________________
સુબોધ
[ ૪૩ ]
મશાળપક્ષ, પિતૃપક્ષ, જ્ઞાતિ, સ્વજન અને બંધુવની પ્રત્યક્ષ સાક્ષીએ જોડાય છે, તેથી આ અગ્નિને પ્રદક્ષિણા કરે.” આ કે પવિત્ર સંબંધ છે? તેને દરેક શ્રાવકે વિચાર કરવાને છે. તેવા સંબંધથી જોડાએલી શ્રાવકકન્યાને અનાદર કરનાર અને તેને દુઃખી કરનાર શ્રાવક ધર્મભ્રષ્ટ થયેલ કેમ ન ગણાય? વળી સુજ્ઞ શ્રાવકે દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ કે, જે શ્રાવકકન્યાને વિવાહ સંબંધ પિતાની સાથે થયે છે તે પૂર્વકર્મને યોગે થયેલ છે અને તે કમેના સંબંધથી સંબંધમાં આવેલી શ્રાવિકા તેને યાજજીવિત પાલનીય અને પોષણીય છે. તેને માટે જ્યારે કન્યાને ગ્રહણ કરવાનો સંકલપ થાય છે, ત્યારે ગૃહસ્થગુરુ એવી સૂચના ७२ -" पूर्वकर्मसंबंधानुबद्धां बस्त्रगंधमाल्यालंकृतां सुवर्णरूप्यमणिभूषणभूषितां कन्यां ददात्ययं प्रतिगृह्णीष्व । પૂર્વકર્મના વેગથી સંબદ્ધ થયેલી વસ્ત્ર, ગંધ, માળાથી અલંકૃત અને સુવર્ણ, રૂપું તથા મણિના આભૂષણેથી વિભૂષિત એવી કન્યાને આ તેનો (પિતા) તને આપે છે, તેને તું અંગીકાર કર.” આ શબ્દો ઉચ્ચાર થયા પછી શ્રાવકવરને કહેવું પડે છે કે, પ્રતિકૃમિ પ્રતિપ્રદીતા “ હું ગ્રહણ કરું છું અને મેં ગ્રહણ કરી છે. ” આવા ઉત્તમ જેનવિધિથી સ્વીકારેલી શ્રાવકબાળાને ઘરમાં લાવ્યા પછી દુઃખ આપવું એ કે અનાચાર કહેવાય? એમ કરવાથી ગૃહસ્થ શ્રાવક ઉભય લેકના સુખથી ભ્રષ્ટ થાય છે અને સ્વધર્મથી પતિત થાય છે.
આપણા ધર્મપ્રવર્તક દેવાધિદેવ અરિહંત ભગવાનેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com