________________
પ્રકરણ ૨ જુ
શ્રાવિકાને કેવું શિક્ષણ આપવું જોઈએ?
વકની બાલિકા જ્યારે સ્પષ્ટ બોલનારી અને સમજણવાળી થાય ત્યારે તેણને કન્યાશાળામાં મોકલીને અથવા ઘેર રાખીને શિક્ષણ આપવાને પ્રબંધ કર જોઈએ. જ્યારે તેને વાંચતાં
લખતાં આવડે એટલે તેણીને ગૃહશિક્ષણ અને ગૃહકાર્યને અર્થે ધર્મ તથા નીતિની કેળવણી સાથે, વ્યવહારેપયોગી ઊંચા પ્રકારનું જ્ઞાન આપવાના પ્રકારે જવા જોઈએ. તેમને શુદ્ધ વાંચતાં લખતાં અને ઉપયોગમાં આવે એટલું ફક્ત ભૂગોળ, ઈતિહાસ, વ્યાકરણ અને ગણિત તથા ઘરના આવક જાવકને હિસાબ રાખવા જેટલું દેશી નામું વગેરેનું જ્ઞાન આપવું. વિશેષ જ્ઞાનમાં આરોગ્ય વિદ્યા, પદાર્થ વિજ્ઞાન તથા પાકશાસ્ત્રનું અનુભવસિદ્ધ શાસ્ત્રીય જ્ઞાન, અર્થશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, માંદાની માવજત, ઘર કુટુંબમાં ઉપયોગી થાય એટલું વૈદક જ્ઞાન, બાલરક્ષણ, બાલશિક્ષણ, ગૃહવ્યવસ્થા, કુટુંબનાં કપડાં વેતરી સીવતાં સાંધતાં, સુંદર ભરત ભરતાં, મોજાં, ગલપટ્ટા તથા પુષ્પના અલંકાર ગુંથતાં, લાકડા, માટી, મીણ, લાખ અને કાગળ વગેરેના જુદી જુદી જાતનાં નકશીદાર નમૂની કાતરતાં, કાપતાં અને બનાવતાં, રૂમાલ, આસનીયા વગેરે વણતાં, નેતર ભરતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com