________________
પ્રકરણ ૮ મું
A
))
S]
શ્રાવિકામાતાની ગુણાવળી B શ્રાવકના સંતાને સુધરવાને મુખ્ય આધાર તેની મિ શ્રાવિકામાતા ઉપર છે. સદ્ગુણી અને શ્રાવકકુળને દીપાવનાર સંતાને ઉત્પન્ન કરવા હોય તે તેને માટે સુશિક્ષિત માતાની જરૂર છે. જે શ્રાવિકા સમકિતના શૃંગારને ધારણ કરનારી, ધાર્મિક, નિસ્વાથી, નીતિમાન, સત્યવાદી, વિશ્વાસુ, કરકસરવાળી, સુઘડ, આનંદી, શાંત અને શ્રદ્ધાવાળી હોય તેના સંતાને તેવા જ ગુણવાળા થાય છે. વિપત્તિમાં વૈર્ય રાખનારી, પતિવ્રતા અને મધુરભાષિણી શ્રાવિકામાતાના પવિત્ર આશ્રયમાં રહીને ઉછરેલા સંતાને ખરેખર આહુતધર્મને દીપાવનાર અને પરોપકારી તથા સદ્ગુણી બને છે.
શિશુવયમાંથી બાળકનું આશ્રયસ્થાન તેની માતાને ખાળે છે. માતાના પવિત્ર ઉત્સંગમાં રહી બાળક પોતાની માતા પાસેથી જે શિક્ષણ મેળવે છે, તે શિક્ષણ બીજા કેઈ તરફથી તેને મળી શકતું નથી. બાળકનું ભવિષ્ય સારું નરસું થવું. એ સર્વ રીતે માતા ઉપર આધાર રાખે છે. મનુષ્ય પિતાના જીવનમાં જે ઉન્નતિ, ધાર્મિક વૃત્તિ, વિનય, વિવેક, ઉત્સાહ, ઉદ્યોગીપણું અને આત્મસંયમ વગેરે ગુણે મેળવે છે, તેમાં તેને તેની માતાની મદદ હોય છે. પૂર્વે જેને ઈતિહાસમાં જે મહાત્માઓ ધર્મવીર, વિદ્વાને, કલાધરે અને શૂરવીરે થઈ ગયેલા છે તેઓ બધા સતી, સગુણ અને કેળવાયેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com