________________
સુખેાધ
[ ૭૭ ]
કે- સખી ! પતિને વશ કરનારી વિદ્યા કયા ગ્રંથમાં છે ? તે કૃપા કરી કહેા. તમે એ વિદ્યામાં અત્યંત પ્રવીણ બન્યા લાગેા છે. તમારા પતિ તમારી તરફ અત્યંત પ્રેમની લાગણીથી જુએ છે, એટલુ જ નહીં પણ તમને એક સારા સલાહકાર તરીકે માને છે. કાઇ પણ ગૃહવ્યવહાર સબંધી કાર્ય કરવું હાય તેા તેમે તેમાં તમારી સલાહ લે છે. આવું મેટુ માન અમને કદી પણ મળતું નથી. કદી અમારા સાંદ ના મેાહથી તે અમારી તરફ થાડી ઘણી પ્રીતિ બતાવે છે, પણુ જે પ્રીતિનું સ્વરૂપ તમારા પતિના હૃદયમાં ઝળકે છે, તેવુ સ્વરૂપ અમારા પતિના હૃદયમાં ઝળકતુ નથી. તે ઉપરથી અમને ખાત્રી થાય છે કે, તમે પતિને વશ કરવાનો મહાવિદ્યા સંપાદન કરી છે. એ મહાવિદ્યા તમે કયાંથી મેળવી તેમ તમારા તે વિદ્યાના ગુરૂ કાણુ છે? તે અમને કહે કે જેથી અમે પણ એ વિદ્યાના ઉપાસક થઈ શકીએ. ” પેાતાની સખીઓના આવાં પ્રાર્થનાનાં વચન સાંભળી તે સતીશ્રાવિકા હાસ્ય કરતી ખેાલી. તે વખતે તે પવિત્ર સતીના મુખમાંથી જે ઉદ્ગાર નીકળ્યા તે ઉદ્ગાર દરેક શ્રાવિકાએ સદા સ્મરણમાં રાખવા ચેાગ્ય છે.
સતીએ કહ્યું- હું સખીએ ! પતિને વશ કરવાની કાર્ય ખાસ વિદ્યા નથી અને તેના ખાસ જુદા ગ્રંથા નથી. તે વિદ્યા તા કેળવણીના પ્રભાવથી એની મેળે પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી ઉત્તમ પ્રકારની સ્ત્રીકેળવણી પ્રાપ્ત કરે છે, તે સ્ત્રીના હૃદયમાં પતિને વશ કરવાની મહાવિદ્યા સ્વત: પ્રગટ થાય છે. કેળવણીથી એ વિદ્યા
>
સખીઓ મેલી– પ્રિય સખી !
કેવી રીતે પ્રાપ્ત થાય છે?તે અમને સારી રીતે સમજાવેા.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com