________________
[ ૧૮ ]
શ્રાવિકા
સહાય આપવાને સદા તત્પર રહે છે અને કદી શ્રાવકપતિ સંસારની આપત્તિરૂપ સિરતામાં મગ્ન થઈ ગયા હોય તે તેને સસ્મિતવદને મધુર શબ્દો કહી તેના શાકાનલને શાંત કરે છે. તે હમેશાં પતિના સહવાસમાં જ રહેવાની ઈચ્છા રાખે છે . અને પિયરના માહ ન રાખતાં સર્વદા પતિની સહચારિણી થવાની ચાહના રાખે છે. કમલિની જેમ સૂર્ય થી અને કુમુદિની જેમ ચન્દ્રથી પ્રફુલ્લિત થાય છે તેમ સતી શ્રાવિકા પેાતાના સ્વામીના દર્શનથી સદા પ્રફુલ્લિત રહે છે અને પતિથી વિયુક્ત રહેવાને કદી ઇચ્છતી નથી. તે સ્વામીની સહચારિણી થઇ સ્વામીના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવા ઈચ્છા રાખે છે. વળી તે પોતાના સ્વામીમાં સ્વાર્થ બુદ્ધિ નહીં રાખતાં નિ:સ્વાર્થ પણે સ્વામી. ઉપર ભક્તિભાવ રાખે છે.
સતી શ્રાવિકા પેાતાના સ્વામીનાં સંબધીઓને સન્માન આપે છે, સાસુસસરાને માતાપિતા તુલ્ય ગણે છે અને ન તથા દેરાણી જેઠાણીને પેાતાની બહેનેા ગણે છે. પતિ, સાસુ, નણુ ૬ કે સખીઓના સાથ વિના તે એકલી ઘરખહાર જતી નથી અને કેાઈ ગૃહકાર્ય પ્રસંગે તેમની સાથે બહાર જવું પડે તે નીચી દષ્ટિ રાખીને જ ચાલે છે, પતિના મનને ર્જન કરવા બની મહેનત કરે છે, પેાતાનાં કુળની મર્યાદા રાખવા કોઇની સાથે રાષથી કે ઊંચે સ્વરે ખેાલતી નથી અને પતિથી કે વડિલથી કાંઇ છુપાવતી નથી. પ્રમાદથી કે અજાણે પાતાથી કાઈ જાતની ભૂલ થઈ ગઇ હાય તે તેને નહીં છુપાવતાં ખુલ્લેખુલ્લી પ્રગટ કરે છે. જો પેાતાને કાંઈ સંતતિ થઇ હોય તા તેમનું તે પ્રેમથી પાષણ કરે છે અને પેાતાના સંતાનેાને ધાર્મિક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com