________________
પ્રકરણ ૧૧ મું
વધૂધર્મ બાd ળ શ્રાવિકા જ્યારે વિવાહિત થઈ પિતાને સાસરે
જાય છે ત્યારે તેણુએ શ્વસુરગૃહમાં કેવી રીતે
SI વર્તવું જોઈએ? એ ગૃહધર્મ તેણીને અવશ્ય જાણવા જેગ્ય છે. સ્ત્રીકેળવણું લઈ સુજ્ઞ બનેલો શ્રાવકવએ હૃદયથી સમજવું જોઈએ કે-હું હવે બીજી સ્થિતિમાં આવેલી છું. હવે સાસુસસરે એ મારાં માતાપિતા છે. જેવી રીતે પીઅરમાં રહીને મારે માતાપિતાની સેવા કરવાની હતી તેવી રીતે સંબંધથી જોડાએલા આ માતાપિતાની માટે સેવા કરવી જોઈએ. સુજ્ઞ શ્રાવિકાએ દીર્ઘ દૃષ્ટિથી વિચારવું કેસાસુસસરે એ મારા પતિના જન્મદાતા છે અને તેના પાળકપષક તરીકે ઉપકારી છે. તેમ વળી તેમણે મારા પ્રાણનાથને ઉત્તમ પ્રકારની કેળવણી આપી વિદ્વાન અને સદ્દગુણ બનાવ્યા છે. આ સંસારમાં તેમના જેવા બીજા કોઈ મારા તથા મારા પતિના હિતકારી નથી. આવા વિદ્વાન પતિને પ્રાપ્ત કરી આ શ્રાવકસંસારમાં મને જે સુખ મળવાનું છે તે બધે પ્રભાવ આ સાસુસસરાને છે. આવું વિચારી સુજ્ઞ શ્રાવિકાએ ત્રિકરણ શુદ્ધિથી તેમની સેવા કરવી જોઈએ. એ પરમ પૂજનીય સાસુસસરાને સર્વદા સંતુષ્ટ રાખવા, તેમની આજ્ઞા પાળવી અને તેમના હૃદયને કદી પણ કરાવાવવું નહીં. પિતાના સદગુણ અને સદાચરણથી તેમને રાજી રાખવા અને તેમની શિખામણ માન્ય કરવી. તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com