાસુસસરાની સેવા ને જ હતો. પ્રાચીન જૈનવધૂઓ શ્વસુરગૃહમાં રહી, સતીધર્મ પાળી સાસુસસરાની સેવા કરતી હતી. પોતાના પ્રાણપતિના પિતૃકુટુંબને પિતાના પિયર સમાન માનતી હતી. સાસુસસરે, જેઠજેઠાણી કે મોટી નણંદને વડિલવર્ગમાં ગણતી હતી. નાની નણંદને પોતાની નાની બહેન સમાન માનતી અને તેણીની સાથે તેવી રીતે વર્તતી હતી. પૂર્વની શ્રાવકવઓએ શ્વસુરગૃહમાં રહી સ્ત્રીકેળવણીને ખરે ઉપએગ કરે છે. સ્ત્રીકેળવણરૂપ કલ્પલતાના પ્રભાવથી તેઓ ભારતવર્ષની આર્યપ્રજામાં વિખ્યાત થઈ ગઈ છે. ભારતી જેનપ્રજા અદ્યાપિ તેમનું ગાન કરે છે અને ક્ષણે ક્ષણે તેમના નિર્મળ નામનું સ્મરણ કર્યા કરે છે.
સુજ્ઞ શ્રાવકવધૂએ પિતાના શ્વસુરપક્ષના સર્વ કુટુંબીએની સાથે સભ્યતા અને સ્નેહથી વર્તવું. સાસુ કદી ગુસ્સે થઈ જાય તે પણ તેને માટે મનમાં કંઈ લાવવું નહીં. તે વારંવાર ઘરનું કામકાજ કરાવ્યા કરે તે પણ મનમાં તેને કંટાળો લાવવો નહીં. કેટલીએક અજ્ઞ વધઓ જ્યારે સાસુ ઘરના કામ વધારે કરાવે ત્યારે તેની ઉપર ગુસ્સે થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
શ્રાવિકા તે ઘણી જ મૂર્ખતા છે. કારણકે, જે ઘરનું કામ કરવું છે તે ઘર કાંઈ સાસુનું નથી પણ ભવિષ્યમાં પોતાનું જ ઘર થવાનું છે. કામકાજ કરીને ઘરમાં જે સુધારે કર્યો હશે અથવા ઘરખર્ચમાં ફાયદો કર્યો હશે, તેને લાભ ભવિષ્યમાં કોને થવાનો છે? તેને વિચાર કરો. આ વિચાર કરીને શ્રાવક વધએ સુઘડતાથી પોતાના ઘરનાં કામકાજ કરવાં અને તે કરવામાં ઉમંગ ધારણ કરે.
કેટલીએક મૂખ વધુઓ એ વિચાર કરે છે કે-“આ સાસુ મારી પાસે ઘરનું કામ કરાવે છે અને પોતે બેસી રહે છે.” આ હલકો વિચાર કુલીન વધુએ કદી પણ મનમાં લાવ નહીં. પરંતુ એમ વિચારવું કે મારા પૂજ્ય સાસુએ આજ સુધી ગૃહકાર્ય કર્યું છે, તેમણે મારા પતિને માટે અનેક પ્રકારનાં દુઃખ ભેગવ્યાં છે. હવે તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે, તેથી હવે મારે તેમને કામમાંથી મુક્ત કરી સુખી કરવા જોઈએ. તેમને વિશ્રાંતિ આપવી એ મારો ધર્મ છે. તેઓ મારા પરમ પૂજ્ય અને માન્ય છે. કારણ કે તેઓ મારા પતિના પરમ ઉપકારી છે. આવું વિચારી શ્રાવકધુએ પિતાના પિયરમાં રહી જે કાંઈ શિખેલું હોય તે બધાને ઉપયોગ કરી બતાવ અને પિતાની સાસુને વિશ્રાંતિ આપી સુખી કરવી. વળી કુલીન વધૂએ સાસુની દેખરેખ નીચે બધાં ગૃહકાર્ય કરવાં. કઈ પણ કાર્ય તેમને પૂછયા વિના કરવું નહિ. વળી કાર્યમાં કાંઈ ભૂલ પડે તે તે સુધારવા સૂચના કરે એવી ગોઠવણ રાખવી અને સર્વની સાથે નમ્રતાથી વર્તવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૭૩ ] કેળવાયેલી કુલીન શ્રાવિકાએ પોતાના સસરાને પિતાસમાન ગણ તેમની સેવા કરવી. તેમની સામું અથવા તેઓ સાંભળે તેમ ઉંચે સ્વરે બોલવું નહિ. સદા મર્યાદાથી વર્તવું. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમના મનને દુઃખ થાય તેવું કાંઈ પણ કામ કરવું નહિં. નમ્રતા અને વિનયથી તેમની સાથે વર્તવું.
પિતાના સાસરામાં જે કોઈ બીજા વડિલ હોય તેમની સાથે પણ તેમની ચગ્યતા પ્રમાણે વર્તવું. કેઈની સાથે અવિવેક કે અવિનયથી વર્તવું નહીં. સર્વની સાથે સારી રીતે વર્તનારી શ્રાવિકાવધુ આ લેકમાં સત્કીર્તિ અને પરલોકમાં સદગતિને પ્રાપ્ત કરે છે.
જેવી રીતે પુત્રવધએ સાસુની સાથે વિવેકથી વર્તવાનું છે, તેવી રીતે સાસુએ પણ પિતાની પુત્રવધુની સાથે વર્તવાનું છે. સુજ્ઞ સાસુઓએ પોતાના પુત્રની વહુને પોતાની પુત્રી સમાન ગણવી. પુત્રીની માફક તેની સંભાળ રાખવી. ઘરનાં કામકાજ તેની શક્તિ પ્રમાણે કરાવવાં. કદી જે કામકાજ કરતાં તેણીનામાં ભૂલ આવે તો તેને સૂચના આપવી અને જે કામ તેને આવડતું ન હોય તે સારી રીતે શિખવવું. કદી વહુના ગજા ઉપરાંત કામ હોય તે તેને કામમાં મદદ કરવી. કેટલીએક નિર્દય સાસુ પિતાના પુત્રની વહુને દાસી સમાન ગણે છે અને તેની પાસે તેની શક્તિ ઉપરાંત કામ કરાવે છે, તે સાસુ આ લેકમાં નિંદાપાત્ર બને છે અને અનેક પ્રકારનાં કર્મને બંધ કરી પરકમાં દુર્ગતિ પામે છે.
પુત્રવધુને એક ગુલામડી જેવી ગણું તેની પાસે ગજા ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રાવિકા
કામ કરાવવું, તેને વારંવાર ઠપકા આપ્યા કરવા, નઠારાં વચના કહેવાં, મેહેણા ટાણા આપવા અને તેના પતિની પાસે તેને માર ખવરાવવા—એ ઘણું નીચ અને અધમ કૃત્ય છે. એવું અધમ કૃત્ય કરનારી સાસુ શ્રાવિકાધર્મથી ભ્રષ્ટ થાય છે અને લેાકમાં નિંદનીય અને છે.
જે સુજ્ઞ શ્રાવિકા કેળવણી લઇ સાસુપને ધારણ કરનારી થઈ હાય તે કદી પણ એવાં નીચ કૃત્ય કરતી નથી. તે પેાતાની પુત્રવધૂને પુત્રીવત્ ગણે છે, કદી બીનકેળવણીવાળી વહુ તેનાથી આડી ચાલે તે પણ તેને છેકરૂ...ગણી સારી સમજુતી આપી સુધારે છે. તેના હિતમાં ભાગ લઇ તેની ભવિષ્યની સ્થિતિ સુધારવાના પ્રયત્ન કરે છે. સુજ્ઞ સાસુસમજે છે કે આ વધુ મારા પુત્રના શ્રાવકસંસારમાં સહાય કરનારી છે. જો તે સમજી હશે તેા તેના સહવાસમાં રહેનારે મારે પુત્ર સર્વ રીતે સુખી થશે. આવા વિચારથી તે પાતાની વહુને સારી રીતે રાખે છે અને પ્રતિદિન હિતશિક્ષા આપી તેને એક નમુનાદાર શ્રાવિકા મનાવે છે. આવી સુજ્ઞ સાસુએને ધન્ય છે અને જે શ્રાવકધૂ પેાતાનાં સાસુ સસરાને માતાપિતા સમાન ગણી તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે, શુદ્ધ હૃદયથી તેમની સેવા કરે છે, ઘરનેા કા ભાર ઉપાડી લે છે, દિયર, જેઠ, દેરાણી, જેઠાણી વગેરે સાસરીઆનાં સમપીએની સાથે સારી રીતે વર્તે છે અને પેાતાના કર્ત્તવ્યથી કદીપણું ચૂકતી નથી તેવી શ્રાવકવને પણ ધન્યવાદ ઘટે છે. એવી કુલીન વધુએથી જ શ્રાવકસ ંસાર દીપી નીકળે છે.
||3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું
પતિવશીકરણ
જકાલ વશીકરણને અર્થ એ થાય છે કે, જ છે. કોઈ પણ મંત્રતંત્રના ઉપાયથી પતિનું વશીકરણ થઈ શકે છે અને તેને માટે અજ્ઞાની અબળાઓ તેવા ઉપાય કરવા પ્રયત્ન કરે છે. તેને માટે ભેગી, યતિ, સંન્યાસી અને બ્રાહ્મણ કોની પાસે જાય છે અને તેઓની ધૂર્તતાની તેઓ ભેગી થઈ પડે છે. કોઈ કોઈ વાર શ્રાવિકાઓને વશીકરણની બરી લાલચથી તેઓના પાસમાં સપડાવું પડે છે અને વખતે તેમાં દ્રવ્યની હાનિ અને શિયળ ભંગ પણ થઈ જાય છે.
