________________
પ્રકરણ ૧૩ મું
ગૃહકાર્ય–વ્યવસ્થા
આ વિ વાહિત થયેલી શ્રાવક્વધુ પિતૃગૃહમાંથી પતિશાણો ગૃહમાં આવે-જ્યારથી તેણે પતિગૃહમાં પ્રવેશ કરે ત્યારથી તેણીએ પતિના ઘરને પિતાનું ઘર માનવાનું છે. પિતાના ઘરના કરતાં પતિના ઘરમાં તેણીને યાવજજીવિત રહેવાનું છે. તેણુંને સંસાર પતિગૃહમાં જ સમાપ્ત થવાને છે તેથી પતિગૃહે આવેલી વધએ કેવી રીતે વર્તવું જોઈએ, એ. સંબંધી શિક્ષણ તેણીએ પિતૃગૃહમાં રહીને મેળવવું જોઈએ. તેમાં ખાસ કરીને પોતાની માતા પાસેથી એ તાલિમ લેવાની છે. સુજ્ઞ શ્રાવકમાતાએ પણ પિતાની પુત્રીની ભવિષ્યની સ્થિતિ કેવી રીતે સુધરે ? એ બાબત પૂરતું લક્ષ આપવું જોઈએ. અને પુત્રી સાસરે જવાને ગ્ય ઉમરની થાય ત્યાં સુધીમાં તેને શિક્ષણ આપી તૈયાર કરવી જોઈએ. પ્રથમ તો તેણીને ગૃહકાર્યની વ્યવસ્થા કરતાં શિખવવું કે જેથી તે પિતાને સાસરે ગયા પછી જરા પણ મુંઝાય નહી. જે શ્રાવકપુત્રી ગૃહવ્યવસ્થા જાણતી નથી તેને પોતાના સાસરીઆમાં ઘણું મુંઝાવું પડે છે. જે સાસુ, નણંદ વિગેરે સુજ્ઞ ઢિય તો ઠીક, નહીં તો તેઓ તેણીને અનેક રીતે પજવે છે. જે વહમાં ઘરકાર્ય કરવાની આવડત નથી તે સ્ત્રીની માતા બધે વગોવાય છે અને તેથી શ્રાવકબાળાને ઘણે પસ્તાવે કરે પડે છે, માટે દરેક શ્રાવકમાતાએ આ વાત લક્ષમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com