________________
સુબોધ
[ ૨૧ ] માટે પોતાને કૃતાર્થ માને છે તેમજ શ્રાવિકાપણના જન્મને શી રીતે કૃતાર્થ કરે તેનું ચિંતન અહોનિશ કર્યા કરે છે. આવી રીતે વર્તનારી શ્રાવિકા ખરેખરી સતી શ્રાવિકા કહેવાય છે.
પ્રકરણ ૪ થું
શ્રાવિકાનું પતિ પ્રત્યે કર્તવ્ય જગતમાં ગૃહવ્યવહારનું સૂત્ર સ્ત્રી તથા પુરુષ બંનેથી ચાલે છે. દયિતા અને પતિ એ બંને
આ નામ ઉપરથી “દંપતી” શબ્દ ઉત્પન્ન થયે છે. શ્રાવકદંપતીમાં શ્રાવક અને શ્રાવિકા ઉભય આવે છે અને શ્રાવકસંસારનું મહાયંત્ર એ ઉભયથી જ ચાલે છે. શ્રાવકનું ૌરવ શ્રાવિકાથી વિશેષ છે, કારણ કે શ્રાવક એ પુરુષજાતિ હોવાથી તેની શારીરિક સ્થિતિ, સ્વાભાવિક મનોબળ, શક્તિ અને વ્યવહારનીતિ વિગેરે ઉપર વિચાર કરતાં પુરુષ જાતિને લઈને તે બેમાં શ્રેષ્ઠ છે, તેથી ગૃહવ્યવહારનો નાયક શ્રાવક ગણાય છે. વળી તે સર્વને પિષક હેવાથી કુટુંબનાં ભરણપોષણ અને રક્ષણને સઘળો આધાર તેના પર રહેલે હોય છે. ગૃહપતિ કુટુંબનું ભરણપોષણ કરનાર હોવાથી ભર્તા કહેવાય છે, પાલન કરનાર હોવાથી પતિ કહેવાય છે, કામના પૂરી કરનાર હોવાથી કાંત કહેવાય છે, પવિત્ર પ્રેમને આપનાર હોવાથી પ્રિય કહેવાય છે, શરીરને ધણું હોવાથી સ્વામી કહેવાય છે અને પ્રાણને આધાર આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com