મૂર્ખ સ્ત્રીઓ તેને માટે વિપરીત માર્ગ લે છે અને ધ ટૅગીઓની મંત્રવિદ્યા ઉપર વિશ્વાસ મૂકી પતિને વશ કરવાના પિતાના કોડ પૂરા કરે છે, પણ એ સત્ય અને શુદ્ધ માર્ગ નથી. આજકાલ મંત્રવિદ્યાના સત્ય સાધકોને અભાવ થઈ ગયા છે, તેથી સુજ્ઞ સ્ત્રીઓએ એ વિષમ માગે ચાલવું નહીં, પણ તેને માટે જે ખરેખર પવિત્ર માર્ગ છે તેને અનુસરવું. કેળવણું પામેલી કુલીન શ્રાવિકા કદી પણ એવા વહેમ ભરેલા વિષમ માર્ગે ચાલતી નથી. તે પોતાની સ્ત્રીકેળવણીના પ્રભાવથી સમજે છે કે, પતિને વશ કરવાની વિદ્યા સ્ત્રીએ પોતે જ જાણવી જોઈએ અને તેને ઉપાય સીધે રસ્તે કરવું જોઈએ. જે સ્ત્રી તેને માટે અવળે રસ્તે લે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૭૬ ]
શ્રાવિકા તે સ્ત્રી દુઃખી થાય છે અને જે સીધે રસ્તે ગ્રહણ કરે છે તે સ્ત્રી સર્વદા સુખી થાય છે. પતિને વશ કરવા માટે મંત્રતંત્રના પ્રયોગ કરનારી સ્ત્રી ઘણું વાર મેટી આપત્તિમાં આવી પડે છે. હેંગ ઉપર પિતાની આજીવિકા ચલાવનારા ધર્વ લેક વખતે કોઈ એવી ચીજ પતિને ખવરાવવાને આપે છે કે જે ખાવાથી તે સ્ત્રીને પતિ અપંગ કે રેગી થઈ જાય છે, આથી એ મૂર્ખ સ્ત્રીને આખી જીંદગી દુઃખ ભેગવવાનો વખત આવે છે. જે કદી આ વાત તેના પતિના જાણવામાં આવે છે તે તે પતિ તે કુટિલ સ્ત્રીને ત્યાગ કરી દે છે અથવા તેણીને ભારે દુઃખ આપે છે. આથી પતિને વશ કરી સુખની ઈચ્છા રાખનારી શ્રાવિકા ઉલટી મહાન દુઃખમાં આવી પડે છે. એ વિપરીત માગે, ચાલનારી ઘણી સ્ત્રીઓ છતે ધણુએ વિધવા થઈ છે અને આ લોકમાં અપયશ અને દુઃખ પ્રાપ્ત કરી અંતે દુર્ગતિનું પાત્ર બની છે. તેથી સુજ્ઞ શ્રાવિકાએ કદી પણ એ વિષમ માર્ગ ગ્રહણ કરે નહીં. તેણીએ વિચારવું કે, સાંપ્રતકાળે મંત્રવિદ્યાને સત્ય રીતે જાણનાર વિરલા છે અને જે સત્ય રીતે જાણનારા છે તેઓ આવા ઢોંગ કરી લેકેને ધતતા નથી. જે તેઓ સત્ય મંત્રવિદ્યા જાણતા હોય તે શામાટે આવી ભિખારીની સ્થિતિમાં રહે? તેઓ બીજાના પર આધાર શામાટે રાખે? પરંતુ એ તે પેટ ભરવાને ચેખો ઉપાય છે. આ વિચાર કરી સુજ્ઞ શ્રાવિકાએ કદી પણ એવાના ફંદમાં ફસાવું નહીં. પતિને વશ કરવાની ખરી વિદ્યા એક સતીશ્રાવિકાએ પોતાની સખીઓની આગળ પ્રગટ કરી છે તે સર્વ ધર્મ બહેનને મનન કરવા ગ્ય છે.
એક સતીશ્રાવિકાને તેની બહેનપણુંએાએ પૂછ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સુખેાધ
[ ૭૭ ]
કે- સખી ! પતિને વશ કરનારી વિદ્યા કયા ગ્રંથમાં છે ? તે કૃપા કરી કહેા. તમે એ વિદ્યામાં અત્યંત પ્રવીણ બન્યા લાગેા છે. તમારા પતિ તમારી તરફ અત્યંત પ્રેમની લાગણીથી જુએ છે, એટલુ જ નહીં પણ તમને એક સારા સલાહકાર તરીકે માને છે. કાઇ પણ ગૃહવ્યવહાર સબંધી કાર્ય કરવું હાય તેા તેમે તેમાં તમારી સલાહ લે છે. આવું મેટુ માન અમને કદી પણ મળતું નથી. કદી અમારા સાંદ ના મેાહથી તે અમારી તરફ થાડી ઘણી પ્રીતિ બતાવે છે, પણુ જે પ્રીતિનું સ્વરૂપ તમારા પતિના હૃદયમાં ઝળકે છે, તેવુ સ્વરૂપ અમારા પતિના હૃદયમાં ઝળકતુ નથી. તે ઉપરથી અમને ખાત્રી થાય છે કે, તમે પતિને વશ કરવાનો મહાવિદ્યા સંપાદન કરી છે. એ મહાવિદ્યા તમે કયાંથી મેળવી તેમ તમારા તે વિદ્યાના ગુરૂ કાણુ છે? તે અમને કહે કે જેથી અમે પણ એ વિદ્યાના ઉપાસક થઈ શકીએ. ” પેાતાની સખીઓના આવાં પ્રાર્થનાનાં વચન સાંભળી તે સતીશ્રાવિકા હાસ્ય કરતી ખેાલી. તે વખતે તે પવિત્ર સતીના મુખમાંથી જે ઉદ્ગાર નીકળ્યા તે ઉદ્ગાર દરેક શ્રાવિકાએ સદા સ્મરણમાં રાખવા ચેાગ્ય છે.
સતીએ કહ્યું- હું સખીએ ! પતિને વશ કરવાની કાર્ય ખાસ વિદ્યા નથી અને તેના ખાસ જુદા ગ્રંથા નથી. તે વિદ્યા તા કેળવણીના પ્રભાવથી એની મેળે પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી ઉત્તમ પ્રકારની સ્ત્રીકેળવણી પ્રાપ્ત કરે છે, તે સ્ત્રીના હૃદયમાં પતિને વશ કરવાની મહાવિદ્યા સ્વત: પ્રગટ થાય છે. કેળવણીથી એ વિદ્યા
>
સખીઓ મેલી– પ્રિય સખી !
કેવી રીતે પ્રાપ્ત થાય છે?તે અમને સારી રીતે સમજાવેા.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રાવિકા સતી બેલી—“પ્રિય બહેનો! સાંભળે. જે સ્ત્રી પિતાના પતિ સાથે સદાચારથી વર્તે છે, તે સ્ત્રીને તેનો પતિ તરત જ વશ થઈ જાય છે.”
સખીઓએ ઈંતેજારીથી જણાવ્યું–‘એ સદાચાર કેવો છે? અને તેમાં કેવું પ્રવર્તન કરવું જોઈએ? એ બધું અમને વિવેચન કરી સમજાવે. પ્રિય સખી! તમે તમારા પતિની સાથે કેવી રીતે વર્તે છે? અને કેવી રીતે વર્તવાથી સદાચાર કહેવાય છે? એ સ્પષ્ટ કરી સમજાવો.”
સતીએ આનંદપૂર્વક જણાવ્યું-“બહેન ! અહંકાર, કામ, ક્રોધ અને લેભને ત્યાગ કરી હું મારા પતિની સેવા કરૂં છું. ઈર્ષા, દ્વેષ અને લાલચ વગેરે દુર્ગને દૂર કરી તેમ જ મારા હૃદયને વશ કરી પતિને પ્રસન્ન કરું છું. જે કરવાથી પતિ પ્રસન્ન થાય તેવું જ કામ હું કરું છું. જેથી મારા પતિનું હૃદય દુભાય, તેમને ખોટું લાગે તેવું હું કદી પણ બોલતી નથી. નઠારે ઠેકાણે ઊભી રહેતી નથી, હલકી અને નિર્લજજ સ્ત્રીઓની સોબત કરતી નથી, નવાનવા પદાર્થોની ઈચ્છા રાખતી નથી, મારા પ્રાણેશ સિવાય દેવ, મનુષ્ય કે ગાંધર્વ ગમે તે સ્વરૂપવાન, યુવાન, શૂરવીર કે સુશોભિત પુરુષ હોય તો પણ તેને તુચ્છ ગણું છું. પતિ ભેજન લે તે પછી હું ભેજન લઉં છું અને સવારે પતિ ઊચા પહેલાં ઊઠું છું. હે સખી! મેં નિશ્ચય કર્યો છે કે, આ સંસારમાં સ્ત્રીને ઈષ્ટદેવ, પાળક, પિષક અને આધારરૂપ પતિ જ છે. પતિરહિત રમણ ભલે રમણીય હોય, તે પણ તે શેભતી નથી. જાયાનું ખરું જીવન પતિ જ છે, પતિ સિવાય તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
સુધ
[ ૭૯ ] જીવિત તદ્દન નકામું છે. આવો નિશ્ચય કરી હું મારા પતિને પ્રેમપૂર્વક પૂજું છું. તન, મન અને ધનથી સર્વદા તેમની સેવા કરું છું. જ્યારે પતિ ગામમાંથી કે બીજે કઈ સ્થળથી ઘરે આવે ત્યારે હું હસમુખી થઈ તેમની સામે જાઉં છું, તેમને આસન આપી બેસારી જળપાન કરાવું છું. દહેરે, ઉપાશ્રયે કે બીજે કઈ સ્થળે જતા પહેલાં પતિની આજ્ઞા મેળવું છું. જે કાર્ય ધર્મનું હોય, લોકોમાં પવિત્ર ગણાતું હોય, તે પણ તે કાર્ય પતિની આજ્ઞા વિના હું આચરતી નથી. પ્રિય બહેનો! આ પ્રમાણે પતિની સેવા ઉપરાંત હું મારા ઘરની વ્યવસ્થા પણ કરું છું. આંગણું સાફ રાખવું, વાસણે ચોખાં રાખવાં, પાણુ આરું સ્વચ્છ રાખવું અને ઘરની બીજી ચીજોની સંભાળ લેવી—એ બધું કાર્ય હું નિયમસર પ્રમાદ રહિત કરું છું. મધુર રસવતી કરી મારા રસિક રમણને જમાડું છું અને તેમના મનને ખુશી ઉપજાવું છું. હમેશાં વખતસર ભેજન આપી પતિની તબીયત સ્વસ્થ રાખવા પ્રયત્ન કરું છું. પ્રમાદ, પરનિંદા, છેષ, ઈર્ષા, ચુગલી અને નકામી કુથલી એ બધા દુર્ગને મેં દૂર રાખ્યા છે. હું પરનરની સાથે વાત કરતી નથી, કોઈની સાથે વધારે પડતું બેલતી નથી, વધારે હસતી નથી, ગૃહની બહાર એકલી જતી નથી, સાસુ, સસરા, નણંદ, દિયર, જેઠ, દેરાણી અને જેઠાણું જે મારા પતિનાં કુટુંબી જન છે તેમની સાથે નમ્રતાથી વર્તુ છું. વડિલવર્ગ તરફ પૂજ્યભાવ રાખું છું. હંમેશાં પતિના હિતમાં તત્પર રહું છું, નિરંતર સત્ય બેલું છું. જ્યારે પતિ પરદેશ જાય ત્યારે હું પ્રેષિતપતિકાના ધર્મ પાળું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રાવિકા
માથાના કેશ ગુંથતી નથી, ઊંચા વસ્ત્રાલંકાર ધારણ કરતી નથી અને સદા પતિનું શુભ ચિ ંતવન કરું છું.
