SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રાવિકા રસાઇએ રાખી શકાય તેમ હાય તે છતાં ગૃહિણીએ જાતે રસાઈ કરવી એ સર્વોત્તમ ગણાય છે. ગૃહસ્થ વધૂ પેાતાને હાથે રસવતી કરી સર્વને જમાડે—એ તેની સત્કીત્તિને વધારનાર છે. કદી ગૃહવેભવ મેાટે હાય અને કુટુંબનાં માણસા ઘણા હેાય તે રસાઇએ રાખવે, તથાપિ તેની દેખરેખ તે ગૃહિણીએ અવશ્ય રાખવી. ગૃહનાં બધાં કાર્યોમાં રસાઈનુ કાર્ય પ્રધાન છે, કારણ કે તેની ઉપર આખા કુટુંબના જીવનને આધાર છે. ધર્મનાં સાધનરૂપ આ માનુષશરીર સવ` રીતે રક્ષણીય છે અને તેની રક્ષાના મુખ્ય આધાર ભાજન ઉપર છે. જો ભેાજનનું કામ ખરાખર શુદ્ધ રીતે બનતું હોય તે લેાજન કરનાર કુટુમીએ! બધા સુખી થાય છે અને ઘરમાં સદા આરાગ્યતા રહે છે. હમેશાં રસાઇ કરવામાં ઘણી સાવચેતી રાખવી. અન્ન તથા જળ ચેાખ્ખાં રાખવાં. આ શરીરમાં વાત, પિત્ત અને કફ રહેલે છે, તે સાદા અને ઊંચી જાતના ખારાકથી બરાબર માકસર વર્તે છે અને જો ખાવાપીવામાં કાંઇ પણ ફેર પડે છે તેા એ વાત, પિત્ત અને કફમાં દોષ પ્રાપ્ત થાય છે એટલે કે શરીરમાં રાગની ઉત્પત્તિ થઇ જાય છે. રસાઇ કરનાર અને જમનાર અનેને ખાવાપીવાના પદાર્થોના ગુણુદેષ જાણવાની જરૂર છે; તેથી દરેક કુટુંબમાં સ્ત્રી પુરુષે થેાડા ઘણા પણ વૈદકશાસ્ત્રને અભ્યાસ કરવાની આવશ્યકતા છે. તેને માટે પાતાનાથી મેાટેરા પાસેથી તેના અનુભવ મેળવવા કે જેથી સની આરાગ્યતા જળવાઈ રહે. વાલ, ચેાખા, તુવેર વગેરે પદાર્થો વાયુને વધારનારાં છે, તેથી જેની વાયુ પ્રકૃતિ હાય તેને તેવા પદાર્થો ખાવા આપવા નહીં. ઘી, ગાળ, ખાંડ, સાકર વગેરે પદાર્થો કને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy