________________
[ ૧૦૪ ]
શ્રાવિકા દરદીની માવજતમાં પાંચ બાબત ઉપર પૂરતું ધ્યાન આપવાનું છે. ૧ દરદીને તાજી હવા મળે તેવી ગોઠવણ કરવી, ૨ દરદીની વર્તણુક ઉપર ધ્યાન આપવું, ૩ તેને ઊંઘ આવે તેમ કરવું, ૪ તેના રેગની પરીક્ષા કર્યા કરવી અને ૫ નિયમસર ઔષધ આપવું. આ પાંચ બાબત ધ્યાનમાં રાખવાથી દરદીને ઘણું ફાયદો થાય છે. તેથી દરેક શ્રાવિકાએ આ શિક્ષણ અવશ્ય મેળવવું. સારી માવજત કરવાથી ઘણી વખત વૈદની દવા કરતાં પણ વધારે લાભ થાય છે અને તેથી આ મનુષ્યભવરૂપ ચિંતામણિ રત્ન કે જે પુરા પુણ્યથી પ્રાપ્ત થયેલ છે તેનું રક્ષણ થાય છે.
ઉપર બતાવેલી પાંચ બાબતે ખાસ ઉપયોગી છે તેના કારણે આ પ્રમાણે છે – ૧ તાજી હવા ઉત્તમ ઔષધનું કામ કરે છે તેથી તે
ખાસ ઉપયોગી છે. ૨ શરીરસ્થિતિને આધાર વર્તણુક ઉપર છે. સારી વર્તણુકવાળાને પાયે વ્યાધિ થતા જ નથી અને થાય છે તે
અલ્પ સમયમાં દૂર થાય છે. ૩ ઊંઘથી શરીરના તમામ વિભાગને આસાએશ મળે છે
તેથી તેની અત્યંત આવશ્યકતા છે. જ રોગમાં ફેરફાર થાય કે ઓછાવત્તા થાય તેના પર ધ્યાન * રાખવાથી તાત્કાલિક ઉપચાર થઈ શકે છે. ૫ ઔષધ વખતસર ને નિયમસર આપવામાં આવે તે જ
તે બરાબર અસર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com