પ્રિય ભગિનીએ! પતિની ભક્તિની સાથે હું મારા શ્રાવિકાધમ પણ પાછુ છું. સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મની ક્રિયાએ નિયમસર કરૂ છું. નવરાશના વખતમાં સ્વાધ્યાય ધ્યાન કરું છું. જેમાંથી સ્ત્રીઓને મેધ મળે તેવી વાર્તાઓ, નવલકથાઓ અને નિબંધ વાંચ્યા કરું છું અને તેમાં લખ્યા પ્રમાણે વર્તવાની કેાશીશ કરું છું. કાઈ વખત મારા પતિ ક્રોધમાં હોય ત્યારે તે આવેશથી જે કાંઇ કહે, જે કાંઇ મેલે તેને સહન કરું છુ. કદી મારા અનાદર કે અપમાન કરે તે। પણ હું મારા પતિ ઉપર અભાવ લાવતી નથી. હું મારા ઘરની વ્યવસ્થા કરવામાં પણ મારા પતિને મદદગાર થાઉ છું. ઘરની આવક તથા ખર્ચના હિસાબ રાખું છું અને ઉદારતા સાથે કરકસરથી વતુ છે. મારા પ્રાણપતિ કુટુંબના ભાર મારી ઉપર મૂકી નિશ્ચિંત થઇને ફરે છે. મેં સર્વ સુખને ત્યાગ કરી મારા જીવનહાર પતિએ સોંપેલા ગૃહભાર માથે ચડાવી લીધા છે. સુખમાં અને દુ:ખમાં હું મારા પ્રાણેશ સાથે સદા રહું છું. હે સખીએ! આ પ્રમાણે વર્તવાથી મારા પતિ મારી તરફ પૂર્ણ પ્રેમથી જુએ છે અને એ જ મારું પતિનુ વશીકરણ થઇ પડ્યુ છે. બહેનેા! આનું નામ સાચું વશીકરણ છે. એ સિવાય પતિને વશ કરવાના ઉપાય બીજો છે જ નહીં. જે ભેાળી ભામિનીએ મંત્રતંત્રથી વશીકરણ કરવા જાય છે, તે તેમની મેાટામાં માટી મૂર્ખતા છે. ઢાંગી ધૂતારા લેાકેાને ઉત્તેજન આપી પોતાના ધર્મથી ભ્રષ્ટ થવાના એ ઉપાય છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સુબેધ
[ ૮૧ ] તે સતી શ્રાવિકાના સુખથી પતિને વશ કરવાને આ પ્રમાણેનો ઉપાય જાણું તે બધી શ્રાવિકાઓ ખુશી ખુશી થઈ. તેમણે એકી અવાજે તે શ્રાવિકાને ધન્યવાદ આપે અને બધી બહેનોએ તે પ્રમાણે વર્તવાને નિશ્ચય કર્યો. | હે સાધમી બહેન ! ઉપર કહ્યા પ્રમાણે પતિને વશ કરવાને ઉપાય ખરેખર છે. તે સિવાય જે બીજા ક્ષુદ્ર ઉપાય કરવામાં આવે છે તે મોટું મિથ્યાત્વ છે. સમક્તિધારી શ્રાવિકાએ અસત્ય મંત્રવિદ્યાને જાણનારા ઢોંગી બ્રાહ્મણે, યતિઓ અને સંન્યાસીઓને જે માનવા તે સ્વધર્મથી ભ્રષ્ટ થવાનું છે, કારણ કે એ બધું મિથ્યાત્વ છે અને મિથ્યાત્વને સેવવાથી શ્રાવિકા સ્વધર્મથી અને સ્વકર્તવ્યથી પતિત થાય છે, તેથી કદી પણ મંત્રતંત્રની વશીકરણ વિદ્યા મેળવવામાં શુદ્ધ શ્રાવિકાએ પ્રવર્તવું નહીં. સાધ્વી શ્રાવિકાઓએ તો પતિને વશ કરવાનો ઉપાય ઉપર કહેવા પ્રમાણે જ કરે, તે સિવાયના બીજા ઉપાયે તદ્દન નકામા છે, કારણ કે તેથી કાર્યની સિદ્ધિ થતી નથી, એટલું જ નહીં પણ વખતે તેથી અનર્થ ઉત્પન્ન થવાને પણ સંભવ છે.
ખરી રીતે પતિને વશ કરવાનાં સાધન છે તેના પ્રત્યે વિનયભાવ રાખવે, તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમના વડિલ માતાપિતા વિગેરેને પોતાના વડિલ તરીકે માનવા, તેમની મર્યાદા જાળવવી, જેમ બને તેમ ઘરનાં કામકાજ કરીને સાસુ વિગેરેને પ્રસન્ન કરવા અને કઈ પણ વખતે કલેશ તો કરવો જ નહીં. ઈત્યાદિ જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
ગૃહકાર્ય–વ્યવસ્થા
આ વિ વાહિત થયેલી શ્રાવક્વધુ પિતૃગૃહમાંથી પતિશાણો ગૃહમાં આવે-જ્યારથી તેણે પતિગૃહમાં પ્રવેશ કરે ત્યારથી તેણીએ પતિના ઘરને પિતાનું ઘર માનવાનું છે. પિતાના ઘરના કરતાં પતિના ઘરમાં તેણીને યાવજજીવિત રહેવાનું છે. તેણુંને સંસાર પતિગૃહમાં જ સમાપ્ત થવાને છે તેથી પતિગૃહે આવેલી વધએ કેવી રીતે વર્તવું જોઈએ, એ. સંબંધી શિક્ષણ તેણીએ પિતૃગૃહમાં રહીને મેળવવું જોઈએ. તેમાં ખાસ કરીને પોતાની માતા પાસેથી એ તાલિમ લેવાની છે. સુજ્ઞ શ્રાવકમાતાએ પણ પિતાની પુત્રીની ભવિષ્યની સ્થિતિ કેવી રીતે સુધરે ? એ બાબત પૂરતું લક્ષ આપવું જોઈએ. અને પુત્રી સાસરે જવાને ગ્ય ઉમરની થાય ત્યાં સુધીમાં તેને શિક્ષણ આપી તૈયાર કરવી જોઈએ. પ્રથમ તો તેણીને ગૃહકાર્યની વ્યવસ્થા કરતાં શિખવવું કે જેથી તે પિતાને સાસરે ગયા પછી જરા પણ મુંઝાય નહી. જે શ્રાવકપુત્રી ગૃહવ્યવસ્થા જાણતી નથી તેને પોતાના સાસરીઆમાં ઘણું મુંઝાવું પડે છે. જે સાસુ, નણંદ વિગેરે સુજ્ઞ ઢિય તો ઠીક, નહીં તો તેઓ તેણીને અનેક રીતે પજવે છે. જે વહમાં ઘરકાર્ય કરવાની આવડત નથી તે સ્ત્રીની માતા બધે વગોવાય છે અને તેથી શ્રાવકબાળાને ઘણે પસ્તાવે કરે પડે છે, માટે દરેક શ્રાવકમાતાએ આ વાત લક્ષમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૮૩ ] રાખી પિતાની પુત્રીને ગૃહકાર્યની વ્યવસ્થા કરવાની ઉત્તમ કેળવણું આપવી.
ગૃહકાર્યની વ્યવસ્થાના દશ પ્રકાર છે: ૧ ધર્માચાર, ૨ સુઘડતા, ૩ રાઈ, ૪ ભેજન, ૫ ગૃહપદાર્થોની સગવડ, ૬ શયનગૃહની શોભા, ૭ લેવડદેવડ, ૮ કરકસર, ૯ ઘરધંધો અને ૧૦ નવરાશને વખત ગાળવાને ઉપાય: એ દશ પ્રકાર બરાબર સમજવાથી શ્રાવકવધુ ખરેખરી ગૃહિણી બને છે અને તે પોતાના શ્રાવકસંસારને સારી રીતે દીપાવે છે.
(૧) ધર્માચાર–શ્રાવિકાએ પ્રથમ પિતાને ધર્મ અને આચાર એ મુખ્ય ગુણ સમજવાના છે. જેનામાં ધર્મના પવિત્ર સંસ્કારે વાસિત થયા હોય છે તે શ્રાવિકા આ લેક તથા પરલોકના સુખને સંપાદિત કરવાને સમર્થ થઈ શકે છે. શ્રાવક વધએ હમેશાં પિતાનાં પૂજ્ય સાસુ-સસરાની અને પોતાના મુગટરૂપ પતિની આજ્ઞા લઈજિનદર્શન અને ગુરુદર્શન કરવા જવું. જે કઈ દિવસે ઘરનું કે કાર્ય આવશ્યક હોય તો તે કાર્ય બગાડીને ધર્મકાર્ય કરવાનો આગ્રહ રાખવે નહીં. તે વખતે પિતાના ઘરમાં જ પ્રભુની માનસિક ભક્તિ કરી ગૃહકાર્ય બજાવવું. હમેશાં શ્રાવિકાધર્મને અનુસરવું. સત્ય બલવું, કપટ કેળવવું નહીં, કોઈના ઉપર રાગદ્વેષ કરવા નહીં, ક્ષણે ક્ષણે પિતાના સ્વરૂપને ચિંતવવું. જેમ કે હું જેનધર્મને પાળનારી શ્રાવિકા છું. મારું કર્તવ્ય દયાધર્મને અનુસરીને ચાલવાનું છે. જિનાલયે કે ઉપાશ્રયે કોઈ પણ વડિલની સાથે જવું. સરલ માગે જઈ દેવગુરુનાં દર્શન કરવાં. કેઈ સાધુ કે સાધ્વીની સાથે વિશેષ પરિચય રાખ નહીં.. તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
શ્રાવિકા
સાથે વિશેષ પરિચય રાખવાથી આપણી તેમના તરફ્ની પૂજ્યબુદ્ધિ એછી થાય છે. તેમ વળી તેએ પણ સંસારીને વિશેષ પરિચય થવાથી સ્વધર્મથી ચકે છે. સંસારીને વિશેષ પરિચય રાખવા નહીં એમ ચારિત્રધર્મમાં પ્રત્યક્ષ દર્શાવેલું છે, તેનું કારણ પણ એ જ છે.
