________________
સુધ
[ ૧૦૩ ] કઈ જાતની ગંદકી થવા ન દેવી. બીછાનું સ્વચ્છ રાખવું. તેનાં કપડાં બનતા સુધી રેજ બદલાવવાં. વૈદ્ય અથવા ડાકટરની સલાહ પ્રમાણે તેને પચે તે હલકે ખેરાક આપવો. તેની આગળ ઘણાં માણસોની ભીડ થવા દેવી નહીં. જેવી રીતે તેને ગમે તેમ કરવું અને તેની રુચિને અનુસરવું.
રોગીની આગળ હસતે ચહેરે રહેવું. તેની પાસે મન આનંદમાં રાખી મધુર વચનો બોલવાં. તેને વારંવાર ધીરજ આપવી. તેને એકલે રહેવા દે નહીં. કદી તે આપણે દેષ કાળે અથવા ખીજવાઈ જાય તો પણ તે સહન કરી તેની આગળ મીઠાં વચને બેલવાં. તેનું મન રાજી થાય તેમ કરવું અને તેને આરામ થશે એવાં ધીરજનાં વચને બોલ્યા કરવાં. તે સાથે તેની સ્થિતિ ઉપર ધ્યાન આપવું. ક્ષણે ક્ષણે સમયસૂચકતા વાપરી સાવધાન રહેવું. કદી રેગીની સ્થિતિમાં ધાસ્તીભરેલો ફેરફાર થઈ જાય તે પણ હિંમત રાખવી અને તરત વૈદ્ય અથવા ડાકટરને બોલાવ. બીજા બને તે ઉપાય સત્વરે કરવા. કદી આપણને તેની જીવવાની આશા ન હોય તે પણ હિંમત રાખી તેની સાથે આશાભરેલી વાતે કરવી, કદી નાહિંમત થઈ રોવા બેસવું નહિં. વળી જે દરદી મરણના ભયથી કલ્પાંત કરે તે તેને હિંમત આપવી અને તેના મનને શાંત કરી ધર્મ તરફ વાળવું. વારંવાર તેની આગળ નવકારમંત્રને ઉચ્ચાર કરો અને તેને હાથે શુભખાતામાં દ્વવ્યાપણ કરાવવું, જેથી તેની સદ્ગતિ થાય છે. કદી વૈદ્ય કે ડાકટરના કહેવાથી આપણું જાણવામાં આવે કે આ દરદી બચે તેમ નથી તે પણ તે વાત દરદીને કહેવી નહિં અને તેની માવજતમાં સારી રીતે ધ્યાન આપતા રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com