________________
સુબોધ
[ ] અધમીં–આ પ્રમાણે વિવિધ પ્રકારના કડા હોય ત્યાં પરસ્પર શી રીતે મન મળે? જ્યાં મન મળે નહીં–બને નહીં ત્યાં પવિત્ર પ્રેમની આશા તે ક્યાંથી જ હોય ? અને જ્યાં પવિત્ર પ્રેમ ન હોય ત્યાં સુખ કયાંથી મળે ?
જે શ્રાવકના ઘરમાં અજ્ઞાન–અભણ, મૂર્ખ અને ફુવડ સ્ત્રી હોય તે શ્રાવકને સંસાર અધમ દશામાં આવી પડે છે. તેના સંતાનો દુરાચારી થાય છે. તેના કુટુંબમાંથી સુખ, સગુણ અને સંપત્તિ એ સઘળાનો નાશ થાય છે. તેને માટે એક કવિ લખે છે –
સહન બધું સંસારમાં થાયે જે અનિવાર, સહન ન થાયે પણ કદી, મળે અભણુ જે નાર. ૧
માટે શ્રાવિકાને કેળવણી આપવી જોઈએ. જ્યારે સર્વ સ્થળે શ્રાવિકાઓમાં કેળવણીને પ્રચાર થશે, ત્યારે જ શ્રાવકસંસાર ભારતની સર્વ પ્રજામાં પ્રશંસનીય ગણાશે. અનાદિ કાળથી જે શ્રાવકસંસાર વખણાતે આવે છે, તે અત્યારે નિંદાપાત્ર બન્યું છે તેનું કારણ શું? તેના કારણને વિચાર કરશે તે જણાઈ આવશે કે શ્રાવકમમાં સ્ત્રીકેળવણુને અભાવ છે. જ્યારે સ્ત્રીકેળવણીરૂપ કલ્પલતાની શીતળ છાયા નીચે શ્રાવકબાળાઓ આશ્રય લેશે ત્યારે જ શ્રાવકસંસારમાં સર્વ પ્રકારના મનવાંછિત પૂરાં થશે અને ધર્મને ઉદ્યોત પણ વૃદ્ધિ પામશે.
કેળવાયેલી શ્રાવકબાળા સાસરે આવતાં જ પોતાના હદયમાં વિચાર કરશે કે, “હવે હું દુહિતા નથી પણ એક વધુ થયેલી છું. મારા જીવનને આ બીજો વિભાગ છે. આજ સુધી જે પિયરમાં રહીને મેં સગુણે સંપાદન કરેલા છે તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com