(૨) સુઘડતા રાખવી એ ગૃહકાર્ય ની વ્યવસ્થાને ખીજો પ્રકાર છે. સુઘડતા એ સ્ત્રીઓને આભૂષણરૂપ માટેા ગુણ છે. સુઘડતા રાખનારી રામાએ સર્વની પ્રીતિ સારી રીતે મેળવી શકે છે. શ્રાવકવએ હંમેશાં પ્રાત:કાળે વહેલા ઊઠી, શાચિવિધ કરી, શુદ્ધ થઇ ઘરનું કામકાજ કરવું. ઘરના સર્વ ભાગા કચરા કાઢી સાફ રાખવા. ઘરની અંદર જે નીચર કે ખીજી વસ્તુએ હોય તેને ખ ંખેરી લુહી સાફ રાખવી. ખૂણેખાચરે પડેલા કચરા દૂર કરી ઘરને દર્પણુના જેવું બનાવવું. કાઇ ઠેકાણે રજ રહેવા દેવી નહીં કે ગંદકી થવા દેવી નહીં. ગંદકી થવાથી જીવાત ઉત્પન્ન થાય છે અને તેથી હિંસા થવાના સંભવ છે. જીવદયા પાળવી એ શ્રાવિકાના મુખ્ય ધર્મ છે. સુજ્ઞ શ્રાવકવઘૂએ પાતાના ઘરની બધી ચીજો સાક્ રાખવી. રસેાઇનાં અને પાણી પીવાનાં દરેક વાસણ્ણા સાફ અને ચકચકિત રાખવાં. કેાઈ જાતના મેલ કે લીલ તેમાં ન ખાઝે તેમ સંભાળ રાખવી. સૂવાનાં પલંગ, પથારી અને ગાદલાં વગેરે ખંખેરવાં અને તેમાં જીવાત પડવા દેવી નહીં. તે બધાં કામ શ્રાવિકાએ યતના રાખીને કરવાનાં છે. બાળવાનાં છાણાં, સર્પશુ વગેરેમાં પણ ઘણી યતના રાખવી. જો તેમાં યતના ન રખાય તે પ્રાણાતિપાતને મહાદેષ લાગી જાય છે.
શ્રાવિકાએ હંમેશાં પ્રાસુક જળથી સ્નાન કરવુ. પેાતાનુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #98
--------------------------------------------------------------------------
________________
સુખાધ
[ ૮૫ ]
શરીર મળ રહિત રાખવું. માથાના વાળ ચાર પાંચ દિવસે ઉષ્ણુ જળ તથા નિર્દોષ પદાથી ધોવા. તેમાં તેલ સિંચન કરી જીવાત ન પડે તેવી સંભાળ રાખવી. પેાતાને પહેરવાનાં વસ્ત્રો ગદા રાખવાં નહીં. તે હમેશાં સાફ રાખવાં. જે ચીજ પેાતાને વાપરવાની હાય તેની સંભાળ રાખવી. પેાતાની કોઇ પણ ચીજ જ્યાં ત્યાં રખડતી મૂકવી નહીં. જો પેાતાને બાળકા હાય તેા તેમને પણ હમેશાં સાફ રાખવાં. તેમના ઉખ્યેાગની બધી ચીજો સભાળીને રાખવી.
હમેશાં શ્રાવિકાએ સ્નાન કર્યા પછી જિનદન તથા ગુરુદન કરવા જવુ. જો પેાતાથી જઈ શકાય તેમ ન હેાય તા ઘેર રહી થાડી વાર ઇશ્વરભક્તિ કરવી. વખત મળે તેા સામાયિક લઇ સઝાયધ્યાન કરવુ. ઇશ્વરભક્તિ કર્યો પછી પેાતાને છાજે તેવા સુંદર પેાશાક પહેરવા. પેાશાકમાં કાઇની સાથે હરીફાઇ કરવી નહીં. જેવી પેાતાની શક્તિ હાય તેવા પેાશાક પહેરવેા. હમેશાં શેશભતા અને સાંપડતા પાશાક પહેરવા. સાભાગ્યને દર્શાવનારાં અલંકારા ધારણ કરવાં. સાભાગ્યવતી શ્રાવિકાએ નેત્રમાં અંજન આંજવુ, વાળ ઓળી સેંથા પૂરવા, કપાળમાં તિલક કરવું, નાકમાં નથ અથવા ફૂલ રાખવુ, હાથે કંકણુ ચડી ધારણ કરવી અને કઠમાં કઠી વગેરે જે કાંઇ મળે તે પહેરવુ. આ પ્રમાણે વનારી શ્રાવિકા સુઘડ ગણાય છે. એવી સુઘડતાવાળી શ્રાવિકાએ શ્રાવકસંસારને સારી રીતે દીપાવે છે.
(૩) રસાઇ-એ ગૃહકાર્યની વ્યવસ્થાના ત્રીજો પ્રકાર છે. રસભરેલી સ્વાદિષ્ટ રસાઈ બનાવવી એ સ્ત્રીઓનુ મુખ્ય કામ છે. કદી સારી સમૃદ્ધિ હાય અને તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રાવિકા
રસાઇએ રાખી શકાય તેમ હાય તે છતાં ગૃહિણીએ જાતે રસાઈ કરવી એ સર્વોત્તમ ગણાય છે. ગૃહસ્થ વધૂ પેાતાને હાથે રસવતી કરી સર્વને જમાડે—એ તેની સત્કીત્તિને વધારનાર છે. કદી ગૃહવેભવ મેાટે હાય અને કુટુંબનાં માણસા ઘણા હેાય તે રસાઇએ રાખવે, તથાપિ તેની દેખરેખ તે ગૃહિણીએ અવશ્ય રાખવી. ગૃહનાં બધાં કાર્યોમાં રસાઈનુ કાર્ય પ્રધાન છે, કારણ કે તેની ઉપર આખા કુટુંબના જીવનને આધાર છે. ધર્મનાં સાધનરૂપ આ માનુષશરીર સવ` રીતે રક્ષણીય છે અને તેની રક્ષાના મુખ્ય આધાર ભાજન ઉપર છે. જો ભેાજનનું કામ ખરાખર શુદ્ધ રીતે બનતું હોય તે લેાજન કરનાર કુટુમીએ! બધા સુખી થાય છે અને ઘરમાં સદા આરાગ્યતા રહે છે. હમેશાં રસાઇ કરવામાં ઘણી સાવચેતી રાખવી. અન્ન તથા જળ ચેાખ્ખાં રાખવાં. આ શરીરમાં વાત, પિત્ત અને કફ રહેલે છે, તે સાદા અને ઊંચી જાતના ખારાકથી બરાબર માકસર વર્તે છે અને જો ખાવાપીવામાં કાંઇ પણ ફેર પડે છે તેા એ વાત, પિત્ત અને કફમાં દોષ પ્રાપ્ત થાય છે એટલે કે શરીરમાં રાગની ઉત્પત્તિ થઇ જાય છે. રસાઇ કરનાર અને જમનાર અનેને ખાવાપીવાના પદાર્થોના ગુણુદેષ જાણવાની જરૂર છે; તેથી દરેક કુટુંબમાં સ્ત્રી પુરુષે થેાડા ઘણા પણ વૈદકશાસ્ત્રને અભ્યાસ કરવાની આવશ્યકતા છે. તેને માટે પાતાનાથી મેાટેરા પાસેથી તેના અનુભવ મેળવવા કે જેથી સની આરાગ્યતા જળવાઈ રહે. વાલ, ચેાખા, તુવેર વગેરે પદાર્થો વાયુને વધારનારાં છે, તેથી જેની વાયુ પ્રકૃતિ હાય તેને તેવા પદાર્થો ખાવા આપવા નહીં. ઘી, ગાળ, ખાંડ, સાકર વગેરે પદાર્થો કને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૮૭ ] વધારનારા છે, તેથી કફ પ્રકૃતિવાળા પુરુષોને તેવા પદાર્થો આપતાં વિચાર કર. મેથી, તેલ, મરચાં, હીંગ અને બાજરી વગેરે પદાર્થો પિત્તને વધારનારા છે તેથી પિત્ત પ્રકૃતિવાળા પુરુષોને તેવા પદાર્થો આપવી નહીં. ખારા, તીખા અને ગરમ પદાર્થો પણ પિત્તને વધારનારા છે, તેથી પિત્ત પ્રકૃતિવાળા માણસે તેને ત્યાગ કરવો. આ પ્રમાણે બધા પદાર્થોના ગુણદોષ જાણવા જોઈએ. રાઈના કામમાં જે તેવું ઉપયોગી જ્ઞાન હોય તો તેના હાથની રસોઈ આરેગ્યને વધારનારી થઈ પડે છે. રસવતી કરનારી રામાએ પ્રથમ પિતાના પતિ અથવા પોતાના કુટુંબના માણસોની પ્રકૃતિ જાણી લેવી જોઈએ અને પછી તે પ્રમાણે રસવતીનું કાર્ય સર્વદા કરવું જોઈએ. રસોઈ કરતી વખતે રસોડાનો ભાગ સાફ રાખવો જોઈએ. ઉપર ઉલેચ બાંધવે અને ચૂલાની આસપાસ બરાબર તપાસ કરવી, જેથી કેાઈ જીવની હિંસા ન થાય. રસોઈ વખતે રસોઈનો સઘળો સામાન ગોઠવી રાખવો અને દરેક ચીજ સાફ કરી, નજરે જોઈ તૈયાર રાખવી. કેઈ પણ ચીજ પછીથી વારંવાર માગવી ન પડે તેની કાળજી રાખવી. શ્રાવકવએ રસોઈ કરવામાં ભક્ષ્યાભઢ્યને વિચાર રાખે. કઈ પણ કંદમૂળ, બહુબીજ કે બીજે અભક્ષ્ય પદાર્થ રસોઈમાં ન આવે તેની સંભાળ રાખવી. જ્યારે રાંધવાનું કામ શરૂ થાય ત્યારે તો ઘણું જ સંભાળ રાખવી. ચલાને તાપ બરાબર રાખો અને કોઈ પદાર્થ દાઝી ન જાય અથવા કાચો ન રહે તેની પૂર્ણ કાળજી રાખી રસોઈ બનાવવી. રસોઈના સર્વ પદાર્થો પરિપકવ અને સ્વાદિષ્ટ બનાવવા. પરિપકવ થયેલા પદાર્થો કલાઈવાળા પાત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રાવિકા
રાખવા, ખરાખર પકાવી ગરમાગરમ કરેલું અનાજ ખાવાથી શરીર નીરાગી રહે છે. આ પ્રમાણે રસેાઇ કરનારી શ્રાવિકા પેાતાના કુટુંબમાં સારૂ માન મેળવે છે અને સ્વધર્મમાં વવાથી તે ઉત્તમ ગતિનું પાત્ર બને છે.
