________________
સુધ
[ ૭૯ ] જીવિત તદ્દન નકામું છે. આવો નિશ્ચય કરી હું મારા પતિને પ્રેમપૂર્વક પૂજું છું. તન, મન અને ધનથી સર્વદા તેમની સેવા કરું છું. જ્યારે પતિ ગામમાંથી કે બીજે કઈ સ્થળથી ઘરે આવે ત્યારે હું હસમુખી થઈ તેમની સામે જાઉં છું, તેમને આસન આપી બેસારી જળપાન કરાવું છું. દહેરે, ઉપાશ્રયે કે બીજે કઈ સ્થળે જતા પહેલાં પતિની આજ્ઞા મેળવું છું. જે કાર્ય ધર્મનું હોય, લોકોમાં પવિત્ર ગણાતું હોય, તે પણ તે કાર્ય પતિની આજ્ઞા વિના હું આચરતી નથી. પ્રિય બહેનો! આ પ્રમાણે પતિની સેવા ઉપરાંત હું મારા ઘરની વ્યવસ્થા પણ કરું છું. આંગણું સાફ રાખવું, વાસણે ચોખાં રાખવાં, પાણુ આરું સ્વચ્છ રાખવું અને ઘરની બીજી ચીજોની સંભાળ લેવી—એ બધું કાર્ય હું નિયમસર પ્રમાદ રહિત કરું છું. મધુર રસવતી કરી મારા રસિક રમણને જમાડું છું અને તેમના મનને ખુશી ઉપજાવું છું. હમેશાં વખતસર ભેજન આપી પતિની તબીયત સ્વસ્થ રાખવા પ્રયત્ન કરું છું. પ્રમાદ, પરનિંદા, છેષ, ઈર્ષા, ચુગલી અને નકામી કુથલી એ બધા દુર્ગને મેં દૂર રાખ્યા છે. હું પરનરની સાથે વાત કરતી નથી, કોઈની સાથે વધારે પડતું બેલતી નથી, વધારે હસતી નથી, ગૃહની બહાર એકલી જતી નથી, સાસુ, સસરા, નણંદ, દિયર, જેઠ, દેરાણી અને જેઠાણું જે મારા પતિનાં કુટુંબી જન છે તેમની સાથે નમ્રતાથી વર્તુ છું. વડિલવર્ગ તરફ પૂજ્યભાવ રાખું છું. હંમેશાં પતિના હિતમાં તત્પર રહું છું, નિરંતર સત્ય બેલું છું. જ્યારે પતિ પરદેશ જાય ત્યારે હું પ્રેષિતપતિકાના ધર્મ પાળું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com