________________
[ ૯૨ ]
શ્રાવિકા પણું જે તે વધારે ટકે તેવી હોય તે તે લેવી. બનતા સુધી કાચને સામાન વધારે લેવરાવવો નહીં. જે ગૃહપતિની ગેરહાજરી હોય તો ઘરને ઉપયોગી ચીજોની લેવડદેવડ જાતે કરવી. પોતાનાથી બજારમાં જવાય તેમ ન હોય તે વેપારીને ઘેર બોલાવી બીજાની રુબરુ તે તપાસીને ખરીદ કરવી. કેઈપણ વસ્તુ ઉધારે લેવી નહીં. ઉધારે લેવાથી ઘણું જ નુકશાન થાય છે અને પૈસા તરત આપવા ન પડવાથી વધારે લેવાનું મન થાય છે. જે પિતાની પાસે રેકડા પૈસા ન હોય તો તે વસ્તુ વિના ચલાવી લેવું, પણ ઉધારે ચીજ લેવરાવવી નહીં. જે વસ્તુ બજારમાંથી આવે તેને ઘેર તોલ કે માપથી ઉટાંકી લેવી, કારણ કે ઘણું ધર્તા વેપારીઓ તેમાં દો કરે છે. લેવડદેવડના વ્યવહારમાં હિસાબની જરૂર છે, તેથી સુજ્ઞ શ્રાવિકાએ હિસાબી જ્ઞાન મેળવવું. જે થોડું ઘણું હિસાબી જ્ઞાન હોય તે સામો માણસ છેતરી શકતો નથી.
(૮) કરકસર–એ ગૃહકાર્યવ્યવસ્થાને આઠમે પ્રકાર છે. વ્યવહારનીતિમાં કરકસરના ગુણને સારી રીતે વખાણેલે છે. કરકસર કરવાનો ગુણ પુરુષ કરતાં સ્ત્રીએ રાખવો જોઈએ. જે સ્ત્રીમાં એ ઉત્તમ ગુણ રહેલો નથી તે સ્ત્રીને ગૃહવ્યવહાર નઠારી સ્થિતિમાં આવી જાય છે. કરકસર અનેક પ્રકારની આવક સમાન છે. કરકસર કરી બચાવેલું દ્રવ્ય વૃદ્ધાવસ્થામાં ઉપયેગી થઈ પડે છે. કરકસરના ઉત્તમ ગુણને ધારણ કરનારી ઘણી શ્રાવિકાઓએ પિતાને શ્રાવકસંસાર સુખમય કર્યો છે. જે ચીજ એક રૂપી મળતી હોય, તેવી જ બીજી ચીજ પંદર આને મળે છે તે જ લેવી. જેનાથી કાર્ય સરતું હોય તેવી ચીજ લેવા આગ્રહ રાખો. એક પૈસાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com