________________
[ ૭૪ ]
શ્રાવિકા
કામ કરાવવું, તેને વારંવાર ઠપકા આપ્યા કરવા, નઠારાં વચના કહેવાં, મેહેણા ટાણા આપવા અને તેના પતિની પાસે તેને માર ખવરાવવા—એ ઘણું નીચ અને અધમ કૃત્ય છે. એવું અધમ કૃત્ય કરનારી સાસુ શ્રાવિકાધર્મથી ભ્રષ્ટ થાય છે અને લેાકમાં નિંદનીય અને છે.
જે સુજ્ઞ શ્રાવિકા કેળવણી લઇ સાસુપને ધારણ કરનારી થઈ હાય તે કદી પણ એવાં નીચ કૃત્ય કરતી નથી. તે પેાતાની પુત્રવધૂને પુત્રીવત્ ગણે છે, કદી બીનકેળવણીવાળી વહુ તેનાથી આડી ચાલે તે પણ તેને છેકરૂ...ગણી સારી સમજુતી આપી સુધારે છે. તેના હિતમાં ભાગ લઇ તેની ભવિષ્યની સ્થિતિ સુધારવાના પ્રયત્ન કરે છે. સુજ્ઞ સાસુસમજે છે કે આ વધુ મારા પુત્રના શ્રાવકસંસારમાં સહાય કરનારી છે. જો તે સમજી હશે તેા તેના સહવાસમાં રહેનારે મારે પુત્ર સર્વ રીતે સુખી થશે. આવા વિચારથી તે પાતાની વહુને સારી રીતે રાખે છે અને પ્રતિદિન હિતશિક્ષા આપી તેને એક નમુનાદાર શ્રાવિકા મનાવે છે. આવી સુજ્ઞ સાસુએને ધન્ય છે અને જે શ્રાવકધૂ પેાતાનાં સાસુ સસરાને માતાપિતા સમાન ગણી તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે, શુદ્ધ હૃદયથી તેમની સેવા કરે છે, ઘરનેા કા ભાર ઉપાડી લે છે, દિયર, જેઠ, દેરાણી, જેઠાણી વગેરે સાસરીઆનાં સમપીએની સાથે સારી રીતે વર્તે છે અને પેાતાના કર્ત્તવ્યથી કદીપણું ચૂકતી નથી તેવી શ્રાવકવને પણ ધન્યવાદ ઘટે છે. એવી કુલીન વધુએથી જ શ્રાવકસ ંસાર દીપી નીકળે છે.
||3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com