SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સુબોધ [ ૨૩ ] માન્ય, સેવ્ય તેમજ ભક્તિ અને આરાધના કરવા યોગ્ય છે. સ્ત્રીને પતિ એ જ આ સંસારમાં સાચા સાથી છે, સહાયક છે અને ધર્મસંપાદક છે. પતિની શુદ્ધ હદયથી સેવા કરનારી શ્રાવિકાને તે પતિસેવા કામધેનુ છે, ચિંતામણિ છે અને એ જ તેને પ્રિય તથા હિતકર્તા છે, એટલું જ નહિ પણ એ જ તેને કલ્યાણદાતા છે. કુલીન શ્રાવિકાએ એવા પતિની સેવામાં તત્પર રહેવું જોઈએ, પતિની આજ્ઞા સિવાય કાંઈ પણ કાર્ય કરવું ન જોઈએ અને જે શુભ કામ કરવાનું હોય તો પણ પતિની આજ્ઞા મેળવ્યા વિના કદી ન કરવું. શ્રાવિકાઓ જે પોતાના હદયમાં વિચારશે તે તેમને માલૂમ પડશે કે આ સંસારમાં સ્ત્રી જાતિને સર્વ પ્રકારનું સુખ પતિથી જ છે, તેના વડે જ તે અનેક પ્રકારના વૈભવો ભેગવી શકે છે, તેનાવડે જ તેને શણગાર શેભે છે, તેનાથી જ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી કહેવાય છે, તેનાથી જ તે પુત્રરત્નવાળી થાય છે અને આ લેક તથા પરલેકનાં શુભ કાર્ય સાધી શકે છે. આ સંસારમાં શ્રાવકાને તેને પતિ ગુરુની જેમ સન્માર્ગ બતાવે છે, પિતાની જેમ હિત કરે છે, માતાની જેમ મમતા રાખે છે, આમની જેમ વિશ્વાસ લાવે છે અને તે ખરેખર પૂજ્ય, જીવનાધાર અને પ્રાણસમ છે. આવા અમૂલ્ય લાભ આપનારા પતિની સેવા કરવામાં કુલીન શ્રાવિકાએ તત્પર રહેવું જોઈએ, પવિત્ર પ્રેમથી તેની સેવા કરવી, તેની મર્યાદા સાચવવી, તેને માન આપવું અને તેની તરફ પૂજ્યબુદ્ધિ રાખવી, પતિનું અપમાન કે તિરસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy