________________
[ ૭૪ ]
શ્રાવિકા સતી બેલી—“પ્રિય બહેનો! સાંભળે. જે સ્ત્રી પિતાના પતિ સાથે સદાચારથી વર્તે છે, તે સ્ત્રીને તેનો પતિ તરત જ વશ થઈ જાય છે.”
સખીઓએ ઈંતેજારીથી જણાવ્યું–‘એ સદાચાર કેવો છે? અને તેમાં કેવું પ્રવર્તન કરવું જોઈએ? એ બધું અમને વિવેચન કરી સમજાવે. પ્રિય સખી! તમે તમારા પતિની સાથે કેવી રીતે વર્તે છે? અને કેવી રીતે વર્તવાથી સદાચાર કહેવાય છે? એ સ્પષ્ટ કરી સમજાવો.”
સતીએ આનંદપૂર્વક જણાવ્યું-“બહેન ! અહંકાર, કામ, ક્રોધ અને લેભને ત્યાગ કરી હું મારા પતિની સેવા કરૂં છું. ઈર્ષા, દ્વેષ અને લાલચ વગેરે દુર્ગને દૂર કરી તેમ જ મારા હૃદયને વશ કરી પતિને પ્રસન્ન કરું છું. જે કરવાથી પતિ પ્રસન્ન થાય તેવું જ કામ હું કરું છું. જેથી મારા પતિનું હૃદય દુભાય, તેમને ખોટું લાગે તેવું હું કદી પણ બોલતી નથી. નઠારે ઠેકાણે ઊભી રહેતી નથી, હલકી અને નિર્લજજ સ્ત્રીઓની સોબત કરતી નથી, નવાનવા પદાર્થોની ઈચ્છા રાખતી નથી, મારા પ્રાણેશ સિવાય દેવ, મનુષ્ય કે ગાંધર્વ ગમે તે સ્વરૂપવાન, યુવાન, શૂરવીર કે સુશોભિત પુરુષ હોય તો પણ તેને તુચ્છ ગણું છું. પતિ ભેજન લે તે પછી હું ભેજન લઉં છું અને સવારે પતિ ઊચા પહેલાં ઊઠું છું. હે સખી! મેં નિશ્ચય કર્યો છે કે, આ સંસારમાં સ્ત્રીને ઈષ્ટદેવ, પાળક, પિષક અને આધારરૂપ પતિ જ છે. પતિરહિત રમણ ભલે રમણીય હોય, તે પણ તે શેભતી નથી. જાયાનું ખરું જીવન પતિ જ છે, પતિ સિવાય તેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com