________________
પ્રકરણ ૧૪ મું
ગ્રહોપયોગી ચિકિત્સા માં નુષ શરીર એ ધર્મનું સાધન છે. અને તેના વડે ની જ આ લેક તથા પલેક બને સાધી શકાય છે; તેથી ગૃહિણી શ્રાવિકાએ વૈદક સંબંધી જ્ઞાન પણ મેળવવું જોઈએ. સદા આરોગ્યતા રાખવાને માટે સાધારણ વૈદક જ્ઞાનની જરૂર પડે છે, તેથી જે કુટુંબવાળી સ્ત્રી યા પુરુષ એ બાબત પૂરતું ધ્યાન આપે તે ઘણા વ્યાધિઓને હુમલે તેઓ પોતા પર આવતા અટકાવી શકે છે તેમ જ પોતાના અંગબળને ટકાવી તથા વધારી શકે છે. ચિકિત્સાશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર દંપતીનું શરીર લાંબી ઉમ્મર સુધી સુખી રહે છે.
પ્રથમ અગત્યનું એ છે કે, બીમારી થતી જ અટકાવવી જોઈએ જેઓ તેને અટકાવવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે તંદુરસ્તી જાળવવા, વધારવા, સુધારવા સાધારણ ઉપાયોથી જાણીતા થવું જોઈએ અને તંદુરસ્તીમાં સુધારે તથા બગાડે કેમ થાય છે? તે વિષે પૂરતી માહિતી મેળવવી જોઈએ.
જિંદગીને સારી રાખવાને માટે ખેરાક, પાણી, હવા અને કસરતની જરૂર છે. તેથી જેમ બને તેમ સારે ખોરાક લે, સ્વચ્છ અને ગળેલું પાણી વાપરવું, ખુલ્લી હવામાં ફરવાની ટેવ રાખવી અને શરીરને કસરત મળે તેમ કરવું.
પુરુષ કરતાં સ્ત્રીઓએ પિતાના નાજુક બાંધાને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com