________________
કરવાની પૂર્ણ આવશ્યક્તા છે અને તેને માટે નવી નવી પદ્ધતિ ઉપર લખાયેલાં પુસ્તક પ્રબુદ્ધ શ્રાવિકાઓના હાથમાં મૂકાય તો તેમના સ્ત્રીજીવનને સાર્થક કરવામાં તે સહાયભૂત થયા વિના રહેશે નહીં.
જેન સતીમંડળમાં આપેલા લેખમાં વિદ્યા, ધર્મ, નીતિ, આત્મજ્ઞાન, પતિ અને કુટુંબ પ્રત્યે કર્તવ્ય-એ વગેરે પ્રાચીનકાળની સર્વોત્તમ ગણાએલી જેન સતીઓના આભૂષણ છે તે અર્વાચીનકાળની સુશીલ શ્રાવકબાળાઓને વાસ્તવિક રીતે બોધકર્તા થઈ પડશે, એ નિશ્ચય થયા પછી શ્રાવિકાઓને વ્યવહારિક જ્ઞાન મળે તેવા વિષયે દાખલ કરી આ સતીધર્મોપયોગી શ્રાવિકાસુબોધન લેખ લખવામાં આવ્યું છે.
આ બુકમાં પ્રથમ ગૃહવાસમાં ગૃહિણી બનેલી શ્રાવિકાનું પિતાના પતિ પ્રત્યે શું કર્તવ્ય છે ? તે વિષે સારું વિવેચન કરવામાં આવ્યું છે. જેમાં સણું શ્રાવિકાનો ગૃહધર્મ ઉત્તમ પ્રકારે દર્શાવેલ છે. તે પછી સુશિક્ષિત શ્રાવિકાની સાથે તેના શ્રાવપતિએ કેવી રીતે વર્તવું જોઈએ ? એ વિષય ચર્ચા તેમાં ગૃહસ્થ શ્રાવકના કર્તવ્યને બંધ આપેલ છે અને ગ્રહવાસમાં શ્રાવિકાનું પ્રાધાન્ય કેટલે દરજજે છે ? એ વાત સ્પષ્ટ રીતે પ્રમાણ સહિત દર્શાવવામાં આવી છે. તે પછી સતી શ્રાવિકા કેવી હોવી જોઇએ ? સતી શ્રાવિકાને સદાચાર કેવો પ્રશંસનીય છે? અને સતીપદ જાળવવાને તેણુએ કેવી રીતે વર્તવાનું છે? ઇત્યાદિ સતીધર્મનાં લક્ષણે આપી એ વિષયને વિશેષ પુષ્ટિ આપવામાં આવી છે. તે પછી કેળવાએલી શ્રાવિકાથી ગ્રહવાસમાં કેવા લાભ થાય છે ? માતાના આચાર, વિચાર, જ્ઞાન અને નીતિ તેની પ્રજામાં પ્રતિબિંબિત થઈ શ્રાવકસંસારને કે સુશોભિત બનાવે છે ? એ વિષે સુબેધક વિવેચન કરવામાં આવ્યું છે. જે વાંચવાથી વાચકેના હદય ઉપર સારી અસર થયા વિના રહે તેમ નથી. તે સાથે અભણ
વિકાથી શ્રાવકસંસાર કે અધમ દશામાં આવી પડે છે? અને ગૃહસંસારમાં કેટલી વિબના ભોગવવી પડે છે ? એ પણ હેતુપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com