________________
સુધ
[ ૨૯ ]
રહ્યા છે. જે સતી શ્રાવિકાઓએ પેાતાના ચમત્કારી ચરિત્રાથી આ વિશ્વને વિાહિત કર્યું છે, તેઓ જૈનધર્મની પવિત્ર આવશ્યક ક્રિયામાં સર્વદા સ્મરણીય થયેલ છે. ભરહેસરની સજ્ઝાયમાં તેમના પવિત્ર નામ અદ્યાપિ ગવાય છે.
સ્ત્રીએ પેાતાના સ્વામીની સેવા કરવી એ કઇ આધુનિક કાળના ધર્મ નથી, પરંતુ તે ઉત્તમ પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આદિનાથ પ્રભુના સમયમાં પ્રથમ જ્યારે યુગલિક મનુષ્યા હતા, ભરતક્ષેત્રમાં વ્યવહારની પ્રવૃત્તિ થઈ ન હતી તે વખતે પણુ દંપતીપ્રેમનુ બીજ તા પ્રચલિત હતું. યુગ્મધી સ્ત્રી પાતાના પતિ તરફ ભક્તિભાવ ધારણ કરતી અને પતિને પૂજ્યષ્ટિથી અવલેાકતી હતી. એ ધર્મ અનાદિ કાળથી ચાલ્યે આવે છે. વળી તે એક સામાન્ય આ કે આ મહાત્માઓ જ કહે છે એમ નથી, પણ અનેક દનનાં સર્વ ધર્મશાસ્ત્રો અને સ ધર્મના મહાત્માઓએ સૂચવેલુ છે કે, સ્ત્રીએ પેાતાના પતિ તરફ પૂર્ણ ભક્તિભાવ રાખવા. જૈન કવિએ અને વિદ્વાનેાએ ચરિતાનુયાગમાં તે તે પ્રસંગે જણાવ્યુ છે કે, ગૃહારને વહન કરનારી વધુ, પતિની આજ્ઞામાં વનારી થાય તેા જ તે સત્કીર્ત્તિનું પાત્ર બને છે. તે સાથે પતિની ભક્તિ તેના શિયળને રક્ષણ કરનારી હાવાથી તે સદ્ગતિનું શુભ ફળ અપાવે છે. દરેક શ્રાવિકાએ સદ્ગુણી થઈ પેાતાના શિયળની રક્ષા કરવી. સુજ્ઞ શ્રાવિકાએ પાતાના સમ્યક્ત્વધર્મની સાથે પતિની ચાહના કરવી, તેના કાર્યોમાં પેાતાની શક્તિને અનુસારે સહાય કરવી. પેાતાના પતિ જે સ્થિતિમાં હાય તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
•