________________
સુબોધ
[ ૯૦ ] તાડપત્રના પંખાથી પવન લેવાનું કામ થતું હોય તે પછી ભભકાદાર ઊંચી કિંમતના પંખા શામાટે લેવા જોઈએ ? ઘરની નાનીશી ચીજ નકામી કાઢી નાખવી નહીં. રસોઈમાં બરાબર જોઈએ તેટલું જ રાંધવું. વધારે નકામું રાંધી બગાડવું નહીં. એવી એવી બાબતને નાની ગણે ઉપેક્ષા કરવી નહીં. થેડે થડે કરતાં હિસાબ કરીએ તો તે ઘણે વખતે બહુ થઈ પડે છે. ફતંગ દીવાળીઆના જેવો વ્યવહાર ચલાવ નહીં. હમેશાં ભવિષ્યનો વિચાર કરીને ચાલવું. થોડેથી ચાલી શકતું હોય તો વધારે કરવું નહીં. વળી સુજ્ઞ શ્રાવિકાએ પોતાના ઘરની સ્થિતિ વિચારીને ચાલવું. બીજાનાં ઘરનાં બરાંઓનાં વસ્ત્રાભૂષણ જોઈ પતિને મોહિત કરી તેવા વસ્ત્રાલંકાર કરાવવાં નહીં. જે કદી મેહને વશ થઈ પતિ તે વધારે પડતો ખર્ચ કરવા તૈયાર થાય તો સ્ત્રીએ તેને અટકાવો. જો એમ કરવામાં ન આવે તો તે કરજના બેજામાં આવી જાય છે. માથે દેવું કરી વૈભવવિલાસ ભોગવનારા ઘણું લોક પાયમાલ થઈ ગયા છે. બનતી રીતે પૈસાને બચાવ કરવો. સંગ્રહીત દ્રવ્ય વિપત્તિને વખતે સહાયકારક થાય છે. આપણું નીતિશાસ્તે પૈસાને અગિયારમે પ્રાણ કહેલ છે. મનુષ્યનું જીવન દ્રવ્ય છે. દ્રવ્ય વિનાને માણસ કદી વિદ્વાન, ચતુર કે સ્વરૂપવાન હોય તો પણ જોઈએ તેવું માન પામતે નથી. મૂર્ખ, અજ્ઞાની અને અલ્પ બુદ્ધિવાળા માણસે દ્રવ્યના પ્રભાવથી ડાહ્યા, જ્ઞાની અને બુદ્ધિમાન ગણાય છે. શ્રાવવધૂએ કરકસર કરવાનો મહાગુણ ધારણ કર. એ ગુણથી દ્રવ્યને સંચય થાય છે અને શ્રાવકસંસાર સુખેથી ચાલે છે. અહીં સુજ્ઞ શ્રાવિકાએ એટલું પણ યાદ રાખવું કે, તેણીએ અતિશય લેભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com