________________
અથવા સુશિક્ષિત ગૃહિણી શ્રાવિકાઓના કરકમળમાં મૂકવામાં આવશે તે તેમને તેમના ગૃહજીવનમાં તે એક પૂર્ણ સહાયભૂત થયા વિના રહેશે નહીં.
ભાવનગર ખાતે શેઠ ત્રિભુવનદાસ ભાણજી કન્યાશાળાનું સ્થાપન બહુ વર્ષોથી થયેલું છે તે શાળામાં સારું વાંચન પૂરું પાડવા માટે અમારી સભાને એક રકમ મમ શેઠ તરફથી સુપ્રત કરવામાં આવી છે તે રકમના વ્યાજમાંથી અમે આજ સુધીમાં પાંચ બુકે પ્રસિદ્ધ કરી છે તે ગ્રંથમાળાનું આ છ પુષ્પ છે.
આ બુકની ૫૦૦ નકલ સદરહુ કન્યાશાળાના વ્યવસ્થાપકેએ ભેટ આપવા નિમિત્તે છપાવી છે. તદુપરાંત વધારે નકલો અને અન્ય સજજનેને સામાન્ય કિંમતમાં આપવા માટે છપાવેલ છે. મૂળ બુકમાંથી જરૂરી પ્રકરણે જ આ બુકમાં લીધા છે તે આ સાથે આપેલી અનુક્રમણિકાથી સમજી શકાય તેમ છે. સદરહુ શ્રાવિકાસુબોધદર્પણના પ્રસિદ્ધકર્તા શ્રી જૈન વિદ્યા પ્રસારક વર્ગને અમે અંત:કરણથી આભાર માનીએ છીએ.
માગશર શુદિ ૧૧
|
કુંવરજી આણંદજી
ભાવનગર
સ. ૧૯૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com