________________
સુબોધ
[ ૭૧ ] રજા સિવાય કદી પણ ઘર બહાર જવું નહીં. કદી આપણામાં ભૂલ આવી હોય અને તેને માટે સાસુ ઠપકો આપે તો તે સહન કરે, પણ તેની સામે બોલવું નહીં. પિતે પોતાની ભૂલ કબુલ કરી તેમની પાસે માફી માગવી. સાસુના મુખની વાણીને હિતશિક્ષા માની તે પ્રમાણે પ્રવર્તન કરવું એ જ કુલીન શ્રાવિકાને ધર્મ છે. પૂર્વે શ્રાવકવધૂઓએ જે કીર્તિ સંપાદન કરી છે અને જેમના પવિત્ર નામ જેન સતીમંડળમાં ગવાય છે, તે બધે પ્રભાવ સાસુસસરાની સેવા ને જ હતો. પ્રાચીન જૈનવધૂઓ શ્વસુરગૃહમાં રહી, સતીધર્મ પાળી સાસુસસરાની સેવા કરતી હતી. પોતાના પ્રાણપતિના પિતૃકુટુંબને પિતાના પિયર સમાન માનતી હતી. સાસુસસરે, જેઠજેઠાણી કે મોટી નણંદને વડિલવર્ગમાં ગણતી હતી. નાની નણંદને પોતાની નાની બહેન સમાન માનતી અને તેણીની સાથે તેવી રીતે વર્તતી હતી. પૂર્વની શ્રાવકવઓએ શ્વસુરગૃહમાં રહી સ્ત્રીકેળવણીને ખરે ઉપએગ કરે છે. સ્ત્રીકેળવણરૂપ કલ્પલતાના પ્રભાવથી તેઓ ભારતવર્ષની આર્યપ્રજામાં વિખ્યાત થઈ ગઈ છે. ભારતી જેનપ્રજા અદ્યાપિ તેમનું ગાન કરે છે અને ક્ષણે ક્ષણે તેમના નિર્મળ નામનું સ્મરણ કર્યા કરે છે.
સુજ્ઞ શ્રાવકવધૂએ પિતાના શ્વસુરપક્ષના સર્વ કુટુંબીએની સાથે સભ્યતા અને સ્નેહથી વર્તવું. સાસુ કદી ગુસ્સે થઈ જાય તે પણ તેને માટે મનમાં કંઈ લાવવું નહીં. તે વારંવાર ઘરનું કામકાજ કરાવ્યા કરે તે પણ મનમાં તેને કંટાળો લાવવો નહીં. કેટલીએક અજ્ઞ વધઓ જ્યારે સાસુ ઘરના કામ વધારે કરાવે ત્યારે તેની ઉપર ગુસ્સે થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com