________________
[ ૮૦ ]
શ્રાવિકા
માથાના કેશ ગુંથતી નથી, ઊંચા વસ્ત્રાલંકાર ધારણ કરતી નથી અને સદા પતિનું શુભ ચિ ંતવન કરું છું.
પ્રિય ભગિનીએ! પતિની ભક્તિની સાથે હું મારા શ્રાવિકાધમ પણ પાછુ છું. સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મની ક્રિયાએ નિયમસર કરૂ છું. નવરાશના વખતમાં સ્વાધ્યાય ધ્યાન કરું છું. જેમાંથી સ્ત્રીઓને મેધ મળે તેવી વાર્તાઓ, નવલકથાઓ અને નિબંધ વાંચ્યા કરું છું અને તેમાં લખ્યા પ્રમાણે વર્તવાની કેાશીશ કરું છું. કાઈ વખત મારા પતિ ક્રોધમાં હોય ત્યારે તે આવેશથી જે કાંઇ કહે, જે કાંઇ મેલે તેને સહન કરું છુ. કદી મારા અનાદર કે અપમાન કરે તે। પણ હું મારા પતિ ઉપર અભાવ લાવતી નથી. હું મારા ઘરની વ્યવસ્થા કરવામાં પણ મારા પતિને મદદગાર થાઉ છું. ઘરની આવક તથા ખર્ચના હિસાબ રાખું છું અને ઉદારતા સાથે કરકસરથી વતુ છે. મારા પ્રાણપતિ કુટુંબના ભાર મારી ઉપર મૂકી નિશ્ચિંત થઇને ફરે છે. મેં સર્વ સુખને ત્યાગ કરી મારા જીવનહાર પતિએ સોંપેલા ગૃહભાર માથે ચડાવી લીધા છે. સુખમાં અને દુ:ખમાં હું મારા પ્રાણેશ સાથે સદા રહું છું. હે સખીએ! આ પ્રમાણે વર્તવાથી મારા પતિ મારી તરફ પૂર્ણ પ્રેમથી જુએ છે અને એ જ મારું પતિનુ વશીકરણ થઇ પડ્યુ છે. બહેનેા! આનું નામ સાચું વશીકરણ છે. એ સિવાય પતિને વશ કરવાના ઉપાય બીજો છે જ નહીં. જે ભેાળી ભામિનીએ મંત્રતંત્રથી વશીકરણ કરવા જાય છે, તે તેમની મેાટામાં માટી મૂર્ખતા છે. ઢાંગી ધૂતારા લેાકેાને ઉત્તેજન આપી પોતાના ધર્મથી ભ્રષ્ટ થવાના એ ઉપાય છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com