(૪) ભાજન સબંધી વ્યવસ્થા કરવી એ ગૃહકાર્યની વ્યવસ્થાના ચેાથેા પ્રકાર છે. સુજ્ઞ શ્રાવક્વએ ભાજન સબંધી સકાય સ્વચ્છતાથી કરવુ. ભાજન કરવાની જગ્યા ઘણી સ્વચ્છ અને સુશેાભિત રાખવી. જ્યાં બેસવાથી મનને આનદ આવે તેવી ત્યાં ગાઠવણ કરવી. જ્યારે પેાતાના પતિ કે બીજા સાસરાના સંબધીઓ જમવા આવે ત્યારે શ્રાવિકાએ મર્યાદા રાખી પીરસવુ. ભેાજન કરનારની પાસે જળપાત્ર મૂકવુ અને મીઠું, મરચું, અથાણું, પાપડ વગેરે જે કાંઇ ઘરસંપત્તિ પ્રમાણે પદાર્થો હોય તે ગેાઠવીને આગળ ધરવા. તે સિવાય મશાલેા, ચટણી અને મુરબ્બે ત્યાં હાજર રાખવાં. પીરસવામાં ઘણી જ સંભાળ રાખવી. જમનાર બધાને સમાન ગણવા. પંક્તિભેદ કરવા નહીં. પીરસવામાં ઉદારતા રાખવી. જરા પણ મનમાં સંકેાચાલુ નહીં. જમતી વખતે આનંદ તથા ગમતની વાતા કાઢવી. શાક, ચિંતા કે ભયની વાતે કરવી નહીં. જમનારના મનમાં દુઃખ થાય એવાં નઠારાં વચનેા બાલવાં નહીં. રાંધવાની અને જમવાની જગ્યા ઘરના ગુપ્ત ભાગમાં રાખવી, કારણ કે, જો તે આગળના ભાગમાં ઉઘાડી હાય તે વખતે કાઇ શત્રુ આવી ખાવાના પદાર્થોમાં ઝેર નાખી ય અથવા કાઇ આવીને ત્રાસ કે શાકની વાર્તા અચાનક કરે તે ભાજન કરનારનું ખાણું બગડે, વૈદકશાસ્ત્રમાં લખ્યું છે કે, “ આનના અને ગમત સાથે કરેલુ` ભેજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
સુમેધ
[ ૮૯ ]
સત્બર પચી જાય છે અને શાક તથા ભયથી કરેલું ભાજન અજીણું રહેવાથી વિકાર ઉત્પન્ન કરે છે. ” હુમેશાં વખતસર પચે તેટલે ખારાક ખવરાવવા. વિશેષ આગ્રહ કરી જમાડવાની ટેવ રાખવી નહીં. વિગયના ખારાક કરતાં સાઢે ખારાક અતિશય ઉત્તમ છે. હંમેશાં એક જાતના ખારાક આપવા નહીં. જુદા જુદા આપવેા. સવારે એક પહેાર દિવસ ગયા પછી ભેાજન કરાવવું અને સાંજે સૂર્યના અસ્ત પહેલાં અર્ધ પહારે લેાજન તૈયાર કરી જમાડવાનું રાખવુ. સાંજ વખતે ભાજનની તૈયારી કાળજીથી કરવી. જો કદી સાય કાળના ભેાજનમાં પ્રમાદથી વિલંબ થાય તેા રાત્રિભેાજનનું મહાપાપ લાગે છે. ભાજન કરાવ્યા પછી મુખવાસને માટે પાનસેાપારી, લવિંગ, એલાયચી વગેરે જે કાંઇ ઘરમાં હાય તે તૈયાર રાખવાં.
(૫) ગૃહપદાર્થીની સગવડ કરવી એ ગૃહવ્યવસ્થાને પાંચમે પ્રકાર છે. સુજ્ઞ શ્રાવિકાએ પાતાના પતિ જે કાંઈ ઘર ઉપયેગી વસ્તુઓ લાવે તેની ખરાખર સંભાળ રાખવી. કેટલીએક ધાન્ય વગેરે વસ્તુઓના સંગ્રહ કરવામાં આવે છે, તેા તેવી વસ્તુએની સદાકાળ સંભાળ રાખવી. કોઇ ચીજ સડવા દેવી નહીં, તેમ કેાઈમાં જીવાત પડવા દેવી નહીં. અમુક અમુક દિવસે દરેક સંગ્રહ કરેલી વસ્તુએ તપાસતાં રહેવું. ઘરમાં હંમેશની ઉપયેાગી ચીજ થઈ રહેવા આવે, તે પહેલાં ચાર પાંચ દિવસે તેને માટે પેાતાના પતિને અગર વિડલને ચેતવણી આપવી. જે વસ્તુ ઘરમાં આવે તેને સાફસુફ કરી ઢાંકી સંભાળીને રાખવી. તે વસ્તુઓના સ ંગ્રહ રાખવાના ભાગ જુદા રાખવા. બધી ચીજો એક જ સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ].
શ્રાવિકા રાખવી નહીં, તેથી હવામાં બગાડો થવાનો સંભવ છે. સૂવાની અને જમવાની જગ્યા આગળ તેવી વસ્તુઓ સંગ્રહી રાખવાથી તંદુરસ્તીમાં બગાડ થાય છે. ગોળ, ખાંડ, સાકર, ઘી, તેલ વગેરે વસ્તુઓની જીવાતથી રક્ષા કરવી. રાંધવાનાં ઠામ, પાકું સિંચવાનાં દોરડાં, શાક સુધારવાની છરી વગેરે વસ્તુઓ એક નિયમિત સ્થળે રાખવી. જ્યાં ત્યાં કાંઈ પણ રખડતું રાખવું નહીં. જ્યારે જોઈએ ત્યારે તે વસ્તુ તરત હાથ આવે તેમ રાખવી. જરૂરીને વખતે ફાંફાં મારવાં પડે તેમ અવ્યવસ્થિત રાખવી નહીં. પાણીઆરું અને રડું ઘણું જ સાફ રાખવું. કોઈ ઠેકાણે કરોળીયાનાં જાળાં કે બાવા બાઝે તેમ થવા દેવું નહીં. દરેક વસ્તુ જ્યારે વાપરવા લેવી હોય, ત્યારે પંજીને–ખંખેરીને વાપરવી અને યતનાથી તેને ઉપયોગ કરોકારણ કે જીવદયા પાળવી એ શ્રાવિકાનું મુખ્ય કર્તવ્ય અને ધર્મ છે.
(૬) શયનગૃહની શોભા કરવી એ ગૃહકાર્યની વ્યવસ્થાને છઠ્ઠો પ્રકાર છે. સુઘડ શ્રાવિકાએ પોતાના શયનગૃહને સુશેભિત રાખવું. આખો દિવસ ગૃહકાર્ય તથા વ્યવહારકાર્યથી કંટાળી શાંતિ મેળવવાનું જે સ્થળ છે તે સ્થળને સર્વ રીતે શણગારી સ્વચ્છ રાખવું. શયનગૃહનો ભાગ સર્વથી જુદે રાખો. તે સ્થળ લીંપીગૂંપીને સ્વચ્છ રાખવું. તેમાં સ્વચ્છ હવા મળે તેવી બારીઓ કે જાળીઓ રાખવી. સૂવાને પલંગ એવી રીતે ગોઠવો કે જ્યાં સૂતી વખતે શરીર ઉપર થઈને પવન જાય નહીં કે બહારની દુર્વાસ આવે નહીં. શયનહની અંદર પ્રમાદની વૃદ્ધિ ન થાય, તેને માટે એક ઘટીયંત્ર (ઘડિયાળ) રાખવું અને તેને આધારે સૂવાને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[૯૧ ] ઊઠવાને અમુક વખત નિયમિત કરી તે પ્રમાણે ચાલવું. તે ગૃહની બીજી તરફ જુદા ભાગમાં પુસ્તકાલય કરવું. તેની આસપાસ જૈન ધર્મવીરેના તથા આર્યાવર્તના પરાક્રમી પુરુષનાં અને પવિત્ર સતીઓનાં ચિત્રો રાખવાં, જેમનું વારંવાર દર્શન થવાથી હૃદયમાં ઉત્તમ ભાવના આવ્યા કરે. શયનગૃહની આસપાસ ધર્મ તથા નીતિનાં વાક્ય અથવા કઈ મુદ્રાલેખ (Motto ) કે સારી કહેવતનાં છાપેલાં અથવા લખેલા વાકયે ગોઠવવાં. આવા આનંદમય અને મંગલમય શયનમંદિરમાં સુખ અને શાંતિથી નિદ્રા આવે છે.
(૭)લેવડદેવડ–એ ગૃહકાર્યવ્યવસ્થાને સાતમે પ્રકાર છે. સુજ્ઞ શ્રાવિકાને લેવડદેવડ કરતાં આવડવું જોઈએ. જે લેવડદેવડ કરવાને સદગુણ હોય તે જ શ્રાવિકા પિતાના શ્રાવકસંસારને સારી રીતે ચલાવી શકે છે. આ સદગુણથી ગૃહિણી પિતાના ઘરની આવકજાવક વિષે સમજે છે અને તેથી તે ગૃહવ્યવસ્થા સારી રીતે કરી શકે છે. વળી તેથી તે જાણે છે કે, ઘરનો ખર્ચ આવકના પ્રમાણમાં રાખો. આવક કરતાં ઘરખર્ચ વધારે ન થાય, તે વિષે ધ્યાન રાખવું. કેળવણું પામેલી શ્રાવિકાએ પોતાના ઘરમાં સારી રીતે સંભાળથી વર્તવું. દરમાસે કેટલું ખર્ચ થાય છે તેને હિસાબ રાખવો. વર્ષની આખરે કાંઈ પણ વધે તેવી રીતે ગૃહવ્યવહાર ચલાવ. જે વસ્તુની ખાસ આવશ્યકતા હોય તે વસ્તુ જ લેવી. નકામી વસ્તુ લેવરાવવી નહીં. જે વસ્તુ ખરીદવી હોય તેને માટે ભાવ વિગેરેમાં સસ્તી અને સારી મળે તેમ કરવાને ગૃહનાયકને સૂચના કરવી. જે વસ્તુ સસ્તી હોય અને ટકાઉ ન હોય તેવી વસ્તુ લેવી નહીં. કદી કીંમતમાં ભારે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
શ્રાવિકા પણું જે તે વધારે ટકે તેવી હોય તે તે લેવી. બનતા સુધી કાચને સામાન વધારે લેવરાવવો નહીં. જે ગૃહપતિની ગેરહાજરી હોય તો ઘરને ઉપયોગી ચીજોની લેવડદેવડ જાતે કરવી. પોતાનાથી બજારમાં જવાય તેમ ન હોય તે વેપારીને ઘેર બોલાવી બીજાની રુબરુ તે તપાસીને ખરીદ કરવી. કેઈપણ વસ્તુ ઉધારે લેવી નહીં. ઉધારે લેવાથી ઘણું જ નુકશાન થાય છે અને પૈસા તરત આપવા ન પડવાથી વધારે લેવાનું મન થાય છે. જે પિતાની પાસે રેકડા પૈસા ન હોય તો તે વસ્તુ વિના ચલાવી લેવું, પણ ઉધારે ચીજ લેવરાવવી નહીં. જે વસ્તુ બજારમાંથી આવે તેને ઘેર તોલ કે માપથી ઉટાંકી લેવી, કારણ કે ઘણું ધર્તા વેપારીઓ તેમાં દો કરે છે. લેવડદેવડના વ્યવહારમાં હિસાબની જરૂર છે, તેથી સુજ્ઞ શ્રાવિકાએ હિસાબી જ્ઞાન મેળવવું. જે થોડું ઘણું હિસાબી જ્ઞાન હોય તે સામો માણસ છેતરી શકતો નથી.
(૮) કરકસર–એ ગૃહકાર્યવ્યવસ્થાને આઠમે પ્રકાર છે. વ્યવહારનીતિમાં કરકસરના ગુણને સારી રીતે વખાણેલે છે. કરકસર કરવાનો ગુણ પુરુષ કરતાં સ્ત્રીએ રાખવો જોઈએ. જે સ્ત્રીમાં એ ઉત્તમ ગુણ રહેલો નથી તે સ્ત્રીને ગૃહવ્યવહાર નઠારી સ્થિતિમાં આવી જાય છે. કરકસર અનેક પ્રકારની આવક સમાન છે. કરકસર કરી બચાવેલું દ્રવ્ય વૃદ્ધાવસ્થામાં ઉપયેગી થઈ પડે છે. કરકસરના ઉત્તમ ગુણને ધારણ કરનારી ઘણી શ્રાવિકાઓએ પિતાને શ્રાવકસંસાર સુખમય કર્યો છે. જે ચીજ એક રૂપી મળતી હોય, તેવી જ બીજી ચીજ પંદર આને મળે છે તે જ લેવી. જેનાથી કાર્ય સરતું હોય તેવી ચીજ લેવા આગ્રહ રાખો. એક પૈસાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૯૦ ] તાડપત્રના પંખાથી પવન લેવાનું કામ થતું હોય તે પછી ભભકાદાર ઊંચી કિંમતના પંખા શામાટે લેવા જોઈએ ? ઘરની નાનીશી ચીજ નકામી કાઢી નાખવી નહીં. રસોઈમાં બરાબર જોઈએ તેટલું જ રાંધવું. વધારે નકામું રાંધી બગાડવું નહીં. એવી એવી બાબતને નાની ગણે ઉપેક્ષા કરવી નહીં. થેડે થડે કરતાં હિસાબ કરીએ તો તે ઘણે વખતે બહુ થઈ પડે છે. ફતંગ દીવાળીઆના જેવો વ્યવહાર ચલાવ નહીં. હમેશાં ભવિષ્યનો વિચાર કરીને ચાલવું. થોડેથી ચાલી શકતું હોય તો વધારે કરવું નહીં. વળી સુજ્ઞ શ્રાવિકાએ પોતાના ઘરની સ્થિતિ વિચારીને ચાલવું. બીજાનાં ઘરનાં બરાંઓનાં વસ્ત્રાભૂષણ જોઈ પતિને મોહિત કરી તેવા વસ્ત્રાલંકાર કરાવવાં નહીં. જે કદી મેહને વશ થઈ પતિ તે વધારે પડતો ખર્ચ કરવા તૈયાર થાય તો સ્ત્રીએ તેને અટકાવો. જો એમ કરવામાં ન આવે તો તે કરજના બેજામાં આવી જાય છે. માથે દેવું કરી વૈભવવિલાસ ભોગવનારા ઘણું લોક પાયમાલ થઈ ગયા છે. બનતી રીતે પૈસાને બચાવ કરવો. સંગ્રહીત દ્રવ્ય વિપત્તિને વખતે સહાયકારક થાય છે. આપણું નીતિશાસ્તે પૈસાને અગિયારમે પ્રાણ કહેલ છે. મનુષ્યનું જીવન દ્રવ્ય છે. દ્રવ્ય વિનાને માણસ કદી વિદ્વાન, ચતુર કે સ્વરૂપવાન હોય તો પણ જોઈએ તેવું માન પામતે નથી. મૂર્ખ, અજ્ઞાની અને અલ્પ બુદ્ધિવાળા માણસે દ્રવ્યના પ્રભાવથી ડાહ્યા, જ્ઞાની અને બુદ્ધિમાન ગણાય છે. શ્રાવવધૂએ કરકસર કરવાનો મહાગુણ ધારણ કર. એ ગુણથી દ્રવ્યને સંચય થાય છે અને શ્રાવકસંસાર સુખેથી ચાલે છે. અહીં સુજ્ઞ શ્રાવિકાએ એટલું પણ યાદ રાખવું કે, તેણીએ અતિશય લેભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
શ્રાવિકા
પણ કરવા નહીં. લેાભ એ પાપનું મૂળ છે. જયાં ત્યાં ઉમંગથી ખર્ચા કરવે, જો પેાતાની શક્તિ હાય તા સાત ક્ષેત્રામાં દ્રવ્યના ઉપયાગ કરવા. દ્રવ્યના વ્યર્થ ખર્ચ ન થવા દેવા-એનુ નામ કરકસર છે અને શક્તિ છતાં જોઇએ ત્યાં ન વાપરવુ એ લેાભ અથવા કજીસાઇ કહેવાય છે. આ બંને શબ્દના અર્થ સમજી શ્રાવકવધૂએ પેાતાને ગૃહવ્યવહાર ચલાવવા.
(૯) ઘરધયા—એ ગૃહકાર્ય ની વ્યવસ્થાના નવમે પ્રકાર છે. ભણેલી શ્રાવકપત્નીએ નવરાશને વખતે પતિને સહાય કરવા પવિત્ર ઘરધણ કરવા. જો પેાતાનુ કુટુબ બહેાળું હાય, કમાઇ લાવનાર એક જ જણ હાય તેા સુજ્ઞ સ્ત્રીએ યોગ્ય ધંધા કરી કુટુંબને સહાય કરવી. કાંઇપણ ચેાગ્ય ધંધા કે મહેનત કરી પતિની કમાણીમાં પેાષણ આપવું. દળવું, ભરડવુ, ખાંડવુ, શીવવુ, સાંધવું, ભરવુ, ગુંથવુ, કાંતવુ, વણવુ, ચીતરવું અને રંગ પૂરવા વગેરે યાગ્ય ધંધા કરી પતિને સહાયભૂત થવુ. ટોપીઓ, મેાજા, ગલપટ્ટા વગેરે ઉપયેાગી વસ્તુએ બનાવવી. સેાનારૂપાનાં ગઠણુ કરવા, નેતર ભરવી અને બીજા ઉચિત કામ કરી કાંઇપણ દ્રવ્ય ઉપાર્જન કરવું. અલ્પ આવકવાળા પતિને મદદ આપી કુટુબના પાષણમાં સદા તત્પર રહેવું. આળસુ થઇ એસી રહેવુ નહીં. ઘરમાં બેઠા બેઠા ધંધા કરવામાં કાઈ જાતની ખાટ નથી. પ્રમાદી થઈ પડી રહેનારી પત્નીઓની લેાકમાં નિદા થાય છે અને તેમના પતિઓને કુટુંબપેાષણ કરવામાં દુ:ખ ભાગવવુ પડે છે. જે ધÙા નિર્દોષ હાય અને જેમાંથી એ પૈસા પેદા થાય તેવુ હાય તેવા ધંધા કરવા અને તે પણ નીતિસર કરવા. કાઇપણ ધાંધામાં દગા કરવા નહીં. નિર્દોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ] અને મર્યાદાવાળે બંધ કરો. પોતાની યેગ્યતા પ્રમાણે દરેક શ્રાવિકોએ ધંધાની કળા સંપાદન કરવી. કદી કમેગે પતિનો અભાવ થાય તે પિતાનાં બાળબચચાંને નભાવવાનો
જે સ્ત્રીની ઉપર આવી પડે છે. જે સ્ત્રી પતિની હૈયાતીમાં પ્રમાદી થઈ બેસી રહી હોય અને કોઈ જાતને ધંધે શીખી ન હોય તો તેને નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી થઈ પડે છે. ઘેરઘેર ભીખ માગવાને અને ધર્માદા દ્રવ્ય ખાવાનો વખત આવે છે, તેથી દરેક શ્રાવિકા ઉપયોગી ધંધો શીખવો જોઈએ. ઉઘોગી શ્રાવિકા ધંધો શીખી હાય તે તે પોતાને ઘેર બેઠા ઘરને નિર્વાહ સુખેથી કરી શકે છે.
