________________
સુબોધ
| [ ૩૧ ] પતિ અનુકૂળ હોય અને તેને સેવાથી સંતુષ્ટ કર્યો હોય તે તે પોતાની શ્રાવિકા સ્ત્રીને તેણીના ધર્મકાર્યમાં સર્વ રીતે સહાયભૂત થાય છે. સંતુષ્ટ પતિના પ્રતાપથી જ શ્રાવિકા વ્રત, તપ વગેરે કરી તેનું ઉદ્યાપન-ઉજમણું વગેરે બધી ક્રિયા કરી શકે છે. તેથી સુજ્ઞ શ્રાવિકાએ તે પૂજ્ય પતિની તનમનથી નિરંતર પ્રેમપૂર્વક સેવા કરવી. ઉત્તમ વસ્ત્રાલંકારને શૃંગાર સજી પતિને મેહિત કરવાને બદલે સદુગુણેથી જ મોહિત કરવાની આકાંક્ષા રાખવી. પતિનું કે લોકેનું ચિત્ત જેવું સગુણથી આકર્ષાય છે તેવું સગુણ વગર બીજા શૃંગારને ઠાઠમાઠ કરી સુશોભિત થવાથી આકર્ષાતું નથી. સગુણની આગળ શૃંગારની શોભા ઝાંખી છે. સગુણ વિનાને ખાલી ભભક નિદાને પાત્ર બનાવી કામિનીના જીવિતને કલંક્તિ કરાવે છે. તેથી કુલીન શ્રાવિકાએ જેમ બને તેમ સદ્દગુણ પર સ્નેહ રાખી તેના વડે પોતાના પ્રેમી પતિને મોહિત કરવા પ્રયત્ન કરો. સુજ્ઞ શ્રાવિકાએ પિતાના પ્રાણપ્રિય જીવનાધાર પતિ સાથે સરલતાથી વર્તવું. તેની સાથે કોઈ જાતને દગો નહીં રમતાં નિષ્કપટપણે વર્તવું. જે પોતાના જીવનાધાર પતિની સાથે દગે રમશે તે પછી તમારે આ સંસારમાં એના સમાન બીજું કેણ છે કે તેની સાથે સત્યપણે ચાલી સુખી થશે? કોઈ નથી. એ પતિ જ તમારું સર્વસ્વ છે. એ જ તમારે યાવજજીવિત પરમ મિત્ર છે અને આ ભવસાગરમાં તમારી વ્યવહારનૈકાને ચલાવનારે એ જ ખલાસી અને સુખદુઃખનો ખરે સાથી છે, માટે તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખવી. તેના પર જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com