________________
સુબોધ
[ પ ] જ્ઞાની થવા લલચાવે છે, સ્ત્રીને વિદ્વાન જોઈને અભણ પુરુષોને ભણવાનું મન થાય છે અને ભણતરની ભવ્યતાને માટે તેમના હૃદચમાં મેટું માન ઉત્પન્ન થાય છે. જે શ્રાવક માતાએ વિદ્વાન હોય તે તેમનાં સંતાને તે માતા પાસેથી સારું શિક્ષણ મેળવી ઉત્તમ નિકળે છે. ઘણી વિદુષી માતાના વિદ્વાન પુત્ર થયેલા છે અને તેના અનેક દાખલાઓ આ પૃથ્વી ઉપર બનેલા છે. આ ઉપરથી જે દેશની દારાઓ જ્ઞાનવતી હોય તે દેશ સમૃદ્ધિવાન્ થાય છે; કારણ કે વિદ્વાન માતાના બાળકો વિદ્વાન થવાથી તે દેશની સર્વ પ્રજા કેળવાયેલી થાય છે અને કેળવણુંના પ્રભાવથી તેમનામાં કળાકૌશલ્ય પ્રાપ્ત થાય છે.
જ્યારે કળાકૅશલ્ય વૃદ્ધિ પામે એટલે તે દેશ ઉન્નતિના શિખર ઉપર આવે છે. સાંસારિક ઉન્નતિને આધાર સ્ત્રીઓની કેળવણું ઉપર રહેલો છે. કેળવાયેલી કાંતા ગૃહિણી હોય અને ઘરમાં તેની સત્તા હોય તો તે સંસારની શોભા અલકિક બને છે. પ્રાચીન કાળે આહંત ધર્મના ચરિતાનુગમાં એવા સેંકડો દષ્ટાંતો બનતા હતા.
એક ગૃહસ્થનું કુટુંબ વિદ્વાન અને સંપથી વર્તનારું હતું. ગૃહપતિ પોતાની વિદ્વાન સ્ત્રી, વિદ્વાન પુત્ર અને વિદ્વાન પુત્રીઓના પરિવારમાં બેસી વિદ્યાવિદ કરતો હતા. પરસ્પર ધાર્મિક અને વ્યવહારિક પ્રશ્નોત્તર થતા અને ઉત્તમ પ્રકારે શંકા સમાધાન થતા હતા. ધાર્મિક પર્વને દિવસે વિદ્વાન શ્રાવકકુટુંબે એકઠા થઈ ધર્મચર્ચા કરતા અને પિતાના જ્ઞાનમાં વધારે કરતા હતા.
સાંપ્રત કાળે જેનપ્રજા જેટલી સ્ત્રીકેળવણુના મહાન્ લાભથી વિમુખ રહે છે, તેટલી તે ઉન્નતિના અંતરાયની ભેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com