________________
સુબોધ
[ ૫૯ ] શ્યકતા છે દરેક શ્રાવકકુટુંબમાં શ્રાવિકાઓને સુશિક્ષિત બનાવવાની જરૂર છે. જ્યારે દરેક કુટુંબમાં સ્ત્રીકેળવણી વૃદ્ધિ પામશે, શ્રાવકબાળાઓ શ્રાવિકાભૂષણ જેવાં ઉત્તમ પુસ્તક વાંચી પિતાના સદાચારમાં સુધારે કરશે ત્યારે જ શ્રાવકસંતતિ ધાર્મિક અને સાંસારિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકશે. શ્રાવિકા માતાઓ પૈતાનામાં સારા ગુણેને સંગ્રહ કરી પિતાના બાળકના હૃદયમાં તેની ઉત્તમ છાપ પાડવાને દરકાર રાખે તે અલ્પ સમયમાં જ શ્રાવક સંસાર ઉન્નતિમાં આવે. આજકાલ તો કેળવણી પામેલી માતાએ પણ પિતાના સંતાન તરફ બેદરકાર રહે છે અને પોતે શેઠાણી બની કે મળ તનમનવાળા બાળકોને દાસદાસીઓની સોબતમાં રાખી ઉછેરે છે. એ ઘણું હાનિકારક છે. નીચ કુળના નેકરની સોબતમાં ઊછરેલા બાળકોમાં ઉત્તમ ગુણ આવતા નથી, પણ તેથી ઘણી જ ખરાબી થાય છે. હલકા વર્ગના નેકરેની સંભાળ તળે ઉછરેલા બાળકોમાં અનેક દુર્ગુણનો પ્રવેશ થાય છે જેથી મોટપણે પછી કોઈ પ્રકારની કેળવણીથી તે ખરાબી કદી પણ સુધરી શકતી નથી, માટે તેઓને દાસ-દાસીના હલકા સહવાસમાં રાખવા નહીં. જે માતાએ પોતાનાં બાળકોને પ્રમાણિક અને સદગુણોથી ભરેલાં કરવાં હોય તે તેમને નઠારી સેબતથી દૂર રાખવાં. આ વાત દરેક શ્રાવમાતાએ સર્વદા સમરણમાં રાખવાની છે. એ સંબંધમાં જે ઉપેક્ષા કરવામાં આવે છે તે પાછળથી પસ્તાવું પડે છે. દઢ થઈ ગયેલી સબત છેડાવવી મુશ્કેલ પડે છે, માટે તે બાબત લક્ષ રાખ્યા કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com