________________
સુબોધ
[ ૧૦૧ ] કપડામાં ચાળી મેળવવા અને એ ચર્ણમાંથી વીસથી પંદર ગ્રેન લઈ પાણી સાથે દિવસમાં ત્રણ વખત તાવ હોય કે ન હોય તો પણ લેવું. અથવા રોજ સવારે તાવ ના હોય ત્યારે પાંચ ગ્રેન કવીનાઈન લેવું અથવા એક તોલો મીંઢીયાવળ અને એક તોલે કરિયાતું, એ બન્ને લઈ દોઢ પાશેર પાણી નાખી ઉકાળવું અને નવટાંક પાણી રહે ત્યારે કપડાંથી ગાળીને પી જવું. તેથી દસ્ત આવી તાવ નરમ પડશે અને એ જ પ્રમાણે બીજે દિવસે પણ કરીને પી જવું એટલે તાવ ચાલ્યા જશે.
આ પ્રમાણે બીજા પણ અનેક નાના મોટા વ્યાધિના તાત્કાળિક કરી શકાય તેવા પ્રયોગો ઘરવૈદુ એ નામની બુકમાંથી જોઈ લેવા અને જરૂર પડતાં તેને ઘટિત ઉપગ કરવ; કારણ કે સહજના વ્યાધિમાં વૈદ્ય ડાકટરને બોલાવવા કરતાં સામાન્ય ઉપચાર કરવાથી જ કાર્ય સરે છે.
(એક દ્રામ એટલે પા તેલે સમજવું)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com