________________
[ ૭૩ ]
શ્રાવિકા તે ઘણી જ મૂર્ખતા છે. કારણકે, જે ઘરનું કામ કરવું છે તે ઘર કાંઈ સાસુનું નથી પણ ભવિષ્યમાં પોતાનું જ ઘર થવાનું છે. કામકાજ કરીને ઘરમાં જે સુધારે કર્યો હશે અથવા ઘરખર્ચમાં ફાયદો કર્યો હશે, તેને લાભ ભવિષ્યમાં કોને થવાનો છે? તેને વિચાર કરો. આ વિચાર કરીને શ્રાવક વધએ સુઘડતાથી પોતાના ઘરનાં કામકાજ કરવાં અને તે કરવામાં ઉમંગ ધારણ કરે.
કેટલીએક મૂખ વધુઓ એ વિચાર કરે છે કે-“આ સાસુ મારી પાસે ઘરનું કામ કરાવે છે અને પોતે બેસી રહે છે.” આ હલકો વિચાર કુલીન વધુએ કદી પણ મનમાં લાવ નહીં. પરંતુ એમ વિચારવું કે મારા પૂજ્ય સાસુએ આજ સુધી ગૃહકાર્ય કર્યું છે, તેમણે મારા પતિને માટે અનેક પ્રકારનાં દુઃખ ભેગવ્યાં છે. હવે તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે, તેથી હવે મારે તેમને કામમાંથી મુક્ત કરી સુખી કરવા જોઈએ. તેમને વિશ્રાંતિ આપવી એ મારો ધર્મ છે. તેઓ મારા પરમ પૂજ્ય અને માન્ય છે. કારણ કે તેઓ મારા પતિના પરમ ઉપકારી છે. આવું વિચારી શ્રાવકધુએ પિતાના પિયરમાં રહી જે કાંઈ શિખેલું હોય તે બધાને ઉપયોગ કરી બતાવ અને પિતાની સાસુને વિશ્રાંતિ આપી સુખી કરવી. વળી કુલીન વધૂએ સાસુની દેખરેખ નીચે બધાં ગૃહકાર્ય કરવાં. કઈ પણ કાર્ય તેમને પૂછયા વિના કરવું નહિ. વળી કાર્યમાં કાંઈ ભૂલ પડે તે તે સુધારવા સૂચના કરે એવી ગોઠવણ રાખવી અને સર્વની સાથે નમ્રતાથી વર્તવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com