SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સુબોધ [ પ પ ] જ્ઞાન મળતું જાય છે તેમ તેમ ધાર્મિક જ્ઞાનમાં પણ તે પ્રવીણતા ધરાવતે જાય છે. એમ કરવાથી તેને પૂરેપૂરી કેળવણી મળે છે. પ્રથમ સ્વભાષાની કેળવણી આપવી અને પછી સંસ્કૃત, અંગ્રેજી વગેરે બીજી ભાષામાં પ્રવેશ કરાવે. અહીં દરેક શ્રાવક માબાપોએ યાદ રાખવું કે, જે કેળવણી લીધાથી છોકરા કે છોકરીના હૃદયમાં અવળા સંસ્કાર પડે અથવા મિથ્યાત્વ વધે તેવી કેળવણું આપતાં ઘણું સંભાળ રાખવી. તેમ જ જેથી બાળકના મગજ ઉપર બોજો પડે એવી કેળવણું પણ એકીસાથે ન આપવી, તેમ કરવાથી બાળકના જ્ઞાનતંતુ નબળા પડી જાય છે અને તેની અસર શરીર ઉપર થવાથી બાળક નબળું થઈ જાય છે. આજકાલ રાજભાષા અંગ્રેજી છે, તેથી તેની કેળવણી લેવાની આવશ્યકતા છે, તથાપિ તે વિદ્યાના સંસ્કાર બળવાન ન થાય અને બાળકમાં નાસ્તિકતા ન આવે તેને માટે કાળજી રાખવી. શ્રાવકના સંતાનને બીજી ગમે તે કેળવણી આપવામાં આવે તથાપિ તેમને ધર્મની કેળવણી તે જરૂર આપ્યા કરવી કે જેથી તેનામાં ધર્મસંબંધી શ્રદ્ધા મજબૂત રહે અને શ્રાવક તરીકેની રહેણી-કરણીમાં કઈ જાતને ફેરફાર ન થાય. શ્રાવકના પુત્ર અને પુત્રીઓને જેમાંથી ધર્મ તથા નીતિને બોધ મળે તેવાં પુસ્તકો વંચાવવાને શેખ વધારો અને તેવી ધાર્મિક મંડળીઓમાં તેમને જોડી દેવા. અભ્યાસી જૈન બાળકોને શિક્ષાગુરુના તથા શિષ્યના કર્તવ્ય વિષે સારે બધ આપે. તે સાથે કેળવણીના હેતુઓ સચવાય તેવી ગોઠવણ કરવી. કેળવણેના હેતુઓ એવા છે કે, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy