________________
[ ૮ ]
શ્રાવિકા
7,
પરીક્ષા આપવાનું જ આ સ્થળ છે. મારા પૂજ્ય માતાપિતાએ મારા હૃદયમાં જે કેળવણીરૂપ કલ્પલતાનાં બીજ વાવ્યાં છે, તેનાં મૂળ આ સ્થાને ચાખવાનાં છે. હવે મારા જીવનનુ આધિપત્ય મારા પતિને મળે છે. આ જીવનના નિયામક અને નિર્વાહક પણ એ જ છે. ” આ પ્રમાણે વિચાર કરતી વિદુષી શ્રાવિકા પછી પોતાના પતિગૃહમાં સારી રીતે વર્તે છે અને આખા શ્વસુરકુટુંબને અનુપમ આનદ આપે છે. કેળવણી પામેલી શ્રાવિકા પેાતાના પતિને જણાવે છે કે– “ સ્વામિનાથ ! હું હવે તમારી છુ અને તમે મારા છે. હવેથી ચાવજીવ તમે મારા પ્રાણાધાર છે. હું તમારા સુખદુ:ખની ભાગિયણુ છું. તમે મારાથી અંતર રાખશે નહીં અને હું તમારાથી અંતર નહીં રાખું. મારું હૃદય અને તમારું હૃદય એક જ છે. મારી વાણી અને તમારી વાણી એક છે. તમે અને હું માત્ર શરીરથી જુદાં છીએ; બાકી અંતરથી આપણે અને એક જ છીએ. તમે જ મારા ઇષ્ટ મિત્ર અને સુજ્ઞ સલાહકાર છે. હું શિક્ષણીય છું અને તમે શિક્ષક છે. મારું તન, મન અને ધન એ સ તમારું જ છે. આપણે મને આ સંસારરૂપ શકટની ધુરાને વહુન કરનારાં છીએ. આપણે ધાર્મિક અને સાંસારિક બંને કા માં સહચારી છીએ. આપણે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી જૈનધર્મના નિયમ અને નીતિ પ્રમાણે ચાલવાને અંધાયા છીએ. આપણે જિનપૂજા અને જિનભક્તિ કરી આ શ્રાવકજન્મને સાર્થક કરવાને તત્પર રહીશું અને શ્રાવકસ ંસારની રહેણીકહેણી પ્રમાણે ચાલીશું, ચલાવીયુ અને બીજાને અનુમાઇનનુ કારણ આપીશું. ” આવા નમ્ર અને વિદ્વત્તાભરેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com