________________
[ ૨૮]
શ્રાવિકા છે? અને કેવી રીતે પતિ હિતમાં તત્પરતા બતાવી છે? દમયંતીનું ચરિત્ર વિચારી જુઓ. તેણુએ પતિને માટે કેટલું કર્યું છે? નર્મદાસુંદરીનું જીવનચરિત્ર વિચારે. તેણીને પતિએ શંકા આવવાથી અરણ્યમાં છોડી દીધી હતી, તો પણ તેના હૃદયમાં પતિ ઉપર અભાવ આવ્યા નથી. સીતાએ રામની છાયા રૂપે જ રહી પતિભક્તિ દર્શાવી હતી. ઘણે કાળ રાવણ જેવા કૂર પુરુષના તાબામાં રહી; તો પણ તેણના હૃદયમાંથી રામ એ નામ વિસ્મૃત થયું ન હતું. તેણુની મનોવૃત્તિ પિતાના પતિ રામમાં જ હતી. ઘણું જેન સતીઓને પોતાના પતિ તરફથી દુખ પ્રાપ્ત થયેલાં, તે છતાં તેમણે પતિ ઉપર અભાવ કર્યો નહીં એટલું જ નહીં પણ પિતાના કર્મને દેષ કાઢી પોતે તો સદા પતિભક્ત જ રહી છે. તે મહાસતી પિતાના દુઃખદાયક પતિને કહેતી કે
પ્રાણનાથ ! હું આપની દાસી છું. મારા ઉપર જે આ દુ:ખ પડ્યું છે તે મારા કર્મના દોષથી જ પડયું છે. તેમાં તમારે શું અપરાધ છે? તમે તે અમારા ઈષ્ટ છે. અને સંપત્તિ તથા આપત્તિના સાથી છે. તમે જ મારું સર્વસ્વ છે.” આ શું તે સતીની ઓછી મહત્તા ! અને શું તે ઓછો પ્રેમ! ધન્ય છે એ પતિપ્રાણુ મહાસતીને કે જેણીને પતિ તરફથી દુ:ખ થતાં પણ તેમના ઉપર અભાવવાળી થઈ નહીં. એવી જ રીતે ઘણી સતી શ્રાવિકાઓએ પ્રાણપતિના રક્ષણાર્થે પિતાના પ્રાણ આપેલા છે, પ્રાણ જતાં સુધી પતિ પર પ્રેમ રાખી અખંડ શિયળ સાચવ્યું છે અને પતિના વચન પાળવાને માટે અનેક પ્રકારનાં કષ્ટો સહન કર્યા છે. તેમના નામ જેન સતીમંડળમાં યાવચંદ્રદિવાકર કાયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com