(૧૦) નવરાશને વખત કેમ ગાળો?—એ હકાર્ય વ્યવસ્થાનો દશમે પ્રકાર છે. શ્રાવકધુ પોતાના નિત્યના નિયમ પ્રમાણે ઘરનાં કામકાજ કરી પરવારે ત્યારે તેણીએ થોડા વખત ઉપયેગી ધંધે શીખવામાં અને જે તે શીખેલ હોય તે કરવામાં પસાર કરે. જ્યારે તે કામ કરતાં કંટાળો ઉપજે ત્યારે થોડી વાર તેણીએ ધર્મ તથા નીતિનાં ઉપયોગી પુસ્તકો વાંચવા અને પિતાના વિદ્વાન પતિ પાસે અભ્યાસ કરી પોતાના જ્ઞાનમાં વધારે કર. પ્રભુભક્તિનાં તથા નીતિનાં ગીત શીખવાં અને ગાવાં. સામાયિક લઈ સ્વાધ્યાય ધ્યાન કરવું અને પતિના કાર્યમાં મદદ કરવી. તે સાથે તેણીએ ખાસ ધ્યાન રાખવું કે પોતાના પતિનું મન શી રીતે રંજન થાય ? તેવા વિચારો કર્યા કરવા. જે પતિ વ્યવહારકાર્યથી કંટાળી ઘેર આવેલ હોય તે તેના મનને આરામ તથા સુખ આપવું.
જે શ્રાવિકા સારી સ્થિતિમાં હોય તે તેણુએ હંમેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
[ 6 ].
શ્રાવિકા દાન કરવું. અનાથ, અપંગ અને નિરાશ્રિત લોકોને દયાદાન કરી તેમના હૃદયની આશીષ સંપાદન કરવી. પિતાના સાધમી બંધુઓ કે સાધમી બહેનો દુઃખી થતાં હોય તેમને સહાય કરવી અને પતિની પાસે સહાય કરાવવી. આ કામ પુણ્યબંધનનું છે, તથાપિ તે સ્વતંત્રતાથી કરવું નહીં, પતિની આજ્ઞા લઈને કરવું. આ પ્રમાણે નવરાશના વખતને ઉપયોગ કરનારી શ્રાવિકા આ લેકમાં તથા પરલોકમાં સુખી થાય છે અને તેણીને શ્રાવકસંસાર સારી રીતે પ્રકાશી નીકળે છે. દરેક શ્રાવિકાએ વખતની કિંમત જાણવી જોઈએ. વખત એ અમૂલ્ય ચીજ છે, ગયે સમય ફરી વાર મળતો નથી, તેથી તેને જરા પણ વ્યર્થ ગુમાવ નહીં. સમયને ક્ષણેક્ષણે ઉપયોગ કરનાર માણસ આ સંસારમાં ઉન્નતિએ પહોંચી ઉત્તમ સુખ ભોગવે છે.
પ્રિય સાધમી બહેને ! આ ગૃહકાર્યવ્યવસ્થાના દશ પ્રકાર તમારા હૃદયમાં સ્થાપિત કરી તમારા પ્રવર્તનમાં તેની ચેજના કરજે. જે શ્રાવિકા એ દશ પ્રકારને ઉત્તમ હેતુ સમજી બરાબર તે પ્રમાણે વર્તે છે, તે શ્રાવિકા ખરેખરી કુળદીપિકા શ્રાવિકા કહેવાય છે. પ્રાચીન કુળદીપિકા આર્ય સ્ત્રીઓ એવા પ્રવર્તનથી જ પ્રખ્યાત થઈ છે અને તેમનું ઉજવલ પ્રવર્તન એથી જ આદરણીય ગણાયેલું છે. ગૃહસ્થ શ્રાવિકાએ ગૃહકાર્યની વ્યવસ્થામાં પ્રવીણ થવું જોઈએ અને તેને જ પિતાનું મુખ્ય કર્તવ્ય માનવું જોઈએ. એવી ઉત્તમ શ્રાવિકા બીજાને અનુકરણીય બને છે અને જગતમાં તેણીના ગૃહધર્મનું યશોગાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું
ગ્રહોપયોગી ચિકિત્સા માં નુષ શરીર એ ધર્મનું સાધન છે. અને તેના વડે ની જ આ લેક તથા પલેક બને સાધી શકાય છે; તેથી ગૃહિણી શ્રાવિકાએ વૈદક સંબંધી જ્ઞાન પણ મેળવવું જોઈએ. સદા આરોગ્યતા રાખવાને માટે સાધારણ વૈદક જ્ઞાનની જરૂર પડે છે, તેથી જે કુટુંબવાળી સ્ત્રી યા પુરુષ એ બાબત પૂરતું ધ્યાન આપે તે ઘણા વ્યાધિઓને હુમલે તેઓ પોતા પર આવતા અટકાવી શકે છે તેમ જ પોતાના અંગબળને ટકાવી તથા વધારી શકે છે. ચિકિત્સાશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર દંપતીનું શરીર લાંબી ઉમ્મર સુધી સુખી રહે છે.
પ્રથમ અગત્યનું એ છે કે, બીમારી થતી જ અટકાવવી જોઈએ જેઓ તેને અટકાવવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે તંદુરસ્તી જાળવવા, વધારવા, સુધારવા સાધારણ ઉપાયોથી જાણીતા થવું જોઈએ અને તંદુરસ્તીમાં સુધારે તથા બગાડે કેમ થાય છે? તે વિષે પૂરતી માહિતી મેળવવી જોઈએ.
જિંદગીને સારી રાખવાને માટે ખેરાક, પાણી, હવા અને કસરતની જરૂર છે. તેથી જેમ બને તેમ સારે ખોરાક લે, સ્વચ્છ અને ગળેલું પાણી વાપરવું, ખુલ્લી હવામાં ફરવાની ટેવ રાખવી અને શરીરને કસરત મળે તેમ કરવું.
પુરુષ કરતાં સ્ત્રીઓએ પિતાના નાજુક બાંધાને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રાવિકા તંદુરસ્તી જાળવવા માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે સ્ત્રીઓ અનિયમિતપણે વર્તે તે તેના શરીરમાં આરોગ્ય રહેતું નથી અને તેઓ પોતાને માટે હમેશાં દરદો ઊભા કરતી રહે છે.
સુજ્ઞ શ્રાવિકાએ આ વિષે ધ્યાન રાખી વર્તવાનું છે. તેમાં જરા પણ પ્રમાદ કરવો ન જોઈએ. રેગ અને શત્રુ તરફ જે ઉપેક્ષા રાખવામાં આવે તો તે એકદમ વધી જાય છે, માટે તેને થતાં જ અટકાવવા જોઈએ.
૧ રેગ થવાનું કારણુ–કઈ પણ જાતને રોગ ઉત્પન્ન થાય તે તે શાથી થયે છે? તેનું પ્રથમ નિદાન કરવું. તેનું નિદાન કર્યા પછી તેને માટે ઈલાજ કરવો.
૨ માથે લોહીનું ચડવું–આ ભેજાને લગતું દરદ છે. તેને હમલે અચાનક થાય છે. તેનાથી માણસ પટકાઈને નીચે પડી જાય છે અને નાડી જોરમાં ચાલે છે. તેવા દરદીને ખુલ્લી હવાવાળા ભાગમાં લઈ જવું અને તેના શરીરનાં તંગ કપડાં ઢીલાં કરવાં અને તેને ઓડીંગણ મૂકી બેસાર અથવા સુવાડી દે. તેના માથા ઉપર ઠંડું પાણી રેડવું અથવા બરફ મૂકયા કરે અને તેના પગ પાણીમાં ભેળવા. જેને એ દરદ વારંવાર થતું હોય તેણે પેટની કબજીઆત થવા દેવી નહીં અને તેને હમેશાં હલકા ખેરાક ઉપર રાખવે. તેને તડકામાં ફરવા દે નહીં. એવા દરદીને કસરત તથા ખુલ્લી હવાની ઘણી જરૂર છે.
૩ હીસ્ટીરિયા અથવા ચમક–આ વ્યાધિ ઘણે ભાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૯૯ ] સ્ત્રીઓને જ થાય છે. જ્યારે હીસ્ટીરિયાને હુમલો થઈ આવે ત્યારે તરત તેને કેચ ઉપર સુવાડી તેના તંગ કપડાં ઢીલાં કરી માથા ઉપર ટાઢું પાણી રેડવું, મેઢા ઉપર ઠંડું પાણી છાંટવું અને હીંગ સુંઘાડવી.
જે મળી શકે તેમ હોય તે તેને જટામાંસી બેઆની ભાર લઈ દશ આંઉસ પાણી નાંખી તેનો ઉકાળો કરે. અને તે પા કલાક સુધી રાખી ઠંડે પાડી તેને ગાળી નાંખવે. પછી તેમાંથી બેથી ત્રણ આંઉસ જેટલે દહાડામાં ત્રણ વાર પાવે. તેથી એ દરદ શાંત પડી જાય છે. એ દરદીને ચા, કાફી વગેરે પાવા નહીં. શક્તિ આવે તે દૂધને ખોરાક આપવો અને દરરોજ તેને કસરત કરાવી ખુલ્લી હવામાં ફરવા દેવું. તેમજ તેને ચિંતામુક્ત કરવા પ્રયત્ન કરવો.
૪ ઊંઘ આવવાને ઉપાય–શાંતિથી ઊંઘ આવવી એ સારી તંદુરસ્તીનું મુખ્ય ચિહ્ન છે. જે રાત્રે બરાબર ઊંઘ ન આવે તો ખાધેલે ખેરાક પચતું નથી અને તેથી અજીર્ણ થઈ આવે છે. જે ઊંઘ ન આવતી હોય તે હાથના પોંચા અને પગના તળિયા ટુવાલે જોરથી ઘસાવવા–તેથી તરત ઊંઘ આવે છે.
સૂવા અગાઉ ગરમ પાણીએ નહાવાથી, દોડવાથી અથવા ખુલ્લી હવામાં ઝડપભેર ચાલવાથી બદનમાં એક સરખી રીતે લેહી ફરવા માંડે છે એટલે તરત ઊંઘ આવી જાય છે.
