________________
સુબોધ
[ ૭૩ ] કેળવાયેલી કુલીન શ્રાવિકાએ પોતાના સસરાને પિતાસમાન ગણ તેમની સેવા કરવી. તેમની સામું અથવા તેઓ સાંભળે તેમ ઉંચે સ્વરે બોલવું નહિ. સદા મર્યાદાથી વર્તવું. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમના મનને દુઃખ થાય તેવું કાંઈ પણ કામ કરવું નહિં. નમ્રતા અને વિનયથી તેમની સાથે વર્તવું.
પિતાના સાસરામાં જે કોઈ બીજા વડિલ હોય તેમની સાથે પણ તેમની ચગ્યતા પ્રમાણે વર્તવું. કેઈની સાથે અવિવેક કે અવિનયથી વર્તવું નહીં. સર્વની સાથે સારી રીતે વર્તનારી શ્રાવિકાવધુ આ લેકમાં સત્કીર્તિ અને પરલોકમાં સદગતિને પ્રાપ્ત કરે છે.
જેવી રીતે પુત્રવધએ સાસુની સાથે વિવેકથી વર્તવાનું છે, તેવી રીતે સાસુએ પણ પિતાની પુત્રવધુની સાથે વર્તવાનું છે. સુજ્ઞ સાસુઓએ પોતાના પુત્રની વહુને પોતાની પુત્રી સમાન ગણવી. પુત્રીની માફક તેની સંભાળ રાખવી. ઘરનાં કામકાજ તેની શક્તિ પ્રમાણે કરાવવાં. કદી જે કામકાજ કરતાં તેણીનામાં ભૂલ આવે તો તેને સૂચના આપવી અને જે કામ તેને આવડતું ન હોય તે સારી રીતે શિખવવું. કદી વહુના ગજા ઉપરાંત કામ હોય તે તેને કામમાં મદદ કરવી. કેટલીએક નિર્દય સાસુ પિતાના પુત્રની વહુને દાસી સમાન ગણે છે અને તેની પાસે તેની શક્તિ ઉપરાંત કામ કરાવે છે, તે સાસુ આ લેકમાં નિંદાપાત્ર બને છે અને અનેક પ્રકારનાં કર્મને બંધ કરી પરકમાં દુર્ગતિ પામે છે.
પુત્રવધુને એક ગુલામડી જેવી ગણું તેની પાસે ગજા ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com