________________
[૪]
શ્રાવિકા તેથી તે પિતાના પતિને સુખદાત્રી થાય છે. વ્યવહારના વિષમ માર્ગમાંથી શાંત થઈ કંટાળી ગયેલા પોતાના પતિને વિદુષી શ્રાવિકા પોતાનાં સંદર્યથી અને મધુર વચનથી પ્રસન્ન કરે છે. પોતે સુજ્ઞ હોવાથી પોતાના સ્વામીને સહાય કરવા ઊભી રહે છે અને હિંમતના બળમાં વધારો કરે છે. વળી તે સમજે છે કે–પતિને સુખી રાખવા” એ મારે ધર્મ છે, તેથી તે પોતાના પતિની સખારૂપ થઈ, તેની સાથે સુખદુઃખની વાત કરી, તેના અંતરને આનંદ આપે છે. કેળવાયેલી શ્રાવકકાંતા પિતાના ગૃહરાજ્યને સારી રીતે ચલાવે છે. ગૃહપતિરૂપ રાજાને સલાહથી સુખી કરનાર સચિવ બને છે અને પતિને માથેથી ગૃહભાર ઓછો કરાવે છે. એથી પતિ ગૃહચિંતામાંથી મુક્ત થઈ સુખે સુખે પોતાને ઉદ્યોગ કરે છે. વિદુષી શ્રાવિકા પ્રેમનું સ્વરૂપ સારી રીતે સમજે છે, એટલે તે પિતાના પતિ ઉપર, પિતાના કુટુંબ ઉપર, પિતાની કેમ ઉપર, પિતાના સાધમી ઉપર, પોતાના ગામ ઉપર અને છેવટે પોતાના દેશ ઉપર પ્રેમ રાખે છે, તેથી તે બધાને લાભ કરનારી થઈ પડે છે. પ્રાચીન અનેક વિદ્વાનો પિતાના અનુભવ ઉપરથી લખે છે કે જે કઈ વખતે કુટુંબ, જ્ઞાતિ, નગર કે દેશને ઉદ્ધાર થયે હેય તે વિદુષી વનિતાઓથી જ થયેલો છે. વિદ્વાન સ્ત્રી પ્રેમ, સંપ, ભક્તિ અને શાર્યને વધારે કરે છે અને એવી રીતે કેળવાયેલી કુલીન કાંતા જનમંડળ ઉપર ઘણી અસર કરે છે. સુજ્ઞ અને સદ્દગુણ વિદ્વાન શ્રાવિકાના મુખની સંસ્કાર પામેલી વાણી સત્વર હૃદયને આદ્ધ કરે છે અને તેના ઉપદેશને આદર આપવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે. સ્ત્રીનું જ્ઞાન બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com