________________
[ ૨૪ ]
શ્રાવિકા કરો નહીં અને દરેક વખતે તેની સેવામાં હાજર રહેવું. ભેજન, શયન, આસન અને ગમન-એ બધી ક્રિયામાં સ્ત્રીએ પતિની બરદાસ ઉઠાવવી. જ્યારે તે જમવા બેસે ત્યારે તેણુએ તેને મધુર રસોઈ કરી રાખેલી પીરસવી. જમાડવામાં સાવચેતી રાખી વર્તવું. જ્યારે તે બહારથી આવે ત્યારે તેને માટે જળપાન હાજર કરી તેની મનવૃત્તિ પ્રમાણે તેણે વર્તવું, તેને ઊભા થઈ માન આપવું અને તેનું મન ઉદ્વેગમાં હોય તો તે ખુશી થાય તેવી રીતે તેની પાસે વર્તવું, પ્રિય લાગે તેવી લાભકારક વાતો કરી તેના મનનું રંજન કરવું અને જે તે કદી નાખુશ થઈ જાય તો ધીરજ રાખી મીઠા વચનામૃતથી તેને શાંતિ આપવી. કુલીન શ્રાવિકાએ કદી પણ પતિની સાથે વાદવિવાદ કર નહીં. કદી નીતિની ભૂલ માલુમ પડે તો તેને ગુસ્સાથી નહીં કહેતાં ધીરજ રાખી શાંતપણે યુતિથી સમજાવી મધુર વાણીથી તેણે કહેવું, અને વૃથા ક્રોધ કરી મનમાં આવે તેમ બોલવું નહીં. જેમ પતિનું મન પ્રસન્ન થાય તેમ તેણે કરવું, કદી પણ પતિની સાથે વિશ્વાસઘાત કરવો નહીં. તેનું મન દુભાય એવું કાંઈ પણ પ્રવર્તન કરવું નહીં, પતિની સાથે હાસ્યવિનેદ કરી તેના હદયને આનંદ આપ, કદી પણ કર્મયેગે જે પિતાના પતિ ઉપર કાંઈ આપત્તિ આવી પડી હેય, તે તેને ધીરજ આપી તેના દુઃખમાં ભાગીઅણુ થવું અને જે તે પ્રસંગ આવે તે પિતાની જાતને દુખ આપીને પણ પતિને મદદ આપવી. કદી પતિને વેપારમાં મોટું નુકશાન થયું હોય અને નાણાની પૂરેપૂરી તંગી આવી હોય તે તે વખતે સદ્ગણી અને કુલીન શ્રાવિકાએ પતિને પૂર્ણ રીતે સહાયભૂત થવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com