________________
સુબેધ
[ ૮૧ ] તે સતી શ્રાવિકાના સુખથી પતિને વશ કરવાને આ પ્રમાણેનો ઉપાય જાણું તે બધી શ્રાવિકાઓ ખુશી ખુશી થઈ. તેમણે એકી અવાજે તે શ્રાવિકાને ધન્યવાદ આપે અને બધી બહેનોએ તે પ્રમાણે વર્તવાને નિશ્ચય કર્યો. | હે સાધમી બહેન ! ઉપર કહ્યા પ્રમાણે પતિને વશ કરવાને ઉપાય ખરેખર છે. તે સિવાય જે બીજા ક્ષુદ્ર ઉપાય કરવામાં આવે છે તે મોટું મિથ્યાત્વ છે. સમક્તિધારી શ્રાવિકાએ અસત્ય મંત્રવિદ્યાને જાણનારા ઢોંગી બ્રાહ્મણે, યતિઓ અને સંન્યાસીઓને જે માનવા તે સ્વધર્મથી ભ્રષ્ટ થવાનું છે, કારણ કે એ બધું મિથ્યાત્વ છે અને મિથ્યાત્વને સેવવાથી શ્રાવિકા સ્વધર્મથી અને સ્વકર્તવ્યથી પતિત થાય છે, તેથી કદી પણ મંત્રતંત્રની વશીકરણ વિદ્યા મેળવવામાં શુદ્ધ શ્રાવિકાએ પ્રવર્તવું નહીં. સાધ્વી શ્રાવિકાઓએ તો પતિને વશ કરવાનો ઉપાય ઉપર કહેવા પ્રમાણે જ કરે, તે સિવાયના બીજા ઉપાયે તદ્દન નકામા છે, કારણ કે તેથી કાર્યની સિદ્ધિ થતી નથી, એટલું જ નહીં પણ વખતે તેથી અનર્થ ઉત્પન્ન થવાને પણ સંભવ છે.
ખરી રીતે પતિને વશ કરવાનાં સાધન છે તેના પ્રત્યે વિનયભાવ રાખવે, તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમના વડિલ માતાપિતા વિગેરેને પોતાના વડિલ તરીકે માનવા, તેમની મર્યાદા જાળવવી, જેમ બને તેમ ઘરનાં કામકાજ કરીને સાસુ વિગેરેને પ્રસન્ન કરવા અને કઈ પણ વખતે કલેશ તો કરવો જ નહીં. ઈત્યાદિ જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com