________________
[ ૯૦ ].
શ્રાવિકા રાખવી નહીં, તેથી હવામાં બગાડો થવાનો સંભવ છે. સૂવાની અને જમવાની જગ્યા આગળ તેવી વસ્તુઓ સંગ્રહી રાખવાથી તંદુરસ્તીમાં બગાડ થાય છે. ગોળ, ખાંડ, સાકર, ઘી, તેલ વગેરે વસ્તુઓની જીવાતથી રક્ષા કરવી. રાંધવાનાં ઠામ, પાકું સિંચવાનાં દોરડાં, શાક સુધારવાની છરી વગેરે વસ્તુઓ એક નિયમિત સ્થળે રાખવી. જ્યાં ત્યાં કાંઈ પણ રખડતું રાખવું નહીં. જ્યારે જોઈએ ત્યારે તે વસ્તુ તરત હાથ આવે તેમ રાખવી. જરૂરીને વખતે ફાંફાં મારવાં પડે તેમ અવ્યવસ્થિત રાખવી નહીં. પાણીઆરું અને રડું ઘણું જ સાફ રાખવું. કોઈ ઠેકાણે કરોળીયાનાં જાળાં કે બાવા બાઝે તેમ થવા દેવું નહીં. દરેક વસ્તુ જ્યારે વાપરવા લેવી હોય, ત્યારે પંજીને–ખંખેરીને વાપરવી અને યતનાથી તેને ઉપયોગ કરોકારણ કે જીવદયા પાળવી એ શ્રાવિકાનું મુખ્ય કર્તવ્ય અને ધર્મ છે.
(૬) શયનગૃહની શોભા કરવી એ ગૃહકાર્યની વ્યવસ્થાને છઠ્ઠો પ્રકાર છે. સુઘડ શ્રાવિકાએ પોતાના શયનગૃહને સુશેભિત રાખવું. આખો દિવસ ગૃહકાર્ય તથા વ્યવહારકાર્યથી કંટાળી શાંતિ મેળવવાનું જે સ્થળ છે તે સ્થળને સર્વ રીતે શણગારી સ્વચ્છ રાખવું. શયનગૃહનો ભાગ સર્વથી જુદે રાખો. તે સ્થળ લીંપીગૂંપીને સ્વચ્છ રાખવું. તેમાં સ્વચ્છ હવા મળે તેવી બારીઓ કે જાળીઓ રાખવી. સૂવાને પલંગ એવી રીતે ગોઠવો કે જ્યાં સૂતી વખતે શરીર ઉપર થઈને પવન જાય નહીં કે બહારની દુર્વાસ આવે નહીં. શયનહની અંદર પ્રમાદની વૃદ્ધિ ન થાય, તેને માટે એક ઘટીયંત્ર (ઘડિયાળ) રાખવું અને તેને આધારે સૂવાને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com