________________
[ ૭૬ ]
શ્રાવિકા તે સ્ત્રી દુઃખી થાય છે અને જે સીધે રસ્તે ગ્રહણ કરે છે તે સ્ત્રી સર્વદા સુખી થાય છે. પતિને વશ કરવા માટે મંત્રતંત્રના પ્રયોગ કરનારી સ્ત્રી ઘણું વાર મેટી આપત્તિમાં આવી પડે છે. હેંગ ઉપર પિતાની આજીવિકા ચલાવનારા ધર્વ લેક વખતે કોઈ એવી ચીજ પતિને ખવરાવવાને આપે છે કે જે ખાવાથી તે સ્ત્રીને પતિ અપંગ કે રેગી થઈ જાય છે, આથી એ મૂર્ખ સ્ત્રીને આખી જીંદગી દુઃખ ભેગવવાનો વખત આવે છે. જે કદી આ વાત તેના પતિના જાણવામાં આવે છે તે તે પતિ તે કુટિલ સ્ત્રીને ત્યાગ કરી દે છે અથવા તેણીને ભારે દુઃખ આપે છે. આથી પતિને વશ કરી સુખની ઈચ્છા રાખનારી શ્રાવિકા ઉલટી મહાન દુઃખમાં આવી પડે છે. એ વિપરીત માગે, ચાલનારી ઘણી સ્ત્રીઓ છતે ધણુએ વિધવા થઈ છે અને આ લોકમાં અપયશ અને દુઃખ પ્રાપ્ત કરી અંતે દુર્ગતિનું પાત્ર બની છે. તેથી સુજ્ઞ શ્રાવિકાએ કદી પણ એ વિષમ માર્ગ ગ્રહણ કરે નહીં. તેણીએ વિચારવું કે, સાંપ્રતકાળે મંત્રવિદ્યાને સત્ય રીતે જાણનાર વિરલા છે અને જે સત્ય રીતે જાણનારા છે તેઓ આવા ઢોંગ કરી લેકેને ધતતા નથી. જે તેઓ સત્ય મંત્રવિદ્યા જાણતા હોય તે શામાટે આવી ભિખારીની સ્થિતિમાં રહે? તેઓ બીજાના પર આધાર શામાટે રાખે? પરંતુ એ તે પેટ ભરવાને ચેખો ઉપાય છે. આ વિચાર કરી સુજ્ઞ શ્રાવિકાએ કદી પણ એવાના ફંદમાં ફસાવું નહીં. પતિને વશ કરવાની ખરી વિદ્યા એક સતીશ્રાવિકાએ પોતાની સખીઓની આગળ પ્રગટ કરી છે તે સર્વ ધર્મ બહેનને મનન કરવા ગ્ય છે.
એક સતીશ્રાવિકાને તેની બહેનપણુંએાએ પૂછ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com