બીછાના ઉપર સૂતા પછી કોઈ બાબતને વિચાર કર નહિં અને જ્યાંસુધી ઊંઘ ન આવે ત્યાં સુધી નવકાર ગણવા એટલે ઊંઘ આવે છે અને માઠું સ્વપ્ન આવતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રાવિકા ૫ ઉજાગરાનો ઉપાય–જે કઈ કારણથી ઉજાગરે થયો હોય તે એક તેલ સાકર અને એક તેલે લીંબુનો રસ પીવે, અથવા દિવસે બે ત્રણ વખત ગરમ ગરમ કાપી પીવી. એથી ઉજાગરાની બેચેની ઉતરી જાય છે અને તબીઅત સારી થાય છે.
૬ સુસ્તીને ઉપાય-પાચનશક્તિ ઓછી થવાથી અને શરીરનું લેહી બગડવાથી શરીરે સુસ્તી રહ્યા કરે છે, સ્મરણશક્તિ ઓછી થાય છે, માથું દુખે છે, આંખને ઝાંખ મારે છે અને કાનમાં સળવળાટ થયા કરે છે. તે વખતે બે ઢામ કરી આતું, અડધો દ્રામ પીપળામૂલ, એક દ્રામ કાળા મરી–એને ચાર આંઉસ ઉકળતા પાણીમાં નાખી અને તેને ગાળી દિવસમાં ત્રણ વાર પીવું, તેથી સુસ્તી મટી જાય છે અને શરીરમાં જાગૃતિ થાય છે.
૭ તાવને ઉપાય–તાવવાળા માણસને જે તૃષા ઘણી લાગતી હોય તો તે નરમ પાડવાને જવનું પાણી આપવું. જે ઠંડી લાગતી હોય તે જવનું પાણી, ચા અને ગરમ પાણી આપવું અને પેટ સાફ રહે તેવા ઉપાય કરવા. જે સાથે માથાને દુખા ચાલુ હોય તો કોલનોટરમાં પાણી ભેળવી, તેમાં કપડું બળી માથા ઉપર મૂકવું અથવા બરફ ફેરવ. જ્યારે અંગમાંથી તાવ જતું રહે ત્યારે શક્તિની દવા અને હલકો ખોરાક આપ.
તાવના ત્રણ પ્રકાર છે. રેજીદે, એકાંતરીઓ અને ચાથીઓ. તે બધા તાવને માટે બે ઢામ કરીઆતું, એક કામ કર્યું અને એક કામ ગળે–એ સઘળાને ખાંડી, ઝીણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
સુબોધ
[ ૧૦૧ ] કપડામાં ચાળી મેળવવા અને એ ચર્ણમાંથી વીસથી પંદર ગ્રેન લઈ પાણી સાથે દિવસમાં ત્રણ વખત તાવ હોય કે ન હોય તો પણ લેવું. અથવા રોજ સવારે તાવ ના હોય ત્યારે પાંચ ગ્રેન કવીનાઈન લેવું અથવા એક તોલો મીંઢીયાવળ અને એક તોલે કરિયાતું, એ બન્ને લઈ દોઢ પાશેર પાણી નાખી ઉકાળવું અને નવટાંક પાણી રહે ત્યારે કપડાંથી ગાળીને પી જવું. તેથી દસ્ત આવી તાવ નરમ પડશે અને એ જ પ્રમાણે બીજે દિવસે પણ કરીને પી જવું એટલે તાવ ચાલ્યા જશે.
આ પ્રમાણે બીજા પણ અનેક નાના મોટા વ્યાધિના તાત્કાળિક કરી શકાય તેવા પ્રયોગો ઘરવૈદુ એ નામની બુકમાંથી જોઈ લેવા અને જરૂર પડતાં તેને ઘટિત ઉપગ કરવ; કારણ કે સહજના વ્યાધિમાં વૈદ્ય ડાકટરને બોલાવવા કરતાં સામાન્ય ઉપચાર કરવાથી જ કાર્ય સરે છે.
(એક દ્રામ એટલે પા તેલે સમજવું)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
ET ER સ
૧૫ મું
દરદીની માવજત
ગુણી શ્રાવિકાએ દરદીની માવજત કરતાં શીખવું પૂર્વી જોઇએ. પૂર્વ જોઇએ. પૂર્વ કાળે પણ
E
જૈન આર્ય સ્ત્રીએ
રાગથી પીડાતા ગમે
તે શિક્ષણ સારી રીતે મેળવતી હતી. તે મનુષ્યને માટે ષષેાપચાર કરવા અને તેની માવજત કરવી તેને જૈનધર્મનાં પુસ્તકામાં પુણ્યમ ધનું કારણ કહેલું છે. દુ:ખી પ્રાણીને સુખી કરવાથી ઘણા જીવા ઉત્તમ ગતિને પામ્યા છે. તેને માટે શ્રી આદિનાથ પ્રભુના ચરિત્રમાં તેમના પૂર્વ ભવમાં જીવાનંદ નામના વૈદ્યશ્રાવકનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. ગૃહી અથવા મુનિની સારવાર કરનારા ઘણા જીવા ક ખપાવી કેવળજ્ઞાન પામી મેાક્ષગામી થયા છે. માંદા માણુસની કેવી રીતે સંભાળ લેવી ? હેરફેર કેવી રીતે કરવી ? તેને મલમપટ્ટો કેમ કરવા ? અને તેની ખાવાપીવાની સભાળ કેમ રાખવી ? એ બધુ દયાધમી શ્રાવિકાએ જાણવું જોઈએ. રાગથી રીખાતા રાગીને સારી માવજતથી શાંતિ મળે છે. તેની માવજત કરનાર સ્ત્રીએ કંટાળેા નહીં લાવતાં આનંદી પ્રકૃતિ રાખી, તે સાથે દરદીને ધીરજ આપી, ફ્રાસલાવી, સમજાવી તેની મરજી સાચવવાની સાથે યાગ્ય
ઉપચાર કરવા.
માંદા માણસને રહેવાનું સ્થાન લીંપીણુ પીને સ્વચ્છ રાખવું. તેની અંદર ખુલ્લી હવા આવે તેવી ગેાઠવણ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
સુધ
[ ૧૦૩ ] કઈ જાતની ગંદકી થવા ન દેવી. બીછાનું સ્વચ્છ રાખવું. તેનાં કપડાં બનતા સુધી રેજ બદલાવવાં. વૈદ્ય અથવા ડાકટરની સલાહ પ્રમાણે તેને પચે તે હલકે ખેરાક આપવો. તેની આગળ ઘણાં માણસોની ભીડ થવા દેવી નહીં. જેવી રીતે તેને ગમે તેમ કરવું અને તેની રુચિને અનુસરવું.
રોગીની આગળ હસતે ચહેરે રહેવું. તેની પાસે મન આનંદમાં રાખી મધુર વચનો બોલવાં. તેને વારંવાર ધીરજ આપવી. તેને એકલે રહેવા દે નહીં. કદી તે આપણે દેષ કાળે અથવા ખીજવાઈ જાય તો પણ તે સહન કરી તેની આગળ મીઠાં વચને બેલવાં. તેનું મન રાજી થાય તેમ કરવું અને તેને આરામ થશે એવાં ધીરજનાં વચને બોલ્યા કરવાં. તે સાથે તેની સ્થિતિ ઉપર ધ્યાન આપવું. ક્ષણે ક્ષણે સમયસૂચકતા વાપરી સાવધાન રહેવું. કદી રેગીની સ્થિતિમાં ધાસ્તીભરેલો ફેરફાર થઈ જાય તે પણ હિંમત રાખવી અને તરત વૈદ્ય અથવા ડાકટરને બોલાવ. બીજા બને તે ઉપાય સત્વરે કરવા. કદી આપણને તેની જીવવાની આશા ન હોય તે પણ હિંમત રાખી તેની સાથે આશાભરેલી વાતે કરવી, કદી નાહિંમત થઈ રોવા બેસવું નહિં. વળી જે દરદી મરણના ભયથી કલ્પાંત કરે તે તેને હિંમત આપવી અને તેના મનને શાંત કરી ધર્મ તરફ વાળવું. વારંવાર તેની આગળ નવકારમંત્રને ઉચ્ચાર કરો અને તેને હાથે શુભખાતામાં દ્વવ્યાપણ કરાવવું, જેથી તેની સદ્ગતિ થાય છે. કદી વૈદ્ય કે ડાકટરના કહેવાથી આપણું જાણવામાં આવે કે આ દરદી બચે તેમ નથી તે પણ તે વાત દરદીને કહેવી નહિં અને તેની માવજતમાં સારી રીતે ધ્યાન આપતા રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રાવિકા દરદીની માવજતમાં પાંચ બાબત ઉપર પૂરતું ધ્યાન આપવાનું છે. ૧ દરદીને તાજી હવા મળે તેવી ગોઠવણ કરવી, ૨ દરદીની વર્તણુક ઉપર ધ્યાન આપવું, ૩ તેને ઊંઘ આવે તેમ કરવું, ૪ તેના રેગની પરીક્ષા કર્યા કરવી અને ૫ નિયમસર ઔષધ આપવું. આ પાંચ બાબત ધ્યાનમાં રાખવાથી દરદીને ઘણું ફાયદો થાય છે. તેથી દરેક શ્રાવિકાએ આ શિક્ષણ અવશ્ય મેળવવું. સારી માવજત કરવાથી ઘણી વખત વૈદની દવા કરતાં પણ વધારે લાભ થાય છે અને તેથી આ મનુષ્યભવરૂપ ચિંતામણિ રત્ન કે જે પુરા પુણ્યથી પ્રાપ્ત થયેલ છે તેનું રક્ષણ થાય છે.
ઉપર બતાવેલી પાંચ બાબતે ખાસ ઉપયોગી છે તેના કારણે આ પ્રમાણે છે – ૧ તાજી હવા ઉત્તમ ઔષધનું કામ કરે છે તેથી તે
ખાસ ઉપયોગી છે. ૨ શરીરસ્થિતિને આધાર વર્તણુક ઉપર છે. સારી વર્તણુકવાળાને પાયે વ્યાધિ થતા જ નથી અને થાય છે તે
અલ્પ સમયમાં દૂર થાય છે. ૩ ઊંઘથી શરીરના તમામ વિભાગને આસાએશ મળે છે
તેથી તેની અત્યંત આવશ્યકતા છે. જ રોગમાં ફેરફાર થાય કે ઓછાવત્તા થાય તેના પર ધ્યાન * રાખવાથી તાત્કાલિક ઉપચાર થઈ શકે છે. ૫ ઔષધ વખતસર ને નિયમસર આપવામાં આવે તે જ
તે બરાબર અસર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________ IRIR zicphile DIRB やね Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com