________________
સુબોધ
[૯૧ ] ઊઠવાને અમુક વખત નિયમિત કરી તે પ્રમાણે ચાલવું. તે ગૃહની બીજી તરફ જુદા ભાગમાં પુસ્તકાલય કરવું. તેની આસપાસ જૈન ધર્મવીરેના તથા આર્યાવર્તના પરાક્રમી પુરુષનાં અને પવિત્ર સતીઓનાં ચિત્રો રાખવાં, જેમનું વારંવાર દર્શન થવાથી હૃદયમાં ઉત્તમ ભાવના આવ્યા કરે. શયનગૃહની આસપાસ ધર્મ તથા નીતિનાં વાક્ય અથવા કઈ મુદ્રાલેખ (Motto ) કે સારી કહેવતનાં છાપેલાં અથવા લખેલા વાકયે ગોઠવવાં. આવા આનંદમય અને મંગલમય શયનમંદિરમાં સુખ અને શાંતિથી નિદ્રા આવે છે.
(૭)લેવડદેવડ–એ ગૃહકાર્યવ્યવસ્થાને સાતમે પ્રકાર છે. સુજ્ઞ શ્રાવિકાને લેવડદેવડ કરતાં આવડવું જોઈએ. જે લેવડદેવડ કરવાને સદગુણ હોય તે જ શ્રાવિકા પિતાના શ્રાવકસંસારને સારી રીતે ચલાવી શકે છે. આ સદગુણથી ગૃહિણી પિતાના ઘરની આવકજાવક વિષે સમજે છે અને તેથી તે ગૃહવ્યવસ્થા સારી રીતે કરી શકે છે. વળી તેથી તે જાણે છે કે, ઘરનો ખર્ચ આવકના પ્રમાણમાં રાખો. આવક કરતાં ઘરખર્ચ વધારે ન થાય, તે વિષે ધ્યાન રાખવું. કેળવણું પામેલી શ્રાવિકાએ પોતાના ઘરમાં સારી રીતે સંભાળથી વર્તવું. દરમાસે કેટલું ખર્ચ થાય છે તેને હિસાબ રાખવો. વર્ષની આખરે કાંઈ પણ વધે તેવી રીતે ગૃહવ્યવહાર ચલાવ. જે વસ્તુની ખાસ આવશ્યકતા હોય તે વસ્તુ જ લેવી. નકામી વસ્તુ લેવરાવવી નહીં. જે વસ્તુ ખરીદવી હોય તેને માટે ભાવ વિગેરેમાં સસ્તી અને સારી મળે તેમ કરવાને ગૃહનાયકને સૂચના કરવી. જે વસ્તુ સસ્તી હોય અને ટકાઉ ન હોય તેવી વસ્તુ લેવી નહીં. કદી કીંમતમાં